Abtak Media Google News

ભાજપ મુળ મુદ્દાથી ધ્યાન બીજે દોરવા માટે પ્રયત્ન કરે છે: બેરોજગારી, મોઘવારી અને અદાણી કૌભાંડ મુદ્દે કેન્દ્ર સરકાર કેમ મૌન?: કોંગ્રેસનો સવાલ

રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્મા એ જણાવ્યું હતું કે  રાહુલ ગાંધીના કેસનો ઘટનાક્રમ- ક્રોનોલોજી સમજવા જેવી છે 7 ફેબ્રુઆરી એ  રાહુલએ  મોદી-અદાણી પર લોકસભામાં ભાષણ આપ્યું,  16 ફેબ્રુઆરી એ ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટમાંથી પોતાનો સ્ટે પાછો ખેંચી લીધો,  27 ફેબ્રુઆરી એ સુનાવણી શરૂ થઇ અને માર્ચ 17  જજમેન્ટ રિઝર્વ કરવામાં આવ્યું 23 માર્ચ એ જજમેન્ટ આવે છે.

કોર્ટ અને સજા એ માત્ર બહાનું છે અદાણીને બચાવવા માટે રાહુલ ગાંધી પર હુમલો કરવામાં આવ્યું છે. નીરવ મોદી 14000 કરોડ કૌભાંડ, લલિત મોદી 500 કરોડ કૌભાંડ, મેહુલ ચોક્સી 13500 કરોડ કૌભાંડ, વિજય માલ્યા 9000 કરોડ કૌભાંડ, ગૌતમ અદાણી કૌભાંડ લાખો કરોડ રૂપીયાનું કૌભાંડ કરી દેશની સંપત્તિ લૂંટે છે અને લૂંટીને ભાગી જાય છે તે દેશદ્રોહી છે. તેની રક્ષા કરનારા દેશના દુશ્મન છે. અને આ તદ્દન સત્ય વાત છે.  રાહુલ ગાંધીજીએ જણાવ્યું કે દેશની જનતાને સત્ય જાણવામાં રસ છે બીજી કોઈ વાત જાણવામાં રસ નથી. ભલે તેમણે ગેરલાયક ઠેરવે, માર પણ પડે, જેલમાં પણ પુરી દે તેનાથી મને કોઈ ફરક પડતો નથી, તેઓ સત્ય માટેની તપસ્યા ચાલુ રાખશે.

વિપક્ષને ડરાવવા, ધમકાવવાની કોશિશ, ખોટા કેસ કરવાથી કોંગ્રેસ પક્ષ કે રાહુલ ગાંધીજી ડરશે નહિ રાહુલ ગાંધી દેશના સળગતા સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર બોલવાનું અને અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. ભારતમાં લોકતંત્ર ઉપર આક્રમણ થઈ રહ્યું છે અને આપણને તેના રોજ નવા નવા ઉદાહરણ જોવા મળે છે . આ સંબંધો ઘણો જુનો છે અને  નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારનો આ સંબંધ છે અને તે અંગે ઘણાં બધા જાહેર પુરાવા છે. રાહુલજીએ વિમાનમાં આરામદાયક સ્થિતીમાં નરેન્દ્ર મોદી અને તેમના મિત્ર અદાણીજીની ગોષ્ટી કરતી તસ્વીરો સંસદમાં પણ રજુ કરીને સવાલ કર્યો હતો. ત્યાર પછી રાહુલના ભાષણના અમુક ભાગ દુર કરવામાં આવ્યાં. રાહુલજી સ્પિકરને મુદ્દાવાર વિસ્તૃત પત્ર લખ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટસ આપવામાં આવ્યાં છે. રાહુલએ નિયમોની નકલ પણ રજુ કરી હતી તેમ છતાં કઈ થયુ નહી.

સંસદમાં મંત્રીઓએ  રાહુલ વિશે ખોટી વાતો કરવામાં આવી.  રાહુલ સામે કરવામાં આવેલા આક્ષેપોનો જવાબ આપવા માટે તેમણે સ્પીકરને લેખિત રજુઆત પણ કરી પરંતુ તેમને સંસદમાં જવાબ આપવાની તક આપવામાં આવી નહી.  ભારતના લોકતંત્ર માટે લડતા રહેશે. ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલએ તેમના તમામ ભાષણોમાં એ વાત ઉપર જ ભાર મુક્યો હતો કે, આખો સમાજ એક છે, બધાએ સાથે મળીને રહેવુ જોઈએ, બધા વચ્ચે ભાઈચારાની લાગણી હોવી જોઈએ, નફરત હોવી જોઈએ નહીં અને હિંસાને પણ કોઈપણ સ્થાન નથી.

આમ આ સમગ્ર મામલો ઓ.બી.સી.નો નથી, આ મામલો નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચેના સંબંધનો છે.  રાહુલ ગાંધીએ 20,000 કરોડ રૂપિયા અંગે સવાલ પુછી રહ્યાં છે અને તેનો જવાબ માંગી રહ્યું છે. ભાજપ મુળ મુદ્દાથી ધ્યાન બીજે દોરવા માટે પ્રયત્ન કરે છે અને ક્યારેક ઓ.બી.સી.ની વાત કરે છે, ક્યારેક વિદેશની વાત કરે છે, ક્યાંરેક કઈક જુદીજ વાત કરે છે અને ક્યારેક ગેરલાયકાતની વાત કરે છે. પરંતુ મુળ સવાલ 20,000 કરોડ રૂપિયાનો છે.આ નાણાં કોના છે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.