Abtak Media Google News

કાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે: આ સત્રનું સંબોધન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવશે

15મી ગુજરાત વિધાનસભામાં નવા મંત્રીઓએ ચાર્જ સાંભળી લીધો છે અને તેમણે કામગીરી શરુ કરી દીધી છે. આજે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ અપાવ્યા હતા. આજે બપોરે 12:00 વાગ્યે સૌ પ્રથમ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે  શપથ લીધા હતા.ત્યારબાદ અધ્યક્ષ રહી ચૂકેલા રમણભાઈ વોરા અને પછી ગણપત વસાવાને શપથ અપાવામાં આવ્યા હતા.આવતી કાલે વિધાનસભાનું એક દિવસીય સત્ર  મળશે. આ સત્રનું સંબોધન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવશે.ભુપેન્દ્ર પટેલ અને કેબીનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓએ  ગાંધીનગર ખાતે શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત સીએમ બન્યા છે. શપથ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી અને મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને પણ મળ્યા હતાં. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લીધો હતો.

Advertisement

શંકર ચૌધરી આજે ગુજરાત વિધાનસભાના સ્પીકર માટે ઉમેદવારી નોંધાવશે

શંકર ચૌધરી આજે ગુજરાત વિધાનસભાના સ્પીકર માટે ઉમેદવારી નોંધાવશે. સવારે 11 વાગે શંકર ચૌધરી  નામાંકન ભરશે. તેઓ આવતીકાલે યોજાનાર અધ્યક્ષની ચૂંટણી માટે  નામાંકન ભરશે.

આવતીકાલ એક દિવસીય સત્ર મળશે

ગુજરાત વિધાનસભાનું આવતીકાલ એક દિવસીય સત્ર મળશે. સત્રમાં સૌ પ્રથમ વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ચૂંટણી થશે. રાજ્યપાલનું વિધાનસભામા સંબોધન થશે.  રાજ્યપાલના સંબોધન બાદ શોક દર્શક ઉલ્લેખ અને ત્યારબાદ સરકારી બીલ રજૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.