Abtak Media Google News

ભાવનગરનો ગરાસીયા પરિવાર દર્શને ગયોને ગઠિયો ઘરેણા ભરેલી બેગ ઉઠાવી ગયો: સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ

ગોંડલ ખાતે આવેલા પ્રસિઘ્ધ અક્ષર મંદિરના પાર્કિંગમાં રહેલી ભાવનગરના ગરાસીયા પરીવારની કારમાંથી  રૂ.૨.૩૨ લાખની કિંમતના ૧૫ તોલા ઘરેણા ચોરી કરી ગયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા સ્ટાફે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરનું પગે‚ દબાવ્યું છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના વાઘાવાડી વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતા શકિતસિંહ ઘનશ્યામસિંહ ઝાલા નામના ૩૬ વર્ષીય વેપારી પરિવાર સાથે જીજે ૦૪ બીઈ ૪૨૪૮ નંબરની કારમાં ગોંડલ અક્ષર મંદિર ખાતે દર્શને આવ્યા હતા.

બાદ પરિવાર કાર પાકિર્ંગ કરી મંદિરના ગેસ્ટ હાઉસમાં રોકાણ કર્યું હતું ત્યારે બપોરના સમયે કોઈ અજાણ્યા તસ્કરે કારના દરવાજાનો લોક તોડી અંદર રહેલી બેગમાં રહેલા રૂ.૨.૩૨ લાખની કિંમતના ૧૫ તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી ગયાની ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવની જાણ પોલીસ સ્ટાફને થતા ઘટનાસ્થળે દોડી જઈ મંદિરના ગ્રાઉન્ડમાં લગાડેલા સીસીટીવી ફુટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથધર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.