Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

તાલિબાને દેશમાં નવી સરકાર બનાવ્યા બાદ અફઘાનિસ્તાનમાં આંદોલન માટે કેટલીક ’શરતો’ રજૂ કરી છે. આ શરતોમાં ન્યાય મંત્રાલય પાસેી પરવાનગી લેવાનું જણાવવામાં આવ્યું છે. આ સો વિરોધનો હેતુ, સૂત્રો, સ્ળ, સમય અને વિરોધની તમામ ’અન્ય’ વિગતો સરકારી અધિકારીઓ સો શેર કરવાનું પણ જણાવાયું છે. ટૂંકમાં આ જાહેરાતી એ સ્પષ્ટ યું છે કે અફઘાનિસ્તાનમાં આંદોલન કરવાની તો છૂટ મળી છે.

અફઘાનની તાલિબાન સરકારે જાહેર કર્યું છે કે વિરોધની ૨૪ કલાક પહેલા સુરક્ષા એજન્સીઓ સો વિરોધની વિગતો શેર કરવી જરૂરી છે. દેશમાં તાલિબાન સામેના વિરોધમાં યેલા વધારા વચ્ચે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. અગાઉ બુધવારે, ફૈઝાબાદમાં લોકો તાલિબાન સામેની લડાઈમાં પ્રતિકારને ટેકો આપવા રસ્તાઓ પર ઉતર્યા હતા. ૭ સપ્ટેમ્બરના રોજ, બલ્ખ પ્રાંતમાં મહિલાઓના એક જૂે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, જેમાં પાછલા ૨૦ વર્ષની સિદ્ધિઓને જાળવી રાખવા અને અફઘાનિસ્તાનમાં ભાવિ સરકારમાં મહિલા પ્રતિનિધિત્વની માંગણી કરી હતી.કાબુલ, પરવાન અને બદખશાન પ્રાંતમાં પણ આવા જ વિરોધ પ્રદર્શન યા હતા.

આંદોલન માટે ન્યાય મંત્રાલય પાસેી પરવાનગી લેવાની,
વિરોધનો હેતુ, સૂત્રો, સ્ળળ, સમય અને વિરોધની તમામ અન્ય વિગતો આપવાનો નિયમ

યુદ્ધગ્રસ્ત દેશમાં તાલિબાન દ્વારા રચાયેલી સરકારમાં અધિકારો અને મહિલા પ્રતિનિધિત્વની માંગ માટે અફઘાન મહિલાઓ દ્વારા મુખ્યત્વે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.૨૦ વર્ષ પછી તાલિબાનોએ અફઘાનિસ્તાન પર ફરી એક વખત કબજો મેળવ્યો હોવાી, નિષ્ણાતો માને છે કે આતંકવાદી જૂ શાસન હેઠળ અફઘાન મહિલાઓને અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. યુદ્ધગ્રસ્ત દેશ પર તાલિબાનનો કબજો અફઘાનિસ્તાનમાંી આંતરરાષ્ટ્રીય દળોના હટ્યા બાદ આવ્યો હતો, જ્યારે અમેરિકાએ સત્તાવાર રીતે મે મહિનામાં તેની વિદાય શરૂ કરી હતી અને હવે તે તેના લશ્કરી મિશનને સમાપ્ત કરવાની આરે છે.

આતંકવાદ હવે પાકિસ્તાનના હામાં ભારત-રશિયાની બેઠકનો નિષ્કર્ષ

અફઘાન પરિસ્થિતી પર ઉચ્ચ સ્તરીય આંતર-સરકારી સંવાદ દરમિયાન તાલિબાન અને અન્ય આંતરરાષ્ટ્રીય આતંકી જૂો વિશે ભારત અને રશિયાએ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.  સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકમાં નોંધપાત્ર આદાન -પ્રદાન જોવા મળ્યું હતું, જેમાં બંને પક્ષોએ આતંકવાદ અને તાલિબાનને તેના વચનો પૂરા કરવાની જરૂરિયાત સહિતના મોટાભાગના મુદ્દાઓ પર સમાન વિચારો વ્યક્ત કર્યા હતા.  રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તેમના સમકક્ષ નિકોલે પત્રુશેવને કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પાકિસ્તાનની “વિશેષ જવાબદારી” છે તેની ખાતરી

કરવાની છે.  ભારતે પાછલા કેટલાક સપ્તાહમાં વારંવાર કહ્યું છે કે અત્યારે તેનો પ્રામિક ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે પાકિસ્તાન સ્તિ આતંકી જૂો અફઘાન ભૂમિનો ઉપયોગ અન્ય લોકો પર હુમલા કરવા માટે ન કરે.રશિયાના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં “માનવતાવાદી અને સ્ળાંતર સમસ્યાઓ” તેમજ આંતર-અફઘાન વાતચીતના આધારે શાંતિપૂર્ણ સમાધાન પ્રક્રિયા શરૂ કરવા માટે શરતો બનાવવા માટે રશિયન-ભારતીય સંયુક્ત પ્રયાસોની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. “વધુમાં, તેઓ અફઘાન સમાધાન પર બહુપક્ષીય સ્વરૂપોમાં રશિયા અને ભારતના અભિગમોને સંકલન કરવા સંમત થયા છે.

 

તેલ જૂવો, તેલની ધાર જૂવો!!!

તાલીબાની સરકારને માન્યતા આપવામાં “દિલ્હી દૂર!!!: અમેરિકા

વ્હાઈટ હાઉસે બુધવારે કહ્યું કે, અમેરિકા અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારને માન્યતા આપવા માટે ઉતાવળમાં ની.  પ્રેસ સેક્રેટરીએ હક્કાની નેટવર્કના આતંકવાદીને તેમના ગૃહમંત્રી તરીકે નિમણૂક કરવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. રિપબ્લિક્ધસે કહ્યું કે અમેરિકાએ કટ્ટર નીતિનું પાલન કરવું જોઈએ અને તાલિબાન દળોને નિશાન બનાવી પ્રતિબંધો હટાવવા જોઈએ નહીં.

દરમિયાન, હાઉસ ફોરેન અફેર્સ કમિટીના લીડ રિપબ્લિકન માઈકલ મેકકોલ (રિપબ્લિકન વતી) ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનને લખેલા પત્રમાં તેણીને તાલિબાન સામે અમેરિકાના પ્રતિબંધો ચાલુ રાખવા જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે “તાલિબાનનો કાબુલ પર કબજો તાં, અલ-કાયદા સોના તેમના સતત સંબંધો અને ભયાનક શાસનનો ટ્રેક રેકોર્ડ વધુ ચિંતિત બન્યો છે. આપણે આ વહીવટીતંત્ર દ્વારા આપણા નાગરિકો, સાીઓ અને અફઘાનને ખાલી કરાવવા માટે પ્રયાસો કરવા જોઈએ.  રિપબ્લિકન ધારાસભ્યોએ કહ્યું કે, આપણે ૯/૧૧ ના દુ: ખદ હુમલા જેવા અન્ય અત્યાચારને રોકવા માટે પગલાં લેવા જોઈએ. “અમે માનીએ છીએ કે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે તાલિબાન દળો, નેતાઓ અને તેમને ભંડોળ આપતી તૃતીય-પક્ષ સંસઓને લક્ષ્ય બનાવીને તેના વર્તમાન પ્રતિબંધોના પ્રયત્નોને જાળવી રાખવા અને સંભવિત રૂપે વિસ્તૃત કરવા જરૂરી છે. તે સુનિશ્ચિત કરવા માટે તાલિબાન સામે કોઈ પ્રતિબંધ હટાવવામાં આવે તે જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.