Abtak Media Google News

મ્હે પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્ય બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોંડલ ડિવિઝન ડી એમ ચૌહાણ સાહેબની સુચના મુજબ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર અંગેની બદીને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા પ્રોહી તથા જુગારની ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અન્વયે પડધરી પો. સ્ટેના પો.સબ.ઇન્સ શ્રી જે વી વાઢિયા તથા સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.સબ.ઇન્સ શ્રી જે વી વાઢીયા સાહેબ ને મળેલ હકીકત આધારે પડધરી ટાઉન વિસ્તારના ખાટકી વાસમાંથી આરોપી અબ્દુલ અલ્લારખાં ફકીર ના રહેણાંક મકાનમાંથી નીચે મુજબ નો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી ધોરણ કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1) કેસીનો પ્રાઇડ વિસ્કી 750 ML કંપની સીલપેક કાચની બોટલ નંગ – 110

(2) પાર્ટી સ્પેશિયલ ડીલક્ષ વીસ્કી 750 ML કંપની સીલપેક કાચની બોટલ નંગ – 8

ઉપરોકત આરોપી પાસેથી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની કુલ બોટલ નંગ ૧૧૮ કિ.રૂ. 35,400 તથા મોબાઈલ નંગ 1 કિ.રૂ 1,000 મળી કુલ મુદ્દામાલ રૂ 36,400નો મુદ્દામાલ મળી આવેલ છે તેમજ સદર દારૂ પૂરો પાડનાર અમન યુસુફ ખાન મુલલા રહે. ધ્રોલ વાળા ને પકડવા પર બાકી રાખેલ છે

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ શ્રી જે. વી. વાઢીયા તથા તથા પો હેડ કોન્સ ફીરોઝભાઇ તથા પો.કોન્સ જયેન્દ્રસિંહ, યુવરાજસિંહ, ડ્રાઈવર અનિરૂધ્ધસિંહ વિગેરે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.