Abtak Media Google News

એક શાયર કહે છે કે શહેર તો જૂનું લાગે છે, પણ જાણે કેમ તેનો આંદાજ બદલાયેલ- બદલાયેલ રહે છે.

હવે દેખાતા નથી તે શેરીમાં રમતા છોકરાઓ ,જે આપણું નાનપણ થોડી વારમાં યાદ કરવી દે.

આયા કેટલી સરળતાથી લેખકે નાનપણનું દુઃખ લખી દીધું  હા એ વાત સાચી છે કે હવે આપણને 9૦ ની  પરંપરાગત રમતો ક્યા જોવા મળે છે, જે એક વખત જોઈને જ દિલ કહે કે કાશ આંજે પણ બાળક હોત.આજકાલ તો રમત પણ કમ્પ્યુટર માં આવી ગયા છે આપણે વાત કરી રહ્યા છે જે ભારત ના પરંપરાગત રમત છે જેને નથી રમ્યા  તો આપણે  ક્યાંય રમ્યા નથી. વિચારો ગિલ્લી-દંડા, કંચા લટ્ટુ અને સેવન સ્ટોન્સ ચલો તમને લઈ જઈએ એ દુનિયામાં જે આપણે ધણી પાછળ છોડી આવ્યા છે

કંચા(લખોટી)

2 30

કંચા તે સમય માં પરંપરાગતરમત હતી રોઝ શેરીમાં  બાળકોને કંચા લઇને તે સમયે ઝગડતા કેટલા સરળતાથી મળી રહેતા આ રમત માં, કેટલાક માર્બલ્સની ગોળીઓ બાળકો પાસે હોય છે. એક ગોળી થી બીજી ગોળી ને નિસાન લગાવાનું હોય છે અને નિસાન લાગી જાય તો તે ગોળી આપણી થઈ જાય કયારેક આખા ઉત્તર ભારતમાં આ રમત રમતી આ રમત આજે પૂર્ણ થઈ ગઈ આજે  માત્ર ઉત્તર ભારતના કેટલાક જ વિસ્તારોમાં રહી છે.

પોસંપા

12 9યાદ કરો, શાળામાં જતા જ દફતર ક્લાસમાં રાખતા અને. પોસંપા રમવા ભાગતા આમાં બે છોકરા હાથ પકડી ને એક ચેન બનાવતા અન્ય સાથીને તેમાંથી પસાર થવું પડે. અને  એક ગીત ગાવામાં આવે છે, પોસંપા ભાઈ પોસંપ, લાલ કિલામાં શું થયું, સોરૂયાની ઘડિયાળ ચોરાય, હવે તો જેલમાં જવું પડસે , જૈલ રોટી ખાવિ પડસે અને તે પછી આ ચૈન બંધ થઈ જાય છે, જે છોકરા અદર રહી જાય અને ગીત પૂરું થઈ જાય તોટે આઉટ ગણાય છે

લટુ(ગરિયો/ઝારી)

Spinning Top Mid

આ રમતમાં, લાકડાનો એક ગોળા હોય છે.જેના છેડે એક લોખડની ખીલી હોય છે અને તેને લટટુ કહેવામાં આવે છે. તેની આસપાસ એક દોરી વીંતીનેટીને, તેને જમીન પર ચાલવું જોઈએ. આ રમત અનેક રીતે રમી સકાય છે, જેમ બીજાથી ઝડપી ચલાવવા અને બીજી લાટુઓની સાથે ભટકાડીને.આજે આ રમત સપુર્ણ પણે બંધ થઈ ગયો છે.

પીઠો અથવા સેવન સ્ટોન્સ

4 16ગરમીની તે બપોરે, જ્યારે ઊંઘ ન આવે ત્યારે ત્યાં નિકણી જતા ગલીના બાળકો એક ઝૂડ સેવેન સ્ટોન્સ રમવા. અહીં એક દડાથી સાત પથ્થરોને પાણી દેવામાં આવે છે આ પત્થર એક પર ઉપર રાખવામાં આવે છે અને કેટલાક અંતરાયથી આને નિશાન બનાવી ને પથ્થરને પડવાના હોય છે પથ્થર પડ્યા પછી તેને ફરીથી એક  ઉપર એક ગોઠવના હોય છે. જો તે રાખતી વખતે તમારી ટીમના કોઇ ખેલાડીને અથવા તમને દડો લાગી જાય તો તે આઉટ થઇ જાય છે

ગીલ્લી દંડા (મોઈ ડાંડી)1 35પુરા હિન્દીભાષી વિસ્તારોમાં આ રમત સૌથી ઉપર રહેતી હતી તો કેટલાક વિસ્તારોમાં આ રમત રમાયરહી છે, પરંતુ આ આજે છે, ક્યાક ને ક્યાંક દૂર થઈ ગઈ છે તેને એક વેલણ આકાર ની લાકડી થી રમી શકાય છે જેની લંબાઈ બેસબોલ અથવા ક્રિકેટના બેટ બરાબર હોય છે અને આ જ પ્રકારની નાની લાકડીને  ગિલી કહેવામાં આવે છે. એક ખેલાડી ગીલ્લીને લાકડીની મદદથી મારે છે અને બીજો ખેલાડીતે ગીલ્લી ને પકડવાનો(કેચ) પ્રયાસ કરે છે. જો તે પકડાય(કેચ)થય જાય તો તે આઉટ.નકર ગીલ્લી જ્યાં પયડી ત્યાંથી લાકડીને મારવાની હોય છે

આ રમતોની  એક ખરાબ વાતએ થઈ કે તેમને ‘ખરાબ રમત’ કહે છે. આ રમતો રમતા બાળકોને આ , રમતો રમતા રોકી દીધા જેમ જેમ આપણે 21મીમી સદીમાં પ્રવેશ કરતા ગયા તેમ તેમ આ રમતો પોતાનો દમ તોડી રહ્યા છે અને આજે લગભગ તે આપણા નાનપણમાં થી ગાયબ થય ગયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.