Abtak Media Google News
  • 39.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ શહેર બન્યું:10 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તેથી વધુ નોંધાયું

ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. 10 શહેરોનું તાપમાન 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. ગુજરાતના લોકો આકરી ગરમી માટે તૈયાર રહે. માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ ગઈ છે.

સોમવારે ગુજરાતના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ રહ્યું છે. દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે.

કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. તારીખ 19થી 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો ઘેરાઈ શકે છે. કેટલાક ભાગોમાં તા. 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. કચ્છના ભાગોમાં પવન વધુ રહે અને વાદળ રહેવાની શક્યતા છે. આ દરમિયાન દરિયાકિનારાના કેટલાક ભાગોમાં પણ પવન સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે.

  • અમદાવાદ – 6
  • વડોદરા – 0
  • ભુજ – 7
  • નલિયા – 2
  • અમરેલી – 0
  • પોરબંદર – 0
  • રાજકોટ – 1
  • સુરેન્દ્રનગર – 3
  • મહુવા – 8
  • કેશોદ – 8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.