Abtak Media Google News

અફઘાનિસ્તાન હવે તાલિબાનના કબ્જામાં છે કાબુલમાં પ્રવેશ સાથે જ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. ત્યાર બાદ રવિવારે તાલિબાની આતંકવાદીઓ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસ્યા હતા. એટલું જ નહીં, ત્યાં તેમણે તાલિબાનનો ઝંડો પણ લગાવી દીધો હતો. દિવસે ને દિવસે અફઘાનિસ્તાનના લોકો પર તાલિબાનીઓનો આતંક વધતો જાય છે. આજે રોજ તેમણે સ્થાનિક પત્રકારો પર પણ હુમલો કર્યો હતો.

તાલિબાનીઓએ અફઘાનમાં ભારત સાથેના વ્યાપાર પર પણ રોક લગાવી દીધી છે. અફઘાનિસ્તાનમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. ત્યારે અફઘાની મહિલાઓનો ફરી એક વિડીયો વાયરલ થયો છે. કાબુલ એરપોર્ટ પર હજારો લોકો ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલીક મહિલાઓ અમેરિકન સૈનિકોને એરપોર્ટમાં પ્રવેશવા માટે વિનંતી કરી રહી છે. પરંતુ તેઓ સફળ થઈ શકતા નથી.

કાબુલના હામિદ કરઝાઈ અમેરિકન અને નાટો દેશોના દળોએ કાબુલના બેરિકેડિંગ કરી દીધું છે. તે બધા જ લોકો તેમના દેશના નાગરિકોને બહાર ફેંકી રહ્યા છે. દરમિયાન, કેટલીક અફઘાન મહિલાઓ વિનંતી કરી રહી છે કે તેમને એરપોર્ટમાં પ્રવેશ આપવામાં આવે.

વીડિયોમાં મહિલાઓ ચીસો પાડી રહી છે અને મદદ માટે પોકાર કરી રહી છે. તેઓ રડતાં રડતાં “અમને કોઈ મદદ કરો અમને અંદર આવા દો તાલિબાનીઓ આવી રહ્યા છે”તેવી પોકાર અમેરિકી સૈનિકોને લગાવી રહી છે ત્યાં તાલિબાનીઓ આવી જાય છે. તમામ પ્રયાસો બાદ પણ સૈનિકે દરવાજો ખોલ્યો નહીં.કાબુલ એરપોર્ટ પર પચાસ હજારથી વધુ અફઘાન હાજર છે, જે દેશ છોડવા માંગે છે. કારણ કે તેને ડર છે કે જો તે અહીં રહેશે તો તે તાલિબાનના જુલમનો શિકાર બનશે. પરંતુ કોઈ પણ અફઘાની માટે અફઘાનિસ્તાન છોડવું મુશ્કેલ છે.

અમેરિકન અને નાટો દેશોના દળોએ તેમના નાગરિકોને, તેમના મિશનમાં મદદ કરનારા લોકોને બહાર કાઢી રહ્યા છે. તમામ દેશોના સૈનિકો એરપોર્ટ પર વ્યસ્ત છે અને પોતપોતાના દેશોમાંથી આવતા લોકોને પ્લેનમાં બેસાડીને વતન મોકલી રહ્યા છે.

કાબુલ એરપોર્ટ પર પરિસ્થિતિ કેટલી ખરાબ છે, તેનો અંદાજ ભૂતકાળમાં અમેરિકન સૈનિકોને ભીડને કાબૂમાં રાખવા માટે ગોળીબાર કરવો પડતો હતો તેના પરથી લગાવી શકાય છે. આ ગોળીબારના કારણે અહીં ભાગદોડ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં 40 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.