Abtak Media Google News

કેન્યામાં વસતા બીન નિવાસી ગુજરાતીઓ પર કરભારણે; વિદેશી રોકાણ પર ટેકસ વધતા કચ્છની બેંકોમાંથી છેલ્લા ત્રણ માસમાં ૪૩૦ કરોડ રૂપીયાનો ઉપાડ

આફ્રિકન દેશોમાં ટેકસની પધ્ધતિમાં ધરખમ ફેરફારો થતા તેની અસરતળે સૌરાષ્ટ્ર-કચ્છને મોટો ફટકો પડયો છે. કેન્યા સહિતના અન્ય દેશોમાં રહેતા બીન નિવાસી ગુજરાતી લોકોએ છેલ્લા થોડા મહિનામાં કચ્છની બેંકોમાંથી પોતાના કરોડો રૂપીયા ઉપાડી લીધા છે. જેનું મુખ્ય કારણ વિદેશમાં ટેકસ પધ્ધતિમાં ફેરફારો ગણી શકાય બીન નિવાસી ગુજરાતી એનઆરજી લોકો કચ્છમાંથી ફીકસ ડીપોઝીટ (એફડી)ની ઉઠાંતરી કરી રહ્યા છે.

મુખ્ય રીતે વાત કરીએ, કેન્યાનીતો ત્યાં વસતા ગુજરાતી લોકો કે જેઓ કચ્છમાં કરેલા બેંકીંગ રોકાણને પાછુ ખેંચી રહ્યા છે. કેન્યાની બહાર રોકાણ પર નો ટેકસ દર વધતા એનઆરજી લોકો પોતાની ફીકસ ડીપોઝીટસ પાછી ખેંચી રહ્યા છે. એપ્રીલ જૂન દરમિયાન એટલે કે માત્ર ત્રણ માસમાં ૪૩૦ કરોડ રૂપીયાનો ઉપાડ થયો હોવાનું નોધાયું છે. આથી કચ્છની બેંકોમાં એનઆરજી ડીપોઝીટ ત્રીમાસીકમાં ૧૨,૩૦૨ કરોડથી ૧૧,૮૭૨ કરોડ સુધી ઘટી છે.

સ્ટેટ લેવલ બેંકર્સ કમીટીના અહેવાલ મુજબ, સૌથી વધુ ઉપાડ કચ્છના ભૂજ અને માંડવી તાલુકાની બેંકોમાંથી થયો છે કે જયાંના મોટાભાગના ગુજરાતીઓ આફ્રિકાના છે.

કેન્યામાં સરકારે વિદેશી રોકાણ પરનો ટેકસ વધાર્યો છે અને વિદેશી મિલકતો તેમજ આવકની પૂરી જાણકારી ફરજીયાતપણે આપવા કરદાતાઓને જણાવાયું છે. ૩૧ ડીસે. સુધીમાં આ માહિતી આપી ટેકસ ભરવા આદેશ કરાયા છે. કેન્યામાં આ ટેકસ સિસ્ટમનાં ફેરફારના કારણે કચ્છમાંથી એનઆરજીઓની ડીપોઝીટમાં ધરખમ ઘટાડો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.