Abtak Media Google News

જામનગરના નાની વયના યુવાન હીરેન દયાળજીભાઇ હિરાણીએ નવી શરૂ થયેલી બેંગ્લોરથી રાજકોટની વિમાની સેવાની પ્રથમ ફાઇટમાં પાયલોટીંગ કરી શહેરનું ગૌરવ વધાર્યુ છે. જામનગરના વતની અને નાનપણથી જ અભ્યાસમાં હોંશિયાર તેજસ્વી અભ્યાસ પૂર્ણ કરીને ઊંચી ઉડાન ભરવાનું જેના દિલમાં સપનું હતું અને પોતાના માતાપિતા પરિવાર જ્ઞાતિ સમાજ શહેરનું નામ રોશન કરવાની ઇચ્છા હતી તે મધ્યમવર્ગી પરિવારના હીરેન દયાળજીભાઇ હીરાણીએ પૂરી કરી છે. બેન્કમાં પ્રામાણિક નિષ્ઠાવાન અધિકારી એવા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હીરેને પોતાના માતા પિતા અને પરિવારજનોના આશીર્વાદ પ્રોત્સાહન પ્રેરણાથી અભ્યાસ કર્યો અને બચપણમાં જે ઊંચી ઉડાન ભરવાનું સપનું સેવ્યું હતું તે સાકાર થયું અને પાયલોટ બનવા તરફ પ્રયાણ કર્યું.

આપણા સૌના ગૌરવસમા ગુજ્જુ યુવાન હીરેને અમેરિકાના ફ્લોરિડામાંથી કોમર્શિયલ પાયલોટની ટ્રેનીંગ લઈને લાયસન્સ મેળવ્યું ત્યાર બાદ કેનેડામાંથી પણ કોમર્શિયલ પાયલોટનું લાયસન્સ મેળવ્યું અને પછી ભારતમાં ડીજીસીએની વિવિધ પરીક્ષાઓ કલીયર કરીને ઇન્ડિયન કોમર્શિયલ પાયલોટ લાયસન્સ મેળવ્યું ત્યાર બાદ તુર્કીના ઇસતંબુલમાં એરબસ અને અ 320 ની ટ્રેનિંગ મેળવી અને પાયલોટ બનીને મન હોય તો માળવે જવાય અને સિદ્ધિ જેને જઇ વરે જે પરસેવે ન્હાય આ વાત પુરવાર કરી બતાવી.

કોમર્શિયલ પાયલોટ તરીકે ઈન્ડિગો એરલાઇન્સમાં હાલ પાયલોટ તરીકે કાર્યરત હીરેન બંગલોરથી નિયમિત ભારતના વિવિધ ભાગમાં તથા એશિયાના દેશોમાં એરબસ અને અ 320 ઉડયન કરે છે. હીરેન હિરાણી માત્ર હિરાણી પરિવાર, વાણંદ જ્ઞાતિ જ નહીં પરંતુ સમગ્ર સ્ટેટ બેંક પરિવારનું ગૌરવ છે એવા ભાઈ હીરેનને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. તારીખ 28/03/21 રવિવારથી રાજકોટ બેંગ્લોર વચ્ચે નવી શરૂ થયેલી વિમાની સેવાની પ્રથમ ફ્લાઈટના પાયલોટ તરીકે સૌરાષ્ટ્રના પનોતા પુત્ર હાલ ગોંડલ સ્ટેટ બેન્કમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા ડી.એન. હીરાણીના પુત્ર હીરેન હીરાણી સાંજના 6/30 વાગે બેંગ્લોર થી રાજકોટ આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.