Abtak Media Google News

ધરતીને અને મનુષ્ય-જીવનને પર્યાવરણ શુધ્ધ કરવામાં અને મૃત્યુંજય બનવાની કેડીએ શુભ પ્રયાણ કરવા અત્યારે આખું જગત પોકારી રહ્યું છે: સદાચાર અને સદ્વર્તનની કેડીએ શુભ પ્રયાણ વગર ઈચ્છિત મંઝિલ નહિ પહોચાય: ભાગવત કથામાં સર્વાંગી સુખ: મનુષ્યાને પ્રદૂષણ મૂકત કર્યા વિના સમાજને બદલવો અશકય !

કોરોના પ્રદૂષણ, મતિભ્રષ્ટતા પ્રદૂષણ, પાપાચાર પ્રદૂષણ, દૂષ્ટતા પ્રદૂષણ, અપ્રમાણિકતા-અપવિત્રતા, અસત્યભાષી જીવ પ્રદૂષણ, સ્કૂલો, યુનિવર્સિટીઓ, તકરાર -ઝગડા, બળાત્કાર, અસ્વચ્છતા-ગંદકી (મનની અને હૃદયની), છેતરપીંડી, હેવાનિયતએ બધામાં પર્યાવરણનાં ઢગલા અને પ્રદુષણના ડુંગર… મનુષ્યને સમૂળગો બદલ્યા વિના સમાજ નહિ બદલે… અને જે અનિવાર્ય છે તે ‘સમાજ કો બદલડાલો !’ એમાં કયાંય વિલંબ નહિ પાલવે…

પર્યાવરણ એટલે પૃથ્વી પરનું આવરણ, જેમાં જળ, હવા, જમીન, જંગલો પહાડો, નદીઓ, તળાવો, દરિયા, વન્ય પ્રાણીઓ, માનવો વગેરેનો સમાવેશ થાય છે. પર્યાવરણનાં આ વિવિધ ઘટકો એકબીજા સાથે સહઅસ્તિત્વની વિશિષ્ટ ગુંથણીથી જોડાયેલા છે. તેમાંથી કોઈ પર એક ઘટક ઉપર થતી વિપરીત અસર બાકીનાં બધા ઘટકોને અસર પહોચાડે છે. પર્યાવરણના વિવિધ ઘટકો તેમના મૂળભૂત સ્વ‚પમાં જળવાઈ રહે તો જ આપણું પર્યાવરણ તેના કુદરતી સ્વ‚પમાં રહી શકે.

માનવ સિવાય પૃથ્વી પર પર્યાવરણના વિવિધ ઘટકોને કોઈ નુકશાન કરતું નથી ઈશ્ર્વરે માનવીને બુધ્ધિ આપી અને માનવીએ બુધ્ધિના ઉપયોગથી પોતાનું જીવન વધુ સરળ અને આનંદદાયક બનાવા તેમજ પ્રગતિને બહાને પર્યાવરણને વિવિધ અંગો સાથે ચેડા કરવા શ‚ કર્યા. નદીઓ પર બંધ બાંધ્યા, ઘર અને ઉદ્યોગ માટે જંગલો કાપ્યા, ખનિજો મેળવા જમીનમાં ખોદકામ કર્યું, રસ્તાઓ અને રેલવે બાંધવા પહાડો કોતરી નાખ્યા, ભૌતિક સમૃધ્ધિ મેળવવા ઉદ્યોગો શ‚ કર્યા તથા પાણીનો બેફામ ઉપયોગ કર્યો અને વાતાવરણમાં ઉદ્યોગોથી ઉદભવતા વાયુઓનો નિકાલ શ‚ કયો. ઝડપી પ્રગતિને નામે વાહનો આવ્યા અને વાહનોમાંથી નીકળતા વાયુઓ વાતાવરણમાં ભળવા લાગ્યા. આ વિપરીત અસર એટલે પર્યાવરણનું પ્રદુષણ. આ વિપરીત અસરને લીધે પર્યાવરણના વિવિધ ઘટકોની સહઅસ્તિત્વની ગૂંથણીમાં ફેરફાર થયો તેમજ પર્યાવરણની સમતુલા જોખમાઈ.

આ બધા બનાવો પૃથ્વીના સમગ્ર પર્યાવરણ પર વિપરીત અસર કરે છે. અને તેને લીધે પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ જોખમમાં મૂકાવાની શકયતા વધી છે. આવા બનાવોને લીધે પૃથ્વી પરનાં પર્યાવરણની સમતુ જળવાઈ રહે તેને સર્વસ્વીકૃત બાબત ગણવામાં આવી છે. આના અનુસંધાને જૂન ૧૯૭૨માં સ્ટોકહોમ ખાતે સંયુકત રાષ્ટ્રસંઘના ઉપક્રમે માનવ પર્યાવરણ વિશે ચર્ચા વિચારણા કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ . જેમાં પૃથ્વી પરના કુદરતી સ્ત્રોતોની જાળવણી માટે બધા જ જ‚રી પગલા લેવાનું નકકી કરવામાં આવ્યું હતુ. આના અનુસંધાને ભારત સરકારે પાણી (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ ૧૯૭૪, હવા (પ્રદુષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ ૧૯૮૧ અને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૬ ઘડયો.

‘બારરે બેસી નીરખું- સાંજ સવાર’ ઓલિયા કવિ શ્રી કરન્દ દવેએ છેક ૧૯૫૬માં લખેલા આ કાવ્યની આ પંકિત ઘણીવાર યાદ આવ્યા વિના રહી નથી.

બારણે બેસીને તેમને સાંજ અને સવારની કુદરતી ખુબસુરતી નીરખવાની હોશ હશે કે રોજ સાંજે અને સવારે પોતાની આસપાસની અને દૂર દૂર સુધીની ભલભલાને સંમોહિત કરતી માનવજાતની માયાજાળ નીરખીને એનું પૃથકકરણ કરવાની હોંશ હશે એ કહેવું અગાધ મહાસાગરનું મંથન કરવા સમું જ લાગે !…

તેમણે આવું મંથન રીતસર કોઈ મહાયોગીને છાતે એ રીતે કર્યું હતુ. મોટાને પકડો તો મોટાઈ મળે એમ વિચારતી વખતે એવો વિચાર પણ કરવો જ જોઈએ ને કે મોટાઈ મેળવીને પછી શું મેળવવું છે? મોટાઈનો ઉપયોગ જો મોટાઈ લાજે એ રીતે કરીએ તો એ અમંગલ એંધાણ જ બની રહે. એની સાક્ષી આપણો પ્રાચીન ઈતિહાસ અને અર્વાચીન ઈતિહાસ એમ બંને છે. આપણી આંખો ઘણું બધું નીરખવાની તરસી હોય છે. એ બારણે બેસીને પણ નીરખે અને બારીએ ઉભીને પણ નીરખે… આ બધું આપણે જોઈએ છીએ અને કદાચ નથી પણ

જોતા ! આ બધું તો મૂર્ત છે, પ્રગટ છે. વ્યકત છે. પણ જે નથી દેખાતો એ કાળ પણ શું આપણી આંખ પાસેથી જ પસાર નથી થતો ? કાળ પસાર થાય છે. પણ આપણી આંખ ભાગ્યે જ એના તરફ નજર કરે છે. અને નજરની સામે, બારીના અજવાળામાં કાળને પસાર થતો ન નિહાળી શકાય તો શું થાય?

આપણે ધરતીને અને મનુષ્યજીવનને પર્યાવરણ શુધ્ધ કરવામાં અને મૃત્યુંજય બનવાની કેડીએ શુભ પ્રયાણ કરવા અત્યારે આખું જગત પોકારી રહ્યું છે. સદ્ચિંતન, સદાચાર અને સદ્વર્તનની કેડીએ શુભપ્રયાણ વગર ઈચ્છિત મંઝિલે નહિ જ પહોચાય એ સમજી લીધા વિના છૂટકો નથી. હા, ભાગવત કથામાં સર્વાંગી સુખ સાંપડે જ પરિક્ષીત રાજા મૃત્યુંજય અને મોક્ષગતિ પામ્યા જ હતા.

મનુષ્યને પ્રદુષણ મૂકત કર્યા વિના સમાજને બદલવો અશકય ! આપણે ઘરની અને જગતની બારી ખૂલ્લી જ રાખવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.