Abtak Media Google News

કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત

સુપર સ્ટાર રજનીકાંતને ફિલ્મ જગતનો સૌથી મોટો ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ આગામી મે મહિનામાં એનાયત થશે જે અંગેની જાહેરાત આજરોજ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી હતી. રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ આગામી 3 મેના રોજ એનાયત કરવામાં આવશે.

Advertisement

દક્ષિણની ફિલ્મોના સુપર સ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનો સૌથી મોટો એવોર્ડ મળવા જઈ રહ્યો છે જે અંગે આજરોજ પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ મારફતે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દાયકાથી રજનીકાંત ફિલ્મ જગત પર રાજ કરી રહ્યા છે અને લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યા છે. દેશ ઉપરાંત વિદેશોમાં પણ તેમના ઘણા ફેન છે. રજનીકાંતને આ એવોર્ડ મળવાની જાહેરાત થતા જ તેમના ફેનમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે. સુપર સ્ટાર રજનીકાંતને આગામી 3 મેના રોજ દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપી નવાજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.