Abtak Media Google News

પરિવાર આધારસ્તંભ છે, એને મજબૂત રાખજો: અંજુ શર્મા

આપણે સ્ત્રીનું પણ સન્માન કરીએ: વિભાવરીબેન દવે

વડોદરાની એમ.એસ.યુનિ.એ યોજયો વેબિનાર

લોકડાઉનના સમયમાં પરિવારને જાણવાનો અને માણવાનો સમય મળ્યો છે. તેમ કોવિદના સમયમાં પરિવાર સાથેનો આનંદ વિષય પર એસ.એસ.યુનિ. આયોજીત વેબીનારમાં પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતુ.

કોવિડ ના સમયમાં પરિવાર સાથેનો આનંદ વિષય પર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી  આયોજિત વેબીનારમા  જ્ઞાનવત્સલ સ્વામીજી એ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્મા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે એ આશરે ૧૦૦૦૦ શ્રોતાઓ સાથે સંવાદ સાધ્યો હતો. વેબિનારની ભૂમિકા પ્રોફેસર પરિમલ વ્યાસે રજૂ કરી હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર મગન પરમારે કર્યું હતું.

શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીઓનું અંજુ શર્માએ જણાવ્યું હતું કે પરિવાર એ તમારો આધાર સ્તંભ છે તેને મજબૂત રાખવો જરૂરી છે.

શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીએ દવેએ જણાવ્યું હતું કે આપણે સમાજમાં કોરોના વોરિઇસ નું સન્માન કરી અને તાળીયોથી વધાવીએ. જ્ઞાન વત્સલ સ્વામી જીએ જણાવ્યું કે લોકડાઉન સમયમાં પરિવારને જાણવાનો અને માણવાનો સમય મળ્યો છે છોકરા સ્ટ્રીટ સ્માર્ટ હોય સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય તેની સાથે સાથે સંયમી, સંસ્કારી પણ હોય એ આવશ્યક છે તમારા ખાનદાન ના દિકરા-દિકરીઓ માં ખાનદાની  દેખાય એ માતા-પિતાની જવાબદારી છે

સ્વામીજીએ વધુમાં જણાવ્યુ કે જો તમારા છોકરા ભણવા ગણવા માં સારા હોય તેમની સંગત સારી હોય તો તેમનું કહેલું તમે માનો એ પણ જરૂરી છે એમના પર વિશ્વાસ રાખીને એમને જવાબદારીનું ભાન કરાવીને તેમને છૂટછાટ આપવી જોઈએ. સ્ટીવ જોબ્સ ના દીકરા ના સ્ટીવ જોબ્સે સમજાવ્યા પછી કિશોરવય સુધી આઇફોન વાપરતા ન હતા.

પરિવારમાં સામંજસ્ય થી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે જો માનસિક સ્વાસ્થ્ય સારું નહીં રહે તો તેની અસર તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ થતી હોય છે. મારા પરિવારમાં સુખી થવાના મંત્ર હુ પોતાની જાતને  સુધારીશ હું પોતાની વાત પરિવારજનો સમક્ષ મુકીશ પણ મારું કહેલું જ થાય એવો દુરાગ્રહ નહીં રાખું. મારા પરિવારને ખૂબ પ્રેમ કરીશ તેમ સ્વામીજીએ જણાવ્યું હતું. લોકડાઉન અંગેની મહત્વપૂર્ણ બેઠક ને કારણે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વેબિનારમા જોડાઈ શકયા ન હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.