Abtak Media Google News

આદીકાળથી એક વાત ખુબ જ સ્પષ્ટ છે કે મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે કે જેને કુદરતે વિચારવાની અને પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરવાની શકિત આપી છે એ પછી નવી ટેકનોલોજી હોય સામાન્ય બાબત હોય કે પૈસા કમાવવાની વાત હોય. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સીથી લઈ નાનામાં નાની ટેકનોલોજી મનુષ્યએ જ બનાવી છે. જેનાથી મનુષ્ય સમૃદ્ધ બને છે અને નવી-નવી વાતોનું સંશોધન કરતો જાય છે.

Advertisement

અત્ર-તત્ર-સર્વત્ર, ‘ડેટા ઈઝ કિંગ’. વિચારમાં પડી ગયાને કે પહેલી જ લાઈન આવી વિચિત્ર કેમ લખી ? સમજાવું…એક ઉદાહરણ લઈએ. વકિલ જયારે કોર્ટમાં કોઈ કેસ લડે છે ત્યારે સૌથી પહેલા તે કેસની વિગતો એકઠી કરે છે. તેનાં સારા-નરસા પાસા વિચારે છે અને પોતાની દલિલ જજની સમક્ષ રજુ કરે છે. જજ દલીલો સાંભળી માહિતીનું એનાલિસીસ કરે છે તેમાં રહેલી સત્યતાની ચકાસણી કરે છે અને ત્યારબાદ તે માહિતીનાં આધારે પોતાનો નિર્ણય લે છે. આ સમગ્ર પ્રક્રિયામાં મુખ્ય ભાગ ભજવે છે માહિતી એટલે કે ડેટા.

ઉપરનાં ઉદાહરણ પરથી તમારું ચિત્ર સ્પષ્ટ થયું જ હશે તેવું હું માનું છું. હવે તમારી આસપાસ બનતી ઘટનાઓ જુઓ અને વિઝયુલાઈઝ કરો દરેક જગ્યાએ કયાંકને કયાંક આ ડેટા નામનાં હથિયારની હાજરી તમને ધ્યાનમાં આવશે જ એટલે જ મેં પહેલી લાઈનમાં જ લખ્યું કે ડેટા ઈઝ કિંગ. હવે આ ડેટાની હોડમાં મોટી-મોટી કંપનીઓ પણ હરોળમાં જ છે. કારણકે દિવસને દિવસે લોકોને કંઈક નવું જોઈએ છે. તમે ટેલિવિઝન તો જોતાં જ હશો તેમાં પણ નવિનતા જોઈતી હશે. હવે તમને વાત કરું ટેકનોલોજીમાં લેવામાં આવતા ડેટાની તો તેમાં પણ મીડિયા કંપની, વિડીયો આપતી વિવિધ કંપનીઓ જેવી કે નેટફિલકસ, હોટસ્ટાર, વેબ સીરીઝ આપતી વિવિધ એપ્લીકેશનો હાલમાં ટેકનોલોજીનાં ઉપયોગથી ખુબ જ પ્રખ્યાત બની છે.

તો પછી વિશ્ર્વ વિખ્યાત રીલાયન્સ જીઓ આ હરોળમાં કઈ રીતે પાછળ રહી શકે ? જીઓએ ક્ધટેન્ટ માટે બધી તરફથી પુરેપુરી તૈયારીઓ કરી લીધી છે. રીલાયન્સ જીઓએ ઓરીજનલ વેબ સીરીઝ અને ફિલ્મોને પોતાના ક્ધટેન્ટનાં પ્લાનીંગમાં તેથી તે એકદમ શાંતીથી આગળ વધી રહી છે. જીઓનાં મેનેજમેન્ટે જણાવ્યું છે કે, રીલાયન્સનાં મુળ વ્યવસાયમાં રોકાણનો મોટો હિસ્સો રોકાઈ ગયેલો હોવાથી ઘણી બધી દરખાસ્તો મંજુરી માટે થોડા સમય માટે બાકી રાખી દેવામાં આવી છે. જીઓની ટોચની મેનેજમેન્ટનાં એકઝીકયુટીવે એક યાદીમાં જણાવ્યું હતું કે, ક્ધટેન્ટ ટીમ અને રીલાયન્સ સ્ટુડીયોએ ઘણા બધા પ્રોજેકટ તેમજ ક્ધસેપ્ટ તૈયાર કરી નાખ્યા છે પરંતુ મેનેજમેન્ટ દ્વારા તેને હજી લીલીઝંડી આપવામાં આવી નથી. એવું સાંભળવામાં આવ્યું છે કે, મેનેજમેન્ટ દ્વારા એ બધા પ્રોજેકટ વિચારણા હેઠળ રાખવામાં આવ્યા છે.

આ સમગ્ર વિગતથી પરિચિત જીઓની ટીમ દ્વારા એવું કહેવામાં આવે છે કે ડેટા પાછળ ખુબ મોટું રોકાણ કરી આપવામાં આવ્યું છે અને હજુ વધુ રોકાણો કરશે પરંતુ તે પહેલા એક ફંડસની રાહ જોવામાં આવી રહી છે. યોજનાઓ તૈયાર છે, ટીમ પણ તૈયાર છે પરંતુ વિઘ્ન રોકાણને લઈને છે. જાપાનની સોફટ બેંકે એક યાદીમાં જણાવ્યું છે કે, ૨ થી ૩ અબજ ડોલરનાં રોકાણની વિચારણા ચાલી રહી છે પરંતુ મુકેશ અંબાણીનાં ટેલિકોમ બિઝનેસમાં આવેલી ખાદ્યને લઈ તેના પર વિચારણા કરવામાં આવી રહી છે. રિલાયન્સનાં ટાવર અને ફાયબર ઓપરેશનને બે વિભાગમાં વહેંચ્યા બાદ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં જીઓનું ચોખ્ખું દેવું ૬૭,૦૦૦ કરોડ હતું.  આ ઉપરાંત જીઓનાં ક્ધટેન્ટ વ્યવસાયમાં વિલંબ એટલે થઈ રહ્યો છે કે, ભારતમાં વિડીયો સ્ટ્રીમીંગ માર્કેટમાં નેટફિલકસ, એમેઝોન પ્રાઈમ વિડીયો, હોટસ્ટાર અને ઝેડ રીયાલીટી શો વિકસાવવા પાછળ રોકાણોમાં ખુબ જ વધારો કરી રહી છે. અત્યારે તો જીઓ દ્વારા વિડીયો સ્ટ્રીમીંગમાં બુમની સુવિધા આપવામાં આવી છે. જેણે સપ્ટેમ્બર ૨૦૧૬માં ટેલિકોમ સેકટરને તેની એન્ટ્રી સાથે બગાડયું હતું. જેમાં સસ્તો ડેટા પ્લાન તેમજ ઈન્ટરનેટની ફાસ્ટ સ્પીડની ઓફર આપવામાં આવી હતી.

જીઓનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે, જીઓ દરેક ભારતીયનાં ડિજિટલ જીવનને સમૃદ્ધ બનાવવા માટે શ્રેષ્ઠ માહિતીને બનાવી લોકો સુધી પહોંચાડી અને તેની શકિત બતાડી પરંતુ નકકર પગલા લઈ રહી છે. તેની વિરુઘ્ધમાં કોઈપણ સુચનો માત્રને માત્ર જુઠાણું છે. જેને લઈને કોઈપણ બાબતનો વિશ્ર્વાસ આપવો જોઈએ નહીં. જીઓની યોજના ૩૦૦ મિલીયનથી વધુ ગ્રાહકોને તેની સેવાઓ પર ઓરીજનલ ક્ધટેન્ટ આપી અને મોટા પાયા પર અને હટકે સુવિધા ગ્રાહકોને પુરી પાડવી છે. ટેલ્કોએ આ બાબતે હોટસ્ટાર, બ્રોડકાસ્ટર તેમજ ક્ધટેન્ટ રાઈટ ઓનર સાથે ફિલ્મ અને ટીવીનાં ક્ધટેન્ટ માટેનાં કરારો કરી લીધા છે. તેથી જીઓ ટીવી અને જીઓ સિનેમા એપ્લીકેશન મોટાભાગની ટીવી ચેનલો અને ઘણી બધી હિન્દી, પ્રાદેશિક તેમજ ડિઝની ફિલ્મમાં પોતાની સેવા આપવાનું શરૂ કરી ચુકયું છે.

જીઓનાં પ્લેટફોર્મ માટે ૨૦૧૭માં કપૂર ફિલ્મનાં સિઘ્ધાર્થ રોય કપુરની સાથે ઓરજીનલ વિડીયોનું ક્ધટેન્ટ ક્રિએટીવ રીતે બનાવવા તેમજ તેને ડેવલોપ કરવા માટેનો સોદો થઈ ગયો છે. આ ડિલમાં શ્રેણીબદ્ધ શૈલીઓ, લાંબી ફિલ્મો, ટૂંકી ફિલ્મો, દરેક વિભાગ પ્રમાણેનાં વિડીયો સતત દેખાતા રહેશે અને બનાવાતા રહેશે જેને રીલાયન્સ જીઓ દ્વારા ફર્સ્ટ ઓન જીઓ એવા નામથી ગ્રાહકો માટે ખુલ્લા મુકવામાં આવશે. બિગ બેંગનો ખરેખર પ્લાન ૨૦૧૯નાં વચગાળાનાં સમયથી શરૂ થઈ ગયો છે. જેમાં ૧૦ વિવિધ શો લોન્ચ કરવામાં આવશે જો કે અત્યાર સુધીમાં એક પણ શો કે ફિલ્મ તૈયાર થઈ નથી પરંતુ ઘણાં લોકો એવું પણ કહે છે કે કેટલાક શો પ્રોડકશનમાં છે અને તેની તૈયારીઓ ચાલી રહી છે.

જીઓએ ઈરોઝ ઈન્ટરનેશનલનાં એકઝીકયુટીવ ડાયરેકટર જયોતી દેશપાંડે સાથે પણ બધુ ગોઠવી લીધેલ છે. જેમાં મુખ્યત્વે ક્ધટેન્ટનું પ્રોડકશન કરવામાં આવશે. રીલાયન્સ જીઓએ સ્ટુડિયોનું કામ આગળ વધારવા માટે ટ્રિનીટી પીકચરનાં ભૂતપૂર્વ હેડ અજીત ઠાકુરને પણ કામ પર રાખી લીધા છે જે ઈરોઝ ઈન્ટરનેશનલનો એક ભાગ છે અને તેઓ જીઓ સ્ટુડિયોનું કામ સંભાળશે. જીઓની કંપની રીલાયન્સ ઈન્ડસ્ટ્રી નેટવર્ક ૧૮ મીડિયો, ટીવી-૧૮ બ્રોડકાસ્ટ અને વિઆકોમ ૧૮નું સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. આ ઉપરાંત કંપની બાલાજી ટેલિફિલ્મમાં ૨૪.૯ ટકાનો હિસ્સો ધરાવે છે અને ઈરોઝ ઈન્ટરનેશનલમાં ૫ ટકાનો હિસ્સો ધરાવે છે.

ટુંકમાં રીલાયન્સ જીઓ માર્કેટની પરિસ્થિતિ સમજી પૂર્વ તૈયારીઓ કરી અને મેદાનમાં ઉતરવા માંગે છે અને એવું પણ કહી શકાય કે વિડીયો ઈન્ડસ્ટ્રીમાં મોટા હિસ્સા સાથે તે આગળ વધશે. ધીમે-ધીમે પોતાની તૈયારી કરી અને આગળ વધી રહી છે. નવી-નવી ટેકનોલોજી તો બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ પરંતુ હવે હોડ છે ક્ધટેન્ટની જો ક્ધટેન્ટ જ નહીં હોય તો લોકો જોશે શું ? તેના માટે બધી કંપનીઓ હોડમાં ઉતરી છે અને પોત પોતાની રીતે તૈયારીઓ કરી ભારતમાં પોતાનું પ્રભુત્વ બનાવવા મથી રહી છે.

લાઈકની મથામણે ‘લાઈકી’ને જન્મ આપ્યો

એક રીપોર્ટ અનુસાર ભારતમાં ઈન્ટરનેટનાં વપરાશકર્તાઓમાં છેલ્લા કેટલાક સમયથી ખુબ વિપુલ પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળી છે. આંકડો પહોંચ્યો છે બે ડિજીટમાં તેમાં પણ ખાસ કરીને ગામડાઓમાં આ સંખ્યા સતત વધતી જોવા મળી રહી છે. ૨૦૧૯માં ૬૨૭ મીલીયનનો આંક ઈન્ટરનેટનાં વપરાશકર્તા વટાવી ચુકયા છે. જેમાંથી ૮૭ ટકા જેટલા ૪૯૩ મીલીયન ભારતીયો છે. જે સતત ઈન્ટરનેટનો ઉપયોગકર્તા બન્યા છે. જેમાંથી ૨૯૩ મીલીયન શહેરી વિસ્તારમાં અને ૨૦૦ મીલીયન એકટીવ યુઝર ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.

હવે તમને લાગશે હું આ બધા આંકડાઓ કેમ તમને જણાવું છું ? અરે ભાઈ, ટેકનોલોજીનાં વધતા ઉપયોગથી ક્રાંતિકારી ફેરફારો બજારમાં સતત આવી રહ્યા છે. હવે તમને થશે ઈન્ટરનેટનાં ઉપયોગથી એવા તે કેવા ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યાં છે? તો હું આપણને જણાવી દઉ કે તમે જે ટીકટોક, બિગો, હેલો, ફેસબુક, વોટસએપ જેવી એપ્લીકેશનો તમારા સ્માર્ટફોનમાં ઉપયોગ કરો છો ને તે એપ્લીકેશનની કંપનીઓ પણ બજારમાં પોતાનું અસ્તિત્વ જાળવવા અને તેમને તેની સાથે કનેકટ રાખવા નીત-નવા ફેરફારો કરતી રહે છે. આ બધી કંપનીઓ વધતા જતા ઈન્ટરનેટનો ઉપયોગનો પુરેપુરો ફાયદો ઉઠાવે છે અને અઢળક કમાણી કરી નફો રળ્યા કરે છે અને તમને લગાડી દે છે એ એપ્લીકેશનનો ઉપયોગ કરવાના કામ પર.

કંપનીની માહિતી:-આવી જ એક સિંગાપુર સ્થિત કંપની જેનું નામ છે બીગો ટેકનોલોજી લીમીટેડ જેણે હમણાં પોતાનું બ્રાન્ડ નેમ ચેન્જ કરી અને નવા નામથી માર્કેટમાં આવી છે. જેમાં નાના-નાના વિડીયો લોકો સુધી પહોંચાડી અને યુઝર બનાવી રહ્યું છે જેને લાઈકમાંથી ‘લાઈકી’નામ કરી અને ૧૦૦ મિલીયન ડોલરથી પણ વધુનાં રોકાણ સાથે માર્કેટમાં આવી રહી છે.

શું છે નવા ફિચર્સ:-આ એપ્લીકેશન આકર્ષક ફિચર્સ, વિડીયોમાં વિવિધતા અને મુલ્યવાન માહિતી પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે અને સાથે સાથે નવીનતમ માહિતી નિર્માતાઓ માટે વળતરને તેના તકોમાં વધારો કરવા ભારતીય વપરાશકર્તાઓની વિકસતી જરૂરીયાતોને આપવા માટે વચન આપે છે. સ્પર્ધાત્મક બજારમાં ટકવા માટે રી-ઈન્વેન્શન એકમાત્ર રસ્તો છે. જેનાથી બજારનો મોટાભાગનો હિસ્સો કવર કરી શકાય છે.

નામ કઈ રીતે પડયું?:-હવે લાઈક માંથી લાઈકી શા માટે કરવામાં આવ્યું? તો કારણ ખુબ જ રસપ્રદ છે. લાઈકમાં ઉમેરાયેલો ઈ એવું પ્રતિત કરે છે કે લાઈકથી પણ વધુ અને દરેક માટે (સરળતાથી આકર્ષક વિડીયો બનાવે છે) એકસ્પ્લોર (વિશિષ્ટ ક્ષણો વિડીયો દ્વારા રેકોર્ડ કરે છે) અને એન્કાઉન્ટર (નવું રસપ્રદ અને પ્રેરણાદાયક) વપરાશકર્તાઓ આ બધા ફિચર્સનો ઉપયોગ લાઈકી એપ દ્વારા કરી શકશે.

શું છે ખાસીયત?:-આ એપમાં સુધારાઓ કરવાનો મુખ્ય હેતુ યુઝરની સરળતા અને તેને જોઈતા ફિચર્સ આપવાનો તેમજ બીજી એપથી અલગ પડવા માટે કે જે ભારતમાં વિડીયોનાં માર્કેટમાં ઉપલબ્ધ કરવાનો છે તેનાથી તદન અલગ અને ઉપયોગી બને તેવા હેતુથી આ એપને બનાવવામાં આવી છે. આ ઉપરાંત આ એપમાં યુઝર વિડીયોને શેર કરાવે તે માટે વિવિધ અને આકર્ષક સ્ટિકરો ઉમેરવામાં આવ્યા છે. મનોરંજન, લોકપ્રિય તેમજ આકર્ષક વિડીયો લોકો મુકી શકશે. આ એપનાં માધ્યમથી ટેલેન્ટેડ લોકોને એક નવું પ્લેટફોર્મ મળી રહેશે અને તેઓ પોતાનું ટેલેન્ટ વિડીયો મારફતે લોકો સુધી પહોંચાડી શકશે અને તેનાં દ્વારા કમાણી પણ કરી શકશે. જે વૈશ્ર્વિક સ્તર પર કરવામાં આવશે.

આ ઉપરાંત આ એપ્લીકેશનમાં સેલિબ્રિટી, અનોખી આવડત ધરાવતા લોકો, મીડિયા એજન્સી ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાંથી લોકોને આ એપ સાથે જોડવામાં આવશે જેથી વિપુલ પ્રમાણમાં ક્ધટેન્ટ લોકો જોઈ શકે અને તેનાં માધ્યમથી પોતાનું નેટવર્કિંગ તેમજ પોપ્યુલારીટી વધારી શકે. જેથી વિવિધ પ્રકારની વેરાયટી લોકોને મળતી રહે. આ એપનાં માધ્યમથી વિડીયોનો એક વિશાળ માત્રામાં ડેટાબેઈઝ ઉભો થશે. જેમાં ભારતીય પ્રતિભાઓને પ્લેટફોર્મ મળશે અને તેઓ વિશ્ર્વનાં ખુણે-ખૂણે પ્રચલીત બનશે.  હાલમાં લાઈકી પોતાનાં મિશન પર છે એક એવું પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે જેને દરેક વ્યકિત ઉપયોગ કરી શકશે અને અનોખું તેમજ પારદર્શક ક્ધટેન્ટ બજારમાં આપી શકશે.

કઈ રીતે એપ ડાઉનલોડ કરશો:-આ એપ્લીકેશન ગુગલનાં પ્લેસ્ટોર ઉપર, એપલનાં એપ સ્ટોર પર તેમજ તેની વેબસાઈટ ૂૂૂ.હશસયય.દશમયજ્ઞ પરથી ડાઉનલોડ કરી શકાશે. લાઈકી સમાજમાં વિડીયો જગતમાં એક જબરજસ્ત ક્રાંતી લઈને આવી ગયું છે. આ કંપની આશરે બે વર્ષ પહેલા ભારતમાં આવી હતી ત્યારે પણ તેણે બજારમાં ગરમી લાવી દીધી હતી. ફરીથી તે એક નવા બદલાવ સાથે માર્કેટમાં ઉતરી છે અને ખુબ જ ટુંકાગાળામાં ટોપ ફાઈવમાં સૌથી વધુ ડાઉનલોડ થતી એપમાં સ્થાન પામી ચુકી છે. જે દરેક માટે કરે છે કંઈક ખાસ ઓફર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.