Abtak Media Google News

યુ.એસ. રાષ્ટ્રીય સુરક્ષાનાં જોખમનાં કારણે ચાઈનીઝ રોકાણ અથવા ભંડોળ ધરાવતી કંપનીઓ સામે કામ કરવાનો કરે છે ઈન્કાર

બુદ્ધિ કોના બાપની???

કહેવાય છે કે જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે પણ કયાંક એવી પણ માનસીકતા જોવા મળે છે કે, જ્ઞાનને વેચવા અથવા તો અન્ય કોઈને આપવામાં આવે તો તે જ્ઞાન આપનાર કરતા આગળ નીકળી જતો હોય છે અને તે ડરથી તે જ્ઞાન પણ નથી આપતો. વાત કરે છે ‘થ્રી ઈડિયટસ’ મુવીની તો તેમાં પણ આમીર ખાન કહે છે કે ‘હર જગહ જ્ઞાન બટ રહા હે, કહી સેભી બટોર લો’ પરંતુ હકિકત શું છે અને તેનું નિરાકરણ શું તે જોવા કદી લોકો ટેવાયેલા નથી, માત્ર ડર રહેલો છે કે જ્ઞાન મેળવી કોઈ આગળ ન વધી જાય.

એવી જ પરિસ્થિતિ હાલ યુનાઈટેડ નેશન્સની છે. યુએસને ડર છે કે તેમની બુદ્ધિ ક્ષમતા લુંટાય જશે જેથી તેઓએ તેમની ટેકનોલોજીનાં નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. જયારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહિવટી માળખું પોતાની આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સને રાષ્ટ્રીય સલામતી કારણોસર સંવેદનશીલ તકનીકોનાં નિકાસ પર પ્રતિબંધ મુકવા માટે તપાસ કરી રહ્યું છે.

વાત સામે આવી રહી છે કે બેઈજિંગ સાથેના વેપારમાં ઘર્ષણમાં વધારો થવાથી યુ.એસ.પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે આવશ્યક કેટલીક તકનીકોમાં વેચાણને નિયંત્રિત કરવાની દરખાસ્ત મુકી છે અને નિકાસને કઈ રીતે અટકાવી શકાય તે માટે મંત્રણા પણ ચાલી રહી છે. યુએસનાં વાણિજય વિભાગે જણાવ્યું હતું કે, અમેરિકા પોતાની ન્યુરલ નેટવર્ક, રિસર્ચ, કોમ્પ્યુટર આઈ, કુદરતી ભાષાની પ્રક્રિયા, ઓડિયો-વિડીયો મેનીપ્યુલેશન સહિત અનેક તકનીકી પર નિયંત્રણ મુકવામાં આવશે.

આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સે સ્માર્ટફોન, કનેકટેડ સ્પીકર્સ, સેલ્ફ ડ્રાઈવિંગ કાર સહિત યુએસ તકનીકી કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઘણા કોમ્પ્યુટર તેના ઘટક છે. જયારે નિકાસ કર્બની તપાસ માઈક્રોપ્રોસેસર ટેકનોલોજી, કવોન્ટસ કમ્પ્યુરીંગ, રોબોટિકસ અને અન્ય ક્ષેત્ર માટે કરવામાં આવશે. ફેડરલ રજિસ્ટર નોટિસે જણાવ્યું હતું કે, વિજ્ઞાન ટેકનોલોજી, એન્જીનિયરીંગ અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં યુ.એસ નેતૃત્વ પર નકારાત્મક અસર કરતા ચોકકસપણે ઉભરતી તકનીકો માટેના નિયંત્રણોની તપાસ કરી રહ્યું છે.

કોસ્ટ્રોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો યુ.એસ. સરકાર આર્ટીફીશીયેલ ઈન્ટેલીજીન્સ ટેકનોલોજીનાં નિકાસ પર પ્રતિબંધ મુકશે તો અન્ય દેશો સંભવત: પારસ્પરિક નીતિઓ બનાવશે અને યુ.એસ.ની સામે ટેકનોલોજીને લઈ સામે ઉભા રહેશે એટલે કયાંકને કયાંક યુ.એસ. પણ ચિંતામાં મુકાયું છે કે, આર્ટીફીશીયલ ટેકનોલોજીનો ઉપયોગ અને તેના નિકાસ પર કેવી રીતે પ્રતિબંધ મુકી શકાય તેનો બીજો અર્થ એ પણ થાય છે કે, કેટલીક કંપનીઓ ચોકકસ બજારોમાંથી લોક થઈ ગઈ છે. જેનાથી અન્ય દેશોમાં કંપનીઓ નિયંત્રિત થઈ શકે છે.

ચીન સહિતની ઉભરતી તકનીકીમાં આવશ્યક આંતરરાષ્ટ્રીય સંશોધનનાં સહયોગનાં પ્રકારને અટકાવશે.

જયારે સેન્ટર ફોર સ્ટ્રેટેજીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્ટડીઝે આ નવેમ્બર મહિનાની એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ક્રોસ બોર્ડર રોકાણોને ધ્યાનમાં રાખીને આર્ટીફીશ્યેલ ઈન્ટેલિજન્સ અને રાષ્ટ્રીય સલામતીને ધ્યાનમાં રાખીને કંપનીમાંથી તકનીકી મેળવવા સફળ થાય છે અથવા રોકાણ દ્વારા શ‚ કરે છે તે રાષ્ટ્રીય સલામતીને નુકસાન પહોંચાડી શકે છે તેમ સીએસઆઈએસનાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

બીજીબાજુ જો યુનાઈટેડ સ્ટેટસ રાષ્ટ્રીય સુરક્ષાનાં જોખમના કારણે ચાઈનીઝ રોકાણ અથવા ભંડોળ ધરાવતી કંપનીઓ સાથે કામ કરવાનો ઈન્કાર કરે છે તો આ ઈન્વેસ્ટમેન્ટ સંભવિત હોય શકે છે. આ કંપનીઓ નોંધપાત્ર રોકાણ સંભવિતતાની એકસેસ ગુમાવી શકે છે અને યુએસ સરકાર પણ સંભવિત ગુમાવે છે તે નવા વિચારો અને ક્ષમતાઓ માટે ભાગીદાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.