Abtak Media Google News

રાજમાર્ગો ઉપર નીકળેલી વિશાળ શોભાયાત્રાનું કરાયું અભૂતપૂર્વ સ્વાગત

ભાજપ-કોંગ્રેસ અને શિવસેના સહિત તમામ  સમાજ દ્વારા સ્વાગત કરાયું

આગામી પહેલી અને બીજી જૂન ના દિવસે રાજકોટના રેસકોર્સમાં યોજાનારા બાગેશ્વર સરકાર પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મહા દિવ્ય દરબાર અન્વયે રાજકોટમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા ને ઠેર ઠેર આવકાર મળ્યો હતો. આ યાત્રાને ઐતિહાસિક સફળતા મળતા બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્યોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે અને રાજકોટના મહા દિવ્ય દરબારમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડશે તેવી ધારણા રાખી રહ્યા છે

આ શોભા યાત્રામાં બાઈક અને કાર વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રાના પ્રથમ રથ માં બિરાજમાન હનુમાનજી દાદાને મેયર પ્રદીપભાઈ ડવ, લાભુભાઈ ખીમાણિયા, ઘનશ્યામભાઈ હેરભા, યોગીનભાઈ છનિયારા, ગુણુભાઈ ડેલાવાળા, ભરતભાઇ દોશી, શાંતુંભાઈ રૂપારેલ રાજદીપસિંહ જાડેજા રિબડા, દ્વારા ફુલહાર પહેરાવીને અને ધજા ફરકાવીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. 1500 થી વધુ વાહનો, વનારસેના, રાજસ્થાની ઢોલ, એન્ટિક કારો,    ત્રિકોણબાગ ચોકમાં શિવસેનાના જીમી અડવાણી અને અન્ય દ્વારા સ્વાગત કરાયું હતું. આ જ રીતે શહેર કોંગ્રેસ દ્વારા પણ સ્વાગત કરાયું હતું.

રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ, સંસદ રામભાઇ મોકરિયા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા,ડોક્ટર દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, પટેલ સમાજ ના નંદલાલભાઈ માંડવીયા અરવિંદભાઈ પટેલ ફિલ્ડ માસ્તર સહિતના અગ્રણીઓએ  આ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું.

બાગેશ્વર ધામ સમિતિ રાજકોટ દ્વારા આયોજિત  આ શોભાયાત્રા  ઇન્ચાર્જ  વિજયભાઈ વાંક, કૃષ્ણસિંહ જાડેજા, સુરજભાઈ ડેર , રાજવીરસિંહ વાળા અને કેયુરભાઈ રૂપારેલ ના માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ આ શોભાયાત્રા ની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

દરમિયાન પહેલી અને બીજી જૂને બાગેશ્વર બાબા ની વાણી નો લાભ લેવા માટે આવનારા લોકો ને ડાયરાનો લાભ પણ મળશે. પેલી તારીખ ને ગુરુવારે બપોરે ચાર થી પાંચ દરમિયાન રાજભા ગઢવી અને તૃપ્તિબેન ગઢવી ના લોક ડાયરા નુંખ આયોજન કરાયું છે આજ રીતે તારીખ બીજી ને શુક્રવારે બપોરે ચાર થી પાંચ દરમિયાન જીગ્નેશ કવિરાજ , ગીતાબેન રબારી, રાજેશ આહીર સંગીતાબેન લાબડીયાના લોકસંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ  રાજકોટની જનતાને બાબા બાગેશ્વરના મહા દિવ્ય દરબારમાં ઉમટી પડવા હાકલ કરી છે. તેમણે કહ્યું છે કે રાજકોટમાં બાબાનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે જે સૌ માટે ગૌરવ ની વાત છે. આ શોભાયાત્રા.આ  ખીરસરા આશ્રમના મહંત પૂજ્ય ભક્તિ સ્વામી એ ખાસ હાજરી આપી હતી, તેમણે કહ્યું હતું કે આ શોભાયાત્રા ના ભૂતો ન ભવિષ્યતી જેવી છે અને કાર્યકરોએ દર વર્ષે આજના દિવસે આ જ પ્રકારની શોભાયાત્રા યોજવી જોઈએ તેઓ સૂચન પણ કર્યું હતું.

આ શોભાયાત્રાની શરૂઆત શાસ્ત્રી મેદાનથી થઈ હતી પ્રારંભમાં બાગેશ્વર ધામ સેવા સમિતિના સક્રિય સભ્ય અને કાર્યાલય ઇન્ચાર્જ ભરતભાઈ દોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે આ શોભાયાત્રામાં જોડાવા માટે આવેલા સંતો મહંતો શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને મોટી સંખ્યામાં આવેલા કાર્યકરોને આવકાર્યા હતા. વાઘેશ્વર ધામ સેવા સમિતિના સભ્ય યોગીનભાઈ છનિયારાએ આભાર વિધિ કરી હતી.

સૌરાષ્ટ્રભરમાં બાબાના દિવ્ય દરબારનો માહોલ છવાયો: ભક્તિપ્રકાશ સ્વામી

ભક્તિ પ્રકાશ સ્વામી એ જણાવ્યું કે,સૌરાષ્ટ્ર ભરમાં બાબાના દિવ્ય દરબાર નો માહોલ છવાયો છે બાબાના આગમન પહેલા ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા યોજી હતી. 700થી પણ વધુ કાર અને બાઈક સાથે સ્વયંભુ લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. વાઘેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજકોટ વાસીઓ સનાતન પ્રેમીઓ તેમને વધાવા ઉત્સાહિત છે. વિશ્વભરમાં સનાતન ધર્મનો જય જયકાર થાય અમે કોઈને આમંત્રણ આપ્યું નથી સ્વયંભૂ લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે આ શોભાયાત્રા લોકો પોતાની માની અને આમાં જોડાયા છે.

ઇતિહાસ રચતી શોભાયાત્રા: વિજયભાઈ વાંક

બાગેશ્વર સેવા સમિતિના આયોજક વિજયભાઈ વાંકે જણાવ્યું કે, બાગેશ્વર ધામ ના શાસ્ત્રીજી રાજકોટ ખાતે આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પહેલા રાજકોટના રાજમાર્ગો પર ધર્મની યાત્રા-શોભાયાત્રા ઇતિહાસ રચી રહી છે. આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા છે. શોભાયાત્રાનું ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો સ્વયંભૂ ઘરથી બહાર નીકળ્યા શોભાયાત્રામાં જોડાયા હતા.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજીને સત્કારવા સમગ્ર રાજકોટ ઉમટયું:ડો.પ્રદીપભાઈ ડવ

મેયર ડો.પ્રદીપભાઈ ડવે જણાવ્યું કે, બાગેશ્વર ધામ ના બાબા નો દિવ્ય દરબાર રાજકોટમાં યોજવાનો છે ત્યારે તેના આગમનને લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી છે. રાજકોટવાસીઓ સ્વયંભૂ બાબાને સત્કારવા ઉમટી રહ્યા છે. બાગેશ્વર સેવા સમિતિએ આયોજકો તથા તમામ હિન્દુ સંગઠનો દ્વારા આજે ખૂબ પ્રચંડ અને ભવ્યતિ ભવ્ય શોભાયાત્રા નીકાળી છે.લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.