Abtak Media Google News

Ipoint Logo For Header 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૨૯૮૯૩.૯૬ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૦૫૭૧.૧૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૦૪૨૦.૨૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૦૪.૯૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૬૫.૬૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૧૧૫૯.૬૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૮૭૫૦.૫૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૮૯૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૮૯૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૬૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨૨.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૯૦૭૩.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જૂન ગોલ્ડ રૂ.૪૪૮૩૮ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૩૨૭ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૪૮૩૮ ના નીચા મથાળે નોંધાવી ૩૫૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૫૨૯૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૪૩૦૦૩ ના મથાળેથી ખુલીને રૂ.૪૩૫૮૨ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૨૮૭૧ ના નીચા મથાળે નોંધાવી ૩૬૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૩૫૦૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે ૧૦,એપ્રિલ ૨૦૨૦ના ગુડ ફ્રાઈડે નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. કોરોના મહામારીના પરિણામે વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે અને વિશ્વ અત્યારે મહામંદીમાં આવી ગયું છે, ત્યારે ભારતીય અર્થતંત્રની હાલત પણ કફોડી બની હોઈ દેશના ઉદ્યોગો-કોર્પોરેટ જગતને આ મહાસંકટમાં મોટી રાહત આપવી અનિવાર્ય બની હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અન્ય મોટી રાહતો આપ્યા છતાં ઉદ્યોગો-કોર્પોરેટ ઈન્ડિયા માટે જંગી રાહતો અનિવાર્ય બની જતાં આગામી દિવસોમાં સરકાર વેપાર-ઉદ્યોગો માટે જંગી આર્થિક પેકેજ જાહેર કરશે એવા સંકેતે ભારતીય શેરબજારમાં આક્રમક તેજી જોવા મળી હતી. ઓટોમોબાઈલ ઉદ્યોગ લાંબા સમયથી મંદીનો સામનો કરી રહ્યો હોઈ આ વખતે ઉદ્યોગ માટે મોટી રાહતોની અપેક્ષાએ ઓટો શેરોની આગેવાનીમાં ફંડો-મહારથીઓએ મોટી ખરીદી કરી હતી. સેક્ટરલ ઈન્ડાયસીસમાં ઓટો, બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલીકોમ, FMCG, ફાઈનાન્સ તેમજ મેટલ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૩.૬૩% અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૩.૧૫ વધીને બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૫૭૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૩૮ અને વધનારની સંખ્યા ૧૮૭૨ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક મોરચે કોરોના મહામારીની ચિંતા હજુ યથાવત રહેતા વિશ્વભરમાં પોઝિટીવ કેસો સાથે ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસોમાં ચિંતાજનક વધારા થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ એપ્રિલે સમાપ્ત થતા લોકડાઉનને આગળ વધારી શકે એવા મજૂબત સંકેત હાલ દેખાઈ રહ્યા છે. જો કે, આ નિર્ણય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ લેવામાં આવશે. વિશ્વની ઓઈલ મહાસત્તાઓ-દેશોની વૈશ્વિક સંકટમાં ઓઈલના ભાવો ૧૮ વર્ષની નીચી સપાટીએ આવી ગયા બાદ ફરી સમજૂતી માટે આગળ આવી રહ્યાના સંકેતે ભાવ વધ્યા જેમાં આગામી દિવસોમાં ઓઇલ અને રૂપિયા સામે અમેરિકી ડોલર સતત વધી રહ્યો હોવાથી તેની અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળશે. આગામી દિવસોમાં આ પરિસ્થિતિમાં ફોરેન ફંડો દ્વારા ભારતીય શેરબજારોમાં મોટાપાયે અફડા- તફડી વધતી જોવાશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • બાટા ઈન્ડિયા ( ૧૨૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૬૪ થી રૂ.૧૨૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • HCL ટેકનોલોજી ( ૪૬૯ ) :- રૂ.૪૪૭ નો પ્રથમ તેમજ રૂ.૪૩૦ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૭૭ થી રૂ.૪૮૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • એક્સિસ બેન્ક ( ૪૨૧ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૩૩ થી રૂ.૪૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૩૨૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૩૩ થી રૂ.૩૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.