Abtak Media Google News

જૈન સમાજના મહિલા મંડળોની 1ર5 કલા પ્રેમી કસબીઓ દ્વારા ભગવાન મહાવીરની ભવયાત્રાનો અનોખો નાટય પ્રયોગ

રાજાણી ધર્મપ્રીય અને સાંસ્કૃતિક નગરી માં અનેક સેવાભાવી સંસ્થાઓ વિવિધ પ્રકારના આયોજનો કરી રહી છે. છેલ્લા 3પ વર્ષથી રાજકોટમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ ઉપલક્ષ્ા વધામણા રૂપે વિવિધ પ્રકારના આયોજનો વિવિધ સંસ્થાઓ દ્વારા થઈ રહયા છે.ભગવાન મહાવીર સ્વામીના અહિંસા પરમો ધર્મ ના સિંધ્ધાંત ને વિશ્વભર માં વર્ષોથી પ્રતિસાદ મળી રહયો છે.

Advertisement

સર્વે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મહાવીર સ્વામીના જીવો અને જીવવા દો ના સિધ્ધાંતના વાસ્તવીક રીતે અમલમાં મુક્વા પડશે તેમાં જ સર્વેનું કલ્યાણ છે. મહાવીર સ્વામીના ર7 ભવોના સાર ને અદભૂત રીતે વણી લીધેલી નાટીકા એક ડગલુ ભગવાન મહાવીર તરફ ’. અબતકની શુભેચ્છે મુલાકાતે  રીનાબેન દોશીએ જણાવ્યું હતુ કે, તા. 04/04/ર0ર3 ના રોજ હેમુ ગઢવી હોલ (સરગમ સંચાલિત) ખાતે બપોરે 3:00 કલાકે રાજકોટના અનેક ધર્મપ્રેમી બહેનો તથા ભાઈઓ એવમ કલાકારો દ્વારા આ નાટીકા અદભૂત રીતે પ્રસ્તુત કરવામાં આવશે.સમગ્ર આયોજન સમસ્ત જૈન સમાજ રાજકોટ દ્વારા કરવામાં આવેલુ છે.

આ સમારોહના મુખ્ય અતિથી વિશેષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, મંત્રી  ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય  ડો. દર્શિતાબેન શાહ અને રાજકોટના મેયરશ્રી પ્રદીપભાઈ ડવ ઉપસ્થિત રહી દીપપ્રાગટય કરશે. સર્વે પૂ. ઉપકારી ગુરુભગવંતો એવમ પૂ. મહાસતીજીઓની નિશ્રામાં ભજવનારુ આ નાટક પ્રવચન પ્રભાવિકા પૂ. અજીતાબાઈ મ઼ એવમ ડો. પૂ. પન્નાબાઈ મ઼ ની પ્રેરણાથી ગુજરાતરત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ઼સા. એવમ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રી નમ્રમુનિ મ઼સા.ના આશિર્વાદથી યોજાઈ રહયુ છે. આ ભવ્યાતુભવ્ય ડ્રામાનું નામ એક ડગલુ ભગવાન મહાવીર તરફ છે. રાજકોટ જૈન સમાજના મહીલા મંડળોની 1રપ કલાપ્રેમી ક્સબીઓ દ્વારા ભગવાન મહાવીરની ર7 ભવની ભવયાત્રા નો અનોખો નાટય પ્રયોગ ના પાસ ઉપાશ્રયેથી મળશે. તા. 04/04/ર3 ના રોજ ર:30 કલાકે નાટયગૃહમાં પ્રવેશ મળશે 3 વાગ્યા પછી નાટીકામાં વિક્ષ્ોપ ના પડે એવા હેતુ થી પ્રવેશ બંધ કરવામાં આવશે.

પ્રથમ બંને હરોળ મહાનુભાવો તથા મહેમાનો માટે અનામત હોઈ ત્યારબાદ ની સીટોમાં આપનું આસન ગ્રહણ કરવુ. નાટક નું દિગ્દર્શક મનીષભાઈ પારેખ કરી રહયા છે તેમજ મીલનભાઈ કોઠારી તેમા ગાઈડન્સ આપશે. મહાવીર સેવા ટ્રસ્ટના ચેરમેનશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ તમામ પ્રકારનું માર્ગદર્શન આપી રહયા છે. જીવનદર્શન નાટિકાઓ રજુ કરવાની પ્રેરણા આપનાર યોજ્ઞનાબેન મહેતા, વિણાબેન શેઠ, સુલોચનાબેન ગાંધી, નયનાબેન શાહ, માલીનીબેન શાહ, હીનાબેન દોશી, ભારતીબેન ખોખાણી, પ્રગતીબેન શેઠ, મધુબેન બાવીસી, રૂપાબેન સંઘવી અને પ્રતીભાબેન મહેતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.