Abtak Media Google News

૩૦૦ મીલીગ્રામ ગાંજો અને ૧.૩૦૦ મીલીગ્રામ પાવડર મળી રૂ.૨૬ હજારનો મુદામાલ કબ્જે

રાણાવાવ નજીક આવેલા પીપળીયા રોડ પરના ફાર્મ હાઉસમાંથી ગાંજો અને માદક પાવડર સાથે બે શખ્સોની એસઓજી સ્ટાફે ધરપકડ કરી છે. બંને શખ્સો ગાંજો અને નશીલો પાવડર કયાંથી લાવ્યા તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવના આશિષ કિશોર સવાણી અને વલીમામદ સતાર ચાવડા નામના શખ્સો પાસે ગાંજો અને માદક પાવડર હોવાની બાતમીના આધારે પોરબંદર એસઓજી પી.એસ.આઇ. એમ.કે.મણવર સહિતના સ્ટાફે દરોડો પાડી બંને શખ્સોને રૂ.૨૬ હજારની કિંમતના ૩૦૦ મીલીગ્રામ ગાંજો અને ૧.૩૦૦ મીલીગ્રામ માદક પાવડર સાથે ધરપકડ કરી છે.

બંને શખ્સો ગાંજો અને પાવડર કયાંથી લાવ્યા તે અંગેની વિશેષ તપાસ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.