Abtak Media Google News

અબતક,રાજકોટ

મોરબી તાલુકાના મકનસર ગામે કુદરતી હાજતે જવાની ના પાડતા યુવાન ઉપર બે ભાઈ સહિત ચાર શખ્સોએ પાઈપ અને છરી વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી નજીક નવા મકનસર ગામે રહેતા કુવર બચુભાઈ પરમાર નામના યુવકને ગામનાજ સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને લાલો મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઉપરોકત ચાર શખ્સોને કુવર પરમારએ પોતાની જગ્યામાં કુદરતી હાજતે જવાની ના પાડી અને અહીથી નિકળવાની ના પાડતા બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં ઉપરોકત ચારેય શખ્સોએ ધોકા અને છરી વડે મારમાર્યાનું ખૂલતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.