Abtak Media Google News

ઇન્વેસ્ટમેન્ટ કંપની ડેવીડસન કેમ્પનરે આકાશને લીગલ નોટિસ પાઠવી

એજ્યુકેશન ક્ષેત્રે ઉડાન ભરતી આકાશની હવે પાંખ કપાઈ જાય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની ડેવિડસન કેમ્પનરે આકાશને લીગલ નોટિસ પાઠવી છે . જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે 2000 કરોડ રૂપિયાની જે લોન કંપનીને આપવામાં આવી હતી તેમાં ઘણા નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે.

Advertisement

એટલું જ નહીં બાઇજુસે પણ આકાશ સાથે છેડો ફાડવાની વાત કરી છે. બાય જુએ પણ આકાશના પ્રમોટરોને નોટિસ પાઠવી હતી અને જે કોચિંગ કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા હતા તેને અલગ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

વર્ષ 2021 માં બાઇજુસ અને આકાશ વચ્ચે કરારો થયા હતા. સામે શેર સ્વેપ માટે આકાશના પ્રમોટરોએ મનાઈ કરી હતી જે બાદ બાયઝુસ હસ્તક જે કેન્દ્રોનું સંચાલન કરવામાં આવતું હતું તે તમામ કેન્દ્રો બંધ કરવા તેઓને તાકીદ પણ કરવામાં આવી છે. હાલ આ તમામ વિવાદો જે સામે આવ્યા છે તેનાથી આકાશ ની વેલ્યુએશનમાં પણ ઘણો ઘટાડો જોવા મળ્યો છે ત્યારે જે રીતે શૈક્ષણિક ક્ષેત્રે કંપની દ્વારા ઉડાન ભરવામાં આવી હતી તેની પાંખો હવે કપાઈ જશે એવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ આકાશમાં મનીપાલ ગ્રુપ પણ રોકાણ કરવા માંગતું હતું અને હાલ આકાશના પ્રમોટરો અને બ્લેક સ્ટોન વચ્ચે 30 ટકા ઓફલાઈન કોચિંગ કેન્દ્ર યુનિટો હસ્તગત છે જેમાં 70 ટકા રોકડ અને બાકી રહેતા 30 ટકાનું રોકાણ ઈક્વિટીમાં થયેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.