Abtak Media Google News

જો મુસાફરે ટિકિટ કેન્સલ કરી હશે તો નિયમ મુજબ રેલવેને ચાર્જ ચુકવવો પડશે

રેલવે મુસાફરી માટે ટીકીટ બુક કરાવી હોય અને ટ્રેન કેન્સલ થઈ જાય તો તમામ મુસાફરોને ટીકીટના પુરા પૈસા પરત મળશે. રેલવે દ્વારા ટીકીટની રકમ આપોઆપ ખાતામાં જમા થઈ જશે એટલે કે હવે, મુસાફરોએ ટીકીટની રકમ પરત મેળવવા રેલવે સ્ટેશને ધકકા ખાવા નહીં પડે જે બેંક એકાઉન્ટ દ્વારા ટીકીટ બુક કરાવી હોય તે જ એકાઉન્ટમાં પુરા પૈસા જમા થઈ જશે.

જો ટ્રેન રદ થઈ હોય તો રેલવે ચોકકસપણે ટીકીટના પૈસા પરત કરશે પરંતુ જો કોઈ મુસાફરે તેના અંગત કારણોસર ટીકીટ રદ કરી તો તેને રીફંડ તો મળશે પણ આ માટે જે-તે મુસાફરે રેલવેના નિયમ અનુસાર ચાર્જ પણ વસુલવો પડશે. ઉ.દા.તરીકે એસીવાળા એકઝીકયુટીવ કલાસની ટીકીટ લીધી હોય અને તે પાછળથી રદ કરવી હોય તો ટીકીટના પૈસાનો મુસાફરને પાછા મળશે પણ આ માટે રૂ.૨૪૦નો ચાર્જ ચુકવવો પડશે. જો મુસાફરે એસીવાળા પ્રથમ અથવા દ્વિતીય કલાસની ટીકીટ લીધી હોય અને તે રદ કરતા મુસાફરે રૂ.૨૦૦નો ચાર્જ ચુકવવાનો રહેશે. જયારે ત્રીજા કલાસની ટીકીટ રદ કરતા રૂ.૧૮૦નો ચાર્જ ચુકવવો પડશે.

આઈઆરસીટીસીએ જણાવ્યું કે, જો ટ્રેનના શેડયુલ સમયના ૪૮ કલાક પહેલા ટીકીટ રદ કરાશે તો ઉપર મુજબના ચાર્જમાં ૨૫%નો ફાયદો મળશે એટલે કે ૨૫% ચાર્જ ઓછો ચુકવવો પડશે જયારે ટ્રેનના શેડયુલના ૧૨ કલાક પહેલા ટીકીટ રદ કરાશે તો ટીકીટનો રકમનો ૫૦ ટકા ચાર્જ ચુકવવાનો રહેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.