Abtak Media Google News

સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: કોઈ જાણભેદુ દ્વારા  હાથફેરો  કર્યાની આશંકા

મોરબીના સાવસર પ્લોટમાં આવેલ ગોકુલ હોસ્પિટલના પ્રથમ માળે આવેલ આર્યા મેડિકલ સ્ટોરમાંથી રોકડા રૂ.1.70 લાખની કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરીને લઇ ગયો હતો. સમગ્ર ચોરીની ઘટના હોસ્પિટલમાં રાખેલ અલગ અલગ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ જોવામાં આવતા ચોરીના બનાવ અંગે અત્રેના સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના સાવસર પ્લોટ શેરી નં.12 માં ગોકુલ હોસ્પિટલના પ્રથમ માળે આર્યા મેડિકલ સ્ટોરમાં તા.20 માર્ચ 2024ના રોજ રાત્રીના નવેક વાગ્યાના સમયે મેડીકલ સ્ટોર બંધ કરી ગયા હોય તે પહેલા મેડિકલના રૂપિયા 1.70 લાખ ટેબલના ખાનામાં રાખેલ હોય, ત્યારે ઇમરજન્સીમા કોઇ દવાની જરૂરત પડે તો કાઢી શકાય તે માટે મેડીકલ સ્ટોરની એક ચાવી ડોકટરની ઓફીસમા રાખેલ હોય. ત્યારે બીજા દિવસે તા.21/03 ના રોજ સવારે મેડિકલ સ્ટોરના ટેબલમાં જોતા રોકડની ચોરી થઇ ગાયનું માલુમ પડતા જેથી હોસ્પીટલના સી.સી.ટી.વી ચેક કરતા એક માણસ તા. 21 માર્ચના 2024ના રાત્રીના દોઢેક વાગ્યાના સમયે હોસ્પીટલમા પ્રવેશ કરે છે. અને દર્દીઓના સગા વહાલા સુતા હોય ત્યા સુઈ જઈ વહેલી સવારના પોણા પાંચેક વાગ્યાના સુધી સુઈ મોઢે રૂમાલ બાંધેલ હોય છે. ત્યારબાદ પાંચેક વાગ્યાના સમયે ડોકટરની ઓફિસમા જઈને મેડીકલ સ્ટોરની ચાવી લઇ, ચાવી વડે સ્ટોરના દરવાજાનો લોક ખોલી ટેબલના ખાનામાથી રોકડ રૂપીયા ની ચોરી કરતો હોવાનુ સ્પષ્ટ જોવામા આવ્યું હતું.

ત્યારે સમગ્ર ચોરીના બનાવ બાબતે મેડિકલ સ્ટોરના માલિક વિમલભાઇ જેરામભાઇ બોડા ઉવ.39 રહે.ધ્યેય એપાર્ટમેન્ટ ગોકુલમથુરા દલવાડી ચોકડીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાતા અજાણ્યા ચોર ઇસમના સગડ મેળવવા અલગ અલગ દિશાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.