Abtak Media Google News

Table of Contents

વિજયભાઇને સવાયા સાબિત કરવા ઋણ સ્વીકાર સમારોહ: વિવિધ સમાજ-સંગઠનોમાં સ્વયંભૂ ઉત્સાહ

આપણે ત્યાં એવી માન્યતા છે કે પોલીસ જમાદાર નિવૃત થાય પછી એના પટ્ટા ઢીલા થઇ જાય, સરકારી કર્મચારી નિવૃત થાય પછી એ ખૂદ ઢીલા થઇ જાય પણ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પોતાના પદ પરથી સેવાનિવૃત થયા પછી પ્રજાકીય પ્રેમ, રાજકોટીયન્સની ઋણ સ્વીકાર ભાવનાથી તેમના પટ્ટા જાણે ટાઇટ થયા છે ! આ પરિવર્તન પૂનરાવર્તનનો પવન ફૂંકી રહ્યું હોવાનો અહેસાસ થઇ રહ્યો છે.

આવતીકાલે સાંજના 5:00 કલાકે વિજયભાઇ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા અને ઋણ સ્વીકારનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ કાલાવડ રોડ પર આવેલ અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં યોજાનાર છે ત્યારે શહેરના તમામ સમાજના લોકો, વિવિધ સંસ્થાઓ, સંગઠનો ઉમળકાભેર કાર્યક્રમમાં જોડાવા તત્પર છે. આ ઉત્સાહ સ્વયંભૂ જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં ક્યારેય ન યોજાયેલો હોય તે પ્રકારનો આ સમારોહ આવતીકાલે યોજાશે. આ માટે આયોજક સમિતિએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે.

રાજકોટ મશીનરી ડીલર્સ એસો. ઋણ સ્વીકાર સમારોહમાં ઉમળકાભેર જોડાશે

Screenshot 1 26

રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાજકોટ શહેર નાગરીક ઋણ સ્વીકાર સમિતિ દ્વારા ‘ઋણ સ્વીકાર સમારોહ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને અઢળક સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેમાં એઇમ્સ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, બસ પોર્ટ, રેસકોર્ષ-2, અટલ સરોવર, રાજકોટ, અમદાવાદ 6 લેઇન હાઇવે જેવી અગણીત પ્રકલ્પો પોતાના મુખ્યમંત્રીના સમય ગાળા દરમ્યાન રાજકોટને વિજયભાઇ રૂપાણીએ ભેટ આપી છે. તેમાં ઉત્સાહ અને ઉમળકો ભેર જોડાવા રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશનનું નિમંત્રણ સાથે આમંત્રણ છે. તમામ સભ્યો મિત્રો આ કાર્યક્રમમાં જોડાય તેવી પૂરી કારોબારી સભ્યોની લાગણી છે.

‘અબતક’ની રૂબરૂ મુલાકાતમાં મનસુખભાઇ પટેલ, જયંતિભાઇ ટીલવા, અશ્ર્વિનભાઇ પટેલ, જીતેન્દ્રભાઇ મહેતા, નવનીતભાઇ કલ્યાણી, પ્રકાશભાઇ અંબાણી, વસંતભાઇ સેજપાલ, પ્રદિપભાઇ ટાંક, શરદભાઇ સેજપાલ, રાજુભાઇ ભાડલીયા, પીયુષભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

વિજયભાઇ પોતાની કામગીરીથી સુપર સીએમ બન્યાં: સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્સચેન્જ

Screenshot 2 21 રાજકોટનાં પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીનાં ભવ્યાતિભવ્ય ઋણ સ્વિકાર કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્ષચેન્જનાં અગ્રણીઓ પણ જોડાશે.

રાજકોટવાસીઓને અપાર સ્નેહ આપનાર અને રાજકોટનો ચોતરફ વિકાસ કરનાર સૌના લાડીલા એવા ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રએ માત્ર શહેરીજનો જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્રે પણ અનેક લાભ ખેડૂતોને આપ્યા છે. ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ તાત્કાલીકનાં ધોરણે અમલ કરાવેલ જે ખૂબ જ સરાહનીય બાબત છે. રાજકોટની વધતી જતી ટ્રાફીક સમસ્યાનાં નિરાકરણ માટે અનેક રાજમાર્ગો ઉપર ઓવરબ્રિજ-અન્ડરબ્રિજનું નિર્માણનો પ્રારંભ કરાવેલ છે.

ગરીબ તેમજ મધ્યમ વર્ગનાં લોકો માટે ઘરનાં ઘરનાં સપના સાકાર કરવા રાજકોટનાં અનેક વિસ્તારમાં નાની-મોટી આવાસ યોજના એ પણ સંપૂર્ણ સગવડતા સાથે નિર્માણ કરેલ. સાથે સાથે રાજકોટને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પહોંચી દેશ-વિદેશમાં વ્યાપાર વૃધ્ધિ માટે રાજકોટની ભાગોળે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ મુખ્ય બાબત રહી છે તો સાથે સાથે લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાને લઇ સૌરાષ્ટ્રવાસીઓને સારામાં સારી તબીબી સારવાર મળી રહે તે માટે સમગ્ર ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટ ખાતે નિર્માણ પામી રહી છે જે દર્દીનારાયણ માટે આશિર્વાદ સમાન બની રહેશે.

આ કાર્યક્રમમાં સમસ્ત શહેરીજનોને ઉપસ્થિત રહેવા મીલનભાઇ મીઠાણી, બીપીનભાઇ મહેતા, મુકેશભાઇ દોશી, નંદકિશોરસિંહ જાડેજા, સુનીલભાઇ શાહ, જયેશભાઇ શાહ (સોનમ), પરેશભાઇ કોટક (જે.વી.), બાલુભાઇ પરસાણા, હસમુખભાઇ બલદેવ, ચીમનભાઇ માટલીયા, તરૂણભાઇ શાહ, અજયભાઇ શેઠ વગેરે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વધુમાં વધુ સભ્યોને જોડાવવા અપીલ કરી હતી.

ગ્રેટર ચેમ્બર વિજયભાઈને પ્રશસ્તીપત્ર અર્પણ કરી ઋણ સ્વીકાર કરશેScreenshot 6 12

ગુજરાત રાજયના ભૂતપૂર્વ સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઇ રૂપાણીની મુખ્યમંત્રી તરીકેની કારર્કિદી દરમ્યાનના સમયમાં વેપાર ઉદ્યોગ તથા લોકોપયોગી કરેલ કાર્યનું ઋણ સ્વીકારી તેમનું અભિવાદન કરવા રાજકોટ શહેરના જુદા જુદા ક્ષેત્રોના આગેવાનોની બનેલ નાગરીક સમિતી દ્વારા તા. 08/10/2021 ને શુક્રવારના રોજ સાંજના પ:00 વાગ્યાથી, ઇઅઙજ હોલ, સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ ખાતે આયોજન કરવામાં આવેલ છે.

તે દરમ્યાન રાજકોટના વેપાર ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ તેમની કારર્કિદી 1825 દિવસો દરમ્યાન લોકહિત તથા વેપાર ઉદ્યોગના વિકાસ અંગેની 1750 જાહેરાતો કરી ગુજરાત રાજયના વેપાર ઉદ્યોગને વિકાસની ફાસ્ટટ્રેક પર મુકેલ છે. તેમના કાર્યકાળ દરમ્યાન થયેલ કાર્યોની નોંધ લઇ રાજકોટના વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા રાજકોટની પ્રજા તેમના ઋણ સ્વીકારનો ભાવ વ્યકત કરવા અંગે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં ગ્રેટર રાજકોટ ચેમ્બરના પદાધિકારીઓ તથા આશરે 2000 થી વધુ સભ્યો પણ વિજયભાઇ પ્રત્યેની લાગણીરૂપે હાજર રહી ઋણ સ્વીકાર કરનાર છે.

શિક્ષણક્ષેત્રે વિજયભાઇના નિર્ણયો હૃદયમાં કાયમ જીવંત રહેશે: સૌ. યુનિ. સેલ્ફ ફાયનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસો.Screenshot 8 6

રાજકોટના શહેરના સર્વક્ષત્રીય વિકાસની તકો ઉભી કરી ભવ્ય અને દિવ્ય રાજકોટના નિર્માણમાં જેમનું પ્રત્યક્ષ યોગદાન રહ્યું છે તેવા રજુઆત રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સંવેદનશીલ અને નિર્ણાયક સરકારના નિર્માતા વિજયભાઇ રૂપાણી પરત્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસો. સમર્થન આપી રહ્યું છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે વિજયભાઇ રૂપાણીએ વિઘાર્થી લક્ષી સંસ્થાલક્ષી હકારાત્મક અભિગમથી પારદર્શક ઓનલાઇન પ્રક્રિયા શરુ કરાવીને શિક્ષણ ક્ષેત્ર માટે પોતાનો ઉમદા અભિગમ દાખવ્યો છે.

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાટે વિજયભાઇ રૂપાણી કાયમી ચિંતિત રહ્યા છે. નવા પ્રવેશ પામતા વિઘાર્થીઓને ટેકનોલોજીથી સંકલિત કરવા માટે ટેબલેટ વિતરણ કરી ગુજરાતનો વિઘાર્થી વિકાસ સાથે કદમ મિલાવી શકે તે વ્યવસ્થા ઉભી કરી આ ઉપરાંત ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ શૈક્ષણિક વહીવટી પ્રક્રિયા તથા પરિણામની વ્યવસ્થાને ઓનલાઇન કરીને વિઘાર્થીઓ તેમજ સંસ્થાઓને સુગમતા અને સમયની બચત તેમજ પારદર્શક વહીવટની એક પ્રક્રિયા પરિણામલક્ષી શરુ કરવામાં આવી.

ગુજરાતની તમામ યુનિવર્સિટીને અંદાજીત પ થી 10 કરોડ રૂપિયાની ગણત ફાળવીને વિઘાર્થી વિષયક વિકાસલક્ષી વ્યવસ્થા ઉભી કરવામાં ઉત્તમ અભિગમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રહ્યો.

નવી શિક્ષણ નિતીના સંદર્ભમાં તેના અમલીકરણ માટે સતત વ્યકિતગત માર્ગદર્શન તથા શિક્ષણ બોર્ડ અને ગુજરાતની યુનિવર્સિટી સાથે સતત સંકલન કરી શિક્ષણ ક્ષેત્રમાં નવીનતમ અભિગમ રૂપાણીએ દાખવ્યો છે. સર્વક્ષેત્રીય વિકાસની ચોકકસ માનસિકતા સાથે વિજયભાઇ રૂપાણી કાર્યપ્રવૃત રહ્યા ત્યારે રાજકોટ શહેરની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એસો. ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સામેલ થઇને  વિજયભાઇ રૂપાણી પરત્વે ભાવ વ્યકત કરશે.

વિજયભાઇની કામગીરી કોઇ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી: વેપારી એસોસિએશનScreenshot 7 7

ખરાઅર્થમાં કોમન મેન એવા વિજયભાઇ ગુજરાતના સર્વાગી વિકાસ માટે પાંચ વર્ષ સુધી રાત-દિવસ તનતોડ મહેનત કરી છે. અને તે બદલ ગુજરાતની પ્રજા તેમના ઋણ સ્વિકાર કોઇપણ સ્વરુપે કરે તે નાનુ લાગે, ગુજરાત રાજયમાં ઇન્ફાસ્ટ્રકચર કે કોવિડ સમયે આરોગ્ય ક્ષેત્રે વિજયભાઇ એ કરેલી કામગીરી કોઇપણ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

વિજયભાઇએ ઇન્ફાસ્ટ્રકચર ક્ષેત્રે રાજકોટ, અમદાવાદ સીકસલેન્ડ, રાજકોટ-મોરબી સીકસલેન્ડ, ગુજરાતના વિવિધ શહેરો અને હાઇ-વે પરના ઓવરબ્રિજ, ધાર્મિક સ્થળોના વિકાસ જેવા અનેક કાર્યો દ્વારા ગુજરાતનો સર્વાગી વિકાસ કરવાની પૂર્ણ કોશીસ કરેલી છે.

વિજયભાઇ રૂપાણીએ ઇઝ ઓફ ડુઇગ બિઝનેશ દ્વારા ગુજરાતના આર્થિક ક્ષેત્રે પણ હરણફાળ ભરવામાં મદદરુપ થયા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ, મલ્ટીસ્પેશ્યાલીસ્ટ સીવીલ હોસ્પિટલ, જનાના હોસ્પિટલનું નવીનીકરણ જેવા અનેક કાર્યો દ્વારા રાજકોટનો વિકાસ કરે છે.

આ સર્વાગી કાર્ય બદલ વેપારી આગેવાનો વિજયભાઇનો ઋણ સ્વિકાર કરવા માંગે છે. આવતીકાલના કાર્યક્રમમાં સર્વે વેપારીઓને સહપરિવાર હાજરી આપી અને પોતાની  લાગણી અભિવ્યકત કરતા આગેવાનોએ અપીલ કરી છે.

આ માટે દિનેશભાઇ કારીયા (ગુજરાત ટી ટ્રેડર્સ એસો.), પ્રણંદ કલ્યાણી, બીપીન કેસરીયા, ભુપેન્દ્રભાઇ છાટબાર, પંકજભાઇ બાટવીયા, મહેશભાઇ મહેતા, કિરપાલભાઇ કુંદણાની, ભરતભાઇ સોમૈયા, મનીષભાઇ પટેલ, રાકેશભાઇ શાહ, પ્રશાંતભાઇ ગાંગડીયા, મનીષ કલ્યાણી ભરતભાઇ વગેરેએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ઋણ સ્વીકાર સમારોહમાં મોટી સંખ્યામાં અનુસુચિત જાતિના લોકોને ઉમટી પડવા હાંકલ કરતા આગેવાનોScreenshot 9 5

ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આવતીકાલે જાજરમાન ઋણ સ્વીકાર સમારોહ યોજાનાર છે. જેમાં વિવિધ સમાજો, શહેરના સંગઠનો, સંસ્થાઓ જોડાનાર છે. આ ભવ્યાતિભવ્ય સમારોહમાં અનુસુચિત જાતિના લોકો પણ જોડાનાર છે. આ સમારોહમાં મોટી સંખ્યામાં લોકોને ઉ5સ્થિત રહેવા ‘અબતક’ની મુલાકાતે આવેલા મહેશ અધેરા, ડી.બી. ખીમસુરિયા, વજુભાઇ લુણશીયા, અનિલ મકવાણા, દિનેશ બગડા, અજય પરમાર ગૌતમ ચૌહાણ વગેરેએ અપીલ કરી છે.

સમસ્ત બ્રહ્મ સમાજના બ્રહ્મ પરિવારો વિજયભાઈ રૂપાણીના ઋણ સ્વીકાર સમારોહમાં ઉત્સાહભેર જોડાશે: તેજસ ત્રિવેદીScreenshot 10 2

રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીના કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મપરિવારોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બ્રહ્મ યુવા અગ્રણી તેજસ ત્રિવેદી દ્વારા અનુરોધ કરાયો છે . વિજયભાઈ રૂપાણી ઉપર બ્રહ્મસમાજના આશીર્વાદ વરસતા રહ્યા હતા છે અને હરહંમેશા વરસતા રહેશે.

રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેની સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં પ્રજાના વિકાસના કામોને લઈને બ્રહ્મ પરિવાર વતી બ્રહ્મ યુવા અગ્રણી તેજસ ત્રિવેદીએ આભાર વ્યકત કર્યો હતો . રાજકોટ હોય કે ગુજરાત દરેક સમાજને સાથે લઈને ચાલનાર પૂર્વ મુખ્ય મંત્રી  વિજયભાઈ રૂપાણીએ

અમૂલ્ય ભેટો આપેલ છે . જેની રાજકોટની પ્રજા કયારેય પણ ભૂલી શકશે નહી. કાલે પ્રમુખ સ્વામી હોલ , અક્ષર મંદિર , કાલાવડ રોડ , રાજકોટ ખાતે સાંજે 5 થી 7 કલાકે રાજકોટ નાગરીક ઋણ સ્વીકાર સમિતિ દ્વારા એક જાજરમાન અને ગરીમા પૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે . તો સમસ્ત બ્રહ્મ પરિવારોને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ . આપણા સમાજના લોકોના હૃદયમાં વિજયભાઈનું એક અલગ જ સ્થાન છે . જયારે આ સમારોહમાં તેમના દ્વારા કરેલા કાર્યોનું ઋણ સ્વીકાર થશે.

આ કાર્યક્રમમાં તમામ બ્રહ્મ પરિવારો , તળગોળ અને બ્રહ્મસમાજની નાની મોટી સંસ્થાઓને જોડાઈ ઋણ સ્વીકાર કાર્યક્રમનું સફળ બનાવવા બ્રહ્મ યુવા અગ્રણી તેજસ ત્રિવેદીએ ખાસ અનુરોધ કરેલ છે.

વિજયભાઇ રૂપાણીના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પાર્કિંગની વ્યવસ્થા

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજકોટ શહેર નાગરિક ઋણ સ્વીકાર સમિતિ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમને દશે દિશાઓમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આવતીકાલે કાલાવડ રોડ પર આવેલ બીએપીએસ અક્ષર મંદિરમાં સાંજે 5 વાગે કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં શહેરના નગરજનો ઉપસ્થિત રહેવાના હોય  આયોજક કમિટિ તરફથી પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમાં સ્કૂટર માટે કણસાગરા કોલેજ તેમજ ધમસાણીયા કોલેજમાં વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો આમંત્રિત ભાઇઓ-બહેનોએ લાભ લેવા અને ટ્રાફિક નિયમનમાં સહયોગ આપવા અપીલ કરાઇ છે.

ઋણ સ્વીકાર કાર્યક્રમમાં વાલ્મીકી સમાજ દ્વારા વિજયભાઇ રૂપાણીનું કરાશે અભિવાદન

Screenshot 11 3 રાજકોટના પનોતા પુત્ર અને રાજકોટનું હિત જેમના હૈયે વસેલું છે તેવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આવતીકાલે જાહેર અભિવાદન કાર્યક્રમ રાજકોટ વાલ્મિકી સમાજ પણ તેમનું અભિવાદન કરશે.

વિજયભાઇ રૂપાણી જ્યારે 1996-97માં રાજકોટ મહાનગરપાલિકાના મેયર હતા ત્યારે પણ વાલ્મિકી સમાજ અને સફાઇ કામદારોનું હિત તેમના હૈયે વસેલું હતું અને 1145 જેટલા સફાઇ કામદારોની ભરતી કરાવી તેમને રોજગારી પૂરી પાડેલ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન તેઓએ રાજકોટ મહાનગરપાલિકાના સફાઇ કામદારોને સ્વૈચ્છીક રાજીનામું આપી, તેમના વારસદારોને નોકરી, અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને નોકરી અપાવવી, 520 જેટલા સફાઇ કામદાર આવાસનું નિર્માણ અને તેમાં પણ ગુજરાત સરકારની સબસીડીનો લાભ એવા નાના-મોટા ઘણા મહત્વના પ્રશ્નો સફાઇ કામદાર તેમજ વાલ્મિકી સમાજના હલ કરેલ છે તે બદલ વાલ્મિકી સમાજ સદાય તેમનો આભારી રહેશે.

આવતીકાલે મંત્રી જીતુભાઇ વાઘાણીની ‘જન આશિર્વાદ યાત્રા’નું સ્વાગત ભારતીય જનતા પાર્ટી સફાઇ કામદાર સેલ દ્વારા કરવામાં આવનાર હોય, તેમાં પણ વાલ્મિકી સમાજ અને સફાઇ કામદારોને ઉમટી પડવા અપીલ કરેલ છે.

આ અભિવાદન સમારોહમાં વાલ્મિકી સમાજના આગેવાન મુકેશ પરમાર, સફાઇ કામદાર સેલના પ્રમુખ અજયભાઇ વાઘેલા, દિલીપભાઇ વાઘેલા, ભરતભાઇ વાઘેલા, કપિલભાઇ વાઘેલા, અજયભાઇ પરમાર, પટેલ મુનાભાઇ વાઘેલા, દિનેશભાઇ ગોહેલ, રામભાઇ પરમાર, ગૌતમ ચૌહાણ, જગદીશભાઇ ઘાવરી, હિતેશ ઢાકેચા, યોવન મેવાડા, ગિરધર વાઘેલા, સુનીલ મકવાણા, લલીતભાઇ પરમાર વગેરે જોડાશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

ઋણ સ્વીકાર સમારોહમાં શહેરની વિવિધ 1ર સામાજીક સંસ્થાઓ જોડાશેScreenshot 12 1

રાજકોટ શહેર નાગરીક ઋણ સ્વીકાર સમીતી દ્વારા ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રત્યે અહોભાવ વ્યકત કરવા અને તેઓના ઋણ સ્વીકાર કરવાનો ગરીમાપૂર્ણ કાર્યક્રમ આવતીકાલે સાંજના પ વાગે કાલાવડ રોડ પર આવેલ અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ મંદિરમાં યોજાનાર છે. જેમાં સામાજીક સંસ્થાઓની પડખે હંમેશા ઉભા રહેલા અને માર્ગદર્શક તરીકે પણ કાર્યરત રહેલા વિજયભાઇ રૂપાણીના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં રાજકોટની નાની, મોટી તમામ સામાજીક સંસ્થાઓ પણ જોડાશે. રાજકોટ શહેરની તમામ સામાજીક સંસ્થાઓને સમયસર કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

‘અબતક’ની રૂબરૂ મુલાકાત દરમ્યાન ભરતભાઇ સોલંકી (સરગમ કલબ, ઉપેનભાઇ મોદી (દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમ), અનુપમ દોશી (વિવેકાનંદ યુથ કલબ), ભાગ્યેશ વોરા (ફીડમ યુવા વર્ગ), કે.ડી. કારીયા (બજરંગ મિત્ર મંડળ), અરવિંદભાઇ વોરા (લાફીંગ કલબ), હસુભાઇ શાહ (થેલેસેમીયા જનજાગૃતિ સમિતિ), જયદીપ કાચા (વાત્સલ્ય ટ્રસ્ટ), પુજાબેન પટેલ (પ્રયાસ), જનાર્દનભાઇ આચાર્ય (ચક્ષુદાન પ્રચાર પ્રસાર સમિતિ), સુનિલ દામાણી (સહારા યુવા ગ્રુપ) હરીશભાઇ હરિયાણી (રેસકોર્ષ ઉકાળા કેન્દ્ર) વગેરે હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.