Abtak Media Google News

જ્યારે આજે આખી દુનિયા મંગળ પર જીવન શોધવામાં વ્યસ્ત છે. ત્યારે દુનિયામાં એક એવું પણ ગામ છે. જ્યા લોકો જમીનની નીચે રહે છે. ખાસ વાત તો એ છે કે આ ગામમાં દરેક સુવિધાઓ છે. જેની તમે કલ્પના પણ નહી કરી શકો આ ગામનું નામ કુબર પેડી છે. જે ઓસ્ટ્રેલિયામાં જમીનની ૧૦૦ ફિટ નીચે વસેલુ છે. દુનિયામાં ૮ અજુબા તો છે જ ત્યાર બાદ કોઇ ૯મું અજુબો કહી શકાય તો એ છે આ કુબેર પેડી.

Advertisement

જો તમે આ ગામને જોશો તો તમને માટીનાં ઢગલા અને બંજર પડેલી જમીન સિવાય કઇ મળશે નહી. એક નજરે લાગશે કે અહિં તો ગામ છે કે નહી આબાદી જેવું કઇ છે જ નહી. માટીના ઢગલામાંથી જે સુરંગો બનાવવામાં આવી છે તે તમને કુબર પેડીની ગલીઓમાં લઇ જશે બહારથી રેતાળ અને માટીથી ઘેરાયેલુ કુબર પેડી ગામમાં ૩૫૦૦ લોકોની વસ્તી છે. અને તેઓ આબિશાન ઘરમાં રહે છે. તેમાં પણ સારી એવી સુખ સુવિધાઓ છે. હોટલથી લઇને સ્વીમીંગ પુલ સ્પા તેમજ લક્ઝરી લાઇફની દરેક ચીજ તમને અહી મળે છે.

આ એક જાણીતુ ટુરિસ્ટ સ્પોટ પણ છે. અહી ખાવા રહેવાની લઇને ફરવા જેવી અનેક સુવિધાઓ છે. આ સિવાય ફુટબોલ ક્લબથી લઇને નાઇટ ક્લબ, સ્પા અને ગોલ્ફ કોર્સ જેવી અનેક આરામદાયક સુવિધાઓ પણ છે. જેનો તમે આનંદ લઇ શકો છે. અહી આવીને તમે અનુભવો છો કે તમે કોઇ અન્ય દુનિયામાં જ આવી ગયાં હોય તેવી અનુભુતી કરાવે છે. કુબર પેડી દૂધિયા પત્થર માટે જાણીતુ છે અહીં ખાણનું કામ પણ ચાલતુ રહે છે. આ ખાણ બાદમાં ગુફાઓ બને અને પોતાનુું ઘર બનાવી લીધુ અહી તાપમાનનું પ્રમાણ વધુ હોય છે. શિયાળામાં આ ઘણું ઓછું રહે છે.

અન તેમા માટે જ લોકોએ ગુફાનુમા ઘરો બનાવ્યા છે. ખાસ વાત તો એ છે કે આ ઘરોમાં ન તો ગરમીમાં એસી, કૂલરની જરુર પડે ના તો શિયાળામાં હીટરની આ ગામ ફક્ત ટુરિસ્ટમાં આકર્ષણનું કેન્દ્ર નહી પણ હોલીવુડ ફિલ્મકારોની પહેલી પસંદ પણ છે. અહિં પિચ બ્લેક અને મેડ મેક્સ હોલિવુડ ફિલ્મનું શુટિંગ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.