Abtak Media Google News

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ, ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ને કારણે દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને અનુસંધાને અને દેશની અર્થવ્યવસ્થાને ફરી વેગવંતી કરવા, આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલ રૂ.૨૦ લાખ કરોડનું વિશેષ આર્થિક પેકેજ દેશના ખેડૂતો, શ્રમિકો, મજૂરો, મધ્યમ વર્ગ, એમ.એસ.એમ.ઈ સેક્ટર સહિત દેશના તમામ વર્ગો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક અને મજબૂત નેતૃત્વમાં દેશ આત્મનિર્ભરતા તરફ અગ્રેસર બની રહ્યો છે, દેશની જનતામાં રાષ્ટ્રવાદની નવી ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે, નાગરિકો સ્વદેશી ઉત્પાદો ખરીદવા પ્રેરિત થઈ રહ્યાં છે.

કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે કરવામાં આવી રહેલ નીતિગત સુધારાઓની હકારાત્મક અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.સમગ્ર વિશ્વની નજર આજે ભારત ઉપર છે. ભારત પાસે સમગ્ર વિશ્વ સાથે સ્પર્ધા કરવાનું સામર્થ્ય છે, સંભાવનાઓનો અખૂટ ભંડાર છે, આફતને અવસર બનાવવાની કુશળતા છે. મોદી દેશને કોઈ એક કે બે ક્ષેત્રોમાં નહીં પરંતુ ‘ઇન ટોટો’ એટલે કે તમામ મોરચે સ્પેસ ટેકનોલોજી થી લઈને સમુદ્ર અને ખગોળશાસ્ત્ર સુધી, મેન્યુફેક્ચર ક્ષેત્રે, રક્ષા ક્ષેત્રે દેશને સ્વાવલંબી બનાવવાના સંકલ્પ સાથે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ લઈને આવ્યા છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત દેશને સ્વાવલંબી બનાવવાના પથ તરફ અગ્રેસર કરતી યોજના અંતર્ગત રૂ.૨૦ લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.