Abtak Media Google News
  • ઉમેદવારની પ્રથમ યાદીમાં કોંગ્રેસ ગુજરાતની સાત બેઠકો માટે મૂરતિયા જાહેર કરી દીધા છે

ગુજરાતની લોકસભાની ર6 બેઠકો પૈકી કોંગ્રેસ દ્વારા 7 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જયારે ભરૂચ અને ભાવનગર બેઠક ગઠબંધનના ભાગરુપે આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. આવતીકાલે કોંગ્રેસ દ્વારા ગુજરાતની 10 થી 1ર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના હાલદેખાય રહી છે.

ગુજરાતમાં વર્ષ 2014 અને વર્ષ 2019 લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકયુ ન હતું. કરૂણ રકાસની હેટ્રીક ખાળવા પક્ષ આ વખતે ખુબ જ ગંભીરતા સાથે આગળ ધપી રહ્યું છે. ઉમેદવારોની બીજી યાદીમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતન સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા જયારે પ્રથમ યાદીમાં ગુજરાત માટે એક પણ નામ જાહેર કરાયા ન હતા આજે નવી દિલ્હી ખાતે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેકશન કમિટીની એક બેઠક મળશે. જેમાં ગુજરાત સહિત અલગ અલગ રાજયો માટે ઉમેદવારો નકકી કરવા મનોમંથન કરવામાં આવશે.

આવતીકાલે બુધવારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની વધુ એક  યાદી જાહેર કરવામાં આવશે. જેમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતની 10 થી 1ર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ગુજરાતની ર6 બેઠકો માટે 7 મેના રોજ ચુંટણી યોજવાની છે. હજી ઉમેદવાર નકકી કરવા માટે રાજકીય પક્ષો પાસે ઘણો સમય છે. જે બેઠકો પ્રમાણમાં થોડી મુશ્કેલ છે. તેના માટે ઉમેદવારો જાહેર કરવામાં થોડો સમય લેવામાં આવશે.કોંગ્રેસ સતત તુટી રહી છે. આવામાં પક્ષ માટે ઉમેદવારો નકકી કરવા મોટો પડકાર બની ગયો છે.

અમિત ચાવડા આણંદથી લોકસભા લડશે

ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અને આંકલાવના કોંગી ધારાસભ્ય અમિત ચાવડા લોકસભાની આગામી ચૂંટણીમાં આણંદ બેઠક પરથી લડશે તે લગભગ ફાઈનલ થઈ ગયું છે.આજે કોંગ્રેસની  સેન્ટ્રલ  ઇલેક્શન કમિટીની બેઠક મળનારી છે તે પૂર્વે દિલ્હી દરબારમાંથી અમિત ચાવડાને તાકીદનું તેડું આવતા તેઓ દિલ્હી પહોંચી ગયા છે. આવતીકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની

ત્રીજી  યાદી જાહેર કરવામાં આવનાર છે.જેમાં ગુજરાતની 10 થી 12 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરાય તેવી સંભાવના છે.જેમાં અમિત ચાવડાનું નામ પણ જાહેર કરી દેવામાં આવશે.

અમદાવાદ પૂર્વના બેઠક ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર

લોકસભાની ચુંટણી પૂર્વ કોંગ્રેસને એક પછી એક મોટા ફાફા પડી રહ્યા છે. એક તરફ પક્ષના દિગ્ગજ આગેવાનો પક્ષ છોડી રહ્યા છે ત્યારે વધુ એક ફટકો પડયો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાના નામની ધોષણા કરી હતી. તેઓના પિતા રાજકુમાર ગુપ્તાએ નાદુરસ્ત તબિયતના કારણે કોંગ્રેસ માંથી રાજીનામુ આપી દીધું છે. તેઓ હાલ બિમારી સબળ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારે રોહન ગુપ્તાએ પણ પિતાની કથળેલી તબિયતનું બહાનુ આગળ ધરી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચુંટણી નહી લડવાની ઇચ્છા વ્યકત કરતો પત્ર પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ શકિતસિંહ ગોહિલને પત્ર લખ્યો છે. તેઓએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારતા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. પક્ષે નવા ઉમેદવારની શોધખોળ પણ શરુ કરી દીધી છે. અમિત નાયક નામના કાર્યકરે ચુંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.