Abtak Media Google News
  • ડોલરનું આધિપત્ય અંતિમ ચરણમાં હોવાની ભીતિને પગલે અનેક દેશો પોતાની કરન્સીની વેલ્યુ યથાવત રાખવા સોનાના ભંડારમાં કરી રહ્યા છે વધારો, જેને પગલે સોનામાં

સદીઓથી સોનુ જ છેલ્લે વિનિયમમાં શ્રેષ્ઠ ગણાય છે. વિશ્વની વિનિયમ પ્રથામાં આજે પણ સોનાનો દબદબો યથાવત રહ્યો છે. હાલના તબક્કે ડોલરનું આધિપત્ય અંતિમ ચરણમાં હોવાની ભીતિને પગલે અનેક દેશોએ સેફ સાઈડને ધ્યાનમાં રાખીને સોનાનો ભંડાર વધારવાનો શરૂ કરી દીધો છે. જેને કારણે પોતાની કરન્સીની વેલ્યુ યથાવત જાળવી શકાય.

સોનાના ભાવમાં વધારો અને પૂર્વીય પ્રભુત્વ સોનાના ભાવમાં તાજેતરના ઉછાળાનું કારણ બન્યું છે. અહેવાલ મુજબ, સોનાના બજારમાં પરંપરાગત વલણો હવે તૂટી રહ્યા છે, કારણ કે ભૌતિક સોનાની માંગ, ખાસ કરીને પૂર્વીય મધ્યસ્થ બેંકો અને ચીન જેવા દેશોમાં ખાનગી ક્ષેત્રોની માંગ, પશ્ચિમમાં પ્રચલિત સટ્ટાકીય કાગળના સોનાના બજારને પછાડી રહી છે. ભૌતિક સોનાની આ વધેલી માંગ સોનાના ભાવ પર પશ્ચિમી સંસ્થાકીય રોકાણકારોના પ્રભાવને ઘટાડી રહી છે.

સેન્ટ્રલ બેંકો, ખાસ કરીને ચીનમાં, રેકોર્ડ દરે સોનાની ખરીદી કરી રહી છે, ડોલરના શસ્ત્રીકરણ અને યુએસ દેવાની કટોકટીની વધતી જતી ચિંતાઓ વચ્ચે ડિડોલરાઇઝેશન વ્યૂહરચના તરીકે જોવામાં આવેલું પગલું છે. આ બેંકો દ્વારા ભૌતિક સોનાના સંપાદનને ફિયાટ કરન્સી, ખાસ કરીને ડોલરના સંભવિત અવમૂલ્યન સામે બચાવ તરીકે જોવામાં આવે છે.

હાલના માહોલ પ્રમાણે ડોલરનું પ્રભુત્વ ઘટી રહ્યું છે. અત્યાર સુધીમાં મોટાભાગના દેશો ડોલરને રિઝર્વ રાખીને પોતાની કરન્સીની વેલ્યુ જાળવી રાખતા હતા પણ હવે એ ડર છે કે જો ડોલર તૂટશે તો પછી પોતાની કરન્સીની વેલ્યુ પણ ડાઉન થઈ જશે. પરિણામે અનેક દેશો સોનાના ભંડારમાં વધારો કરી રહ્યા છે.

ડોલર જોખમમાં મુકાતા જ સોનું ભડકે બળ્યું

ડોલર એ વૈશ્વિક કરન્સી છે. પણ હવે પાવર પશ્ચિમથી પૂર્વ તરફ ડેલીગેટ થઈ રહ્યો છે. ડોલર જોખમમાં મુકાઈ ગયું છે. હવે વિશ્વ આખું કોઈ નવી કરન્સીને સ્વીકારે તો નવાઈ નહિ. આવી સ્થિતિમાં સોનાની ધૂમ ખરીદી થતા જ સોનુ ભડકે બળ્યું છે. સોનુ હાલ જે 75000ને સ્પર્શવામાં વેંત એક છેટું છે તે આવતા દિવસોમાં હજુ પણ ઘણું આગળ નીકળી શકે છે.

પશ્ચિમી દેશોનું એકચક્રીય સામ્રાજય તૂટી રહ્યું છે

અત્યાર સુધી વિશ્વમાં યુએસ, યુરોપિયન યુનિયનના દેશો સહિતના પશ્ચિમી દેશોનો દબદબો હતો. તેઓનું વિશ્વ ઉપર એકચક્રીય સાશન હતું. પણ હવે સમય બદલાઈ રહ્યો છે. હવે પૂર્વીય દેશોએ કાઠું કાઢ્યું છે.  ચીન, જાપાન, ભારત, ઇજિપ્ત, સુદાન, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા સહિતના પૂર્વીય દેશોનું અર્થતંત્ર સતત સુધરી રહ્યું છે. એટલે હવે પશ્ચિમી દેશોના એકચક્રીય સાશનનો અંત નજીક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.