Abtak Media Google News

કાર્યકર્તાઓને પોતાના વિસ્તારના હાલચાલ પૂછી સમગ્ર સ્થિતિનો તાગ મેળવતા અગ્રણીઓ

પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીની સંવેદનશીલ પરિસ્થિતીમાં ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા જનતાને જાગૃત કરી ’આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ કરવા માટે પ્રેરવા ચાલી રહેલ જનજાગરણ અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. ઋત્વિજભાઈ પટેલ, પ્રદેશ આઈટી અને સોશિયલ મીડિયા ક્ધવીનર ડો.પંકજભાઈ શુક્લા રાજ્યના વિવિધ જીલ્લા તેમજ મહાનગરના યુવા મોરચાના તેમજ આઇ.ટી-સોશિયલ મીડિયા વિભાગના અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે તારીખ ૨૯ એપ્રિલ થી વિડીયો કોન્ફરન્સના માધ્યમી દ્વારા સંવાદ કરી આરોગ્ય સેતુ એપ અંગે જાગૃકતા ફેલાવવા માટે જરૂરી માર્ગદર્શન આપી કાર્યકર્તાઓ દ્વારા થયેલ કાર્યોની સમીક્ષા કરી રહ્યા છે.

વિડીયો  કોન્ફરન્સના માધ્યમથી અત્યાર સુધી રાજ્યના ૧૮ જિલ્લા તેમજ ૮ મહાનગર ના કુલ ૧૧૭૫ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો છે. આ અન્વયે આજરોજ કચ્છ, મોરબી, મહીસાગર, નવસારી, પંચમહાલ, દાહોદ, પાટણ, બનાસકાંઠા જિલ્લાના અને રાજકોટ મહાનગર જૂનાગઢ મહાનગરના યુવા મોરચા અને આઈ.ટી-સોશિયલ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ સાથે આરોગ્ય સેતુ એપ વિષે વધુમાં વધુ જનજાગૃતિ ફેલાવવા અર્થે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સંવાદ કરવામા આવ્યો હતો.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે, કોરોનાવાયરસ સામેની લડતમાં ’આરોગ્ય સેતુ એપ’ ’બોડીગાર્ડ’ ની ભૂમિકા ભજવી રહ્યું છે, આ એપના માધ્યમથી નાગરિકોને સચોટ માહિતી, સાવચેતીના પગલા, આસપાસના વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા તેમજ લોકેશન અંગેની જાણકારી મળતી રહે છે તેથી આ એપ નાગરિકો માટે આશીર્વાદરૂપ છે.

પ્રદેશ સંગઠન મહામંત્રી  ભીખુભાઈ દલસાણીયાએ વિડીયો કોન્ફરન્સના માધ્યમી સંવાદમાં જોડાયેલા કાર્યકર્તાઓને મહત્તમ નાગરિકોને જવાબદાર નાગરિક તરીકે મોબાઈલ ફોનના ઉપયોગ દ્વારા ’આરોગ્ય સેતુ એપ’ના ફાયદાઓથી અવગત કરાવી તેઓને એપ ડાઉનલોડ કરવા પ્રેરિત કરવા આહવાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.