Abtak Media Google News

બચી ગયેલા ચીની પર ‘ધ સીકસ’નામની ફિલ્મ બની રહી છે

સન ૧૯૧૨-૧૫મી એપ્રિલના રોજ મહાકાય અદભુત અને સમુદ્રના રાજના નામે ઓળખાતી શીપ ટાઇટેનીક બફરની શીલા સાથે ટકરાતા ડુબી ગઇ હતી. આ ઘટના પરથી ફિલ્મ ટાઇટેનીક પણ બનાવવામાં આવી હતી જે ખુબ જ હિટ રહી છે. આમ તો શીપમાં લાઇફબોર્ડ હતી. જેમાં હજારો લોકો હતા. પરંતુ તે બફરના પાણીમાં કોઇપણ બચી શકયું ન હતું. કારણ કે ચીને આટલા સમય સુધી આ વાતને છુપાવી રાખી કે ટાઇટેનીકમાંથી ૬ ચીની લોકો અને અન્ય ૭૦૦ મુસાફરોનો ચમત્કારીક બચાવ કરવામાં આવ્યો હતો.

Advertisement

હવે તે છ ચીની વ્યકિતઓ કોન હતા.  કઇ રીતે તેનો બચાવ થયો તેના વિશે અર્થુર જોન્સ અને સ્ટીવન રચવાનકર્ટ ‘ધી સીકસ’ કરીને ડોકયુમેન્ટરી બનાવી રહ્યા છે. ટાઇટેનીકમાં ૨,૨૨૯ પેસેન્જરો સવાર હતા. ટાઇટેનીક ન્યુ યોર્ક સીટીમાં પહોચવાની હતી. શીપ પર લાઇફબોટ તો હતી પરંતુ તેના લપેલા લોકોને પણ થીજવનારા પાણીએ મૃત્યુ આપી હતી. બીજી સવારે ૭૦૦ લોકો બચી ગયા હતા. આ ઘટનાથી વિશ્ર્વભરમાં ચકચાર મચી ગયો હતો. આ સત્ય ઘટનાની ફિલ્મ, નવલકથા, ડોકયુમેન્ટરી અને સંગ્રહાલય પણ બન્યા છે.

બચી ગયેલા લોકોના અનુભવથી ટાઇટેનીકની કથાના પાના ઈતિહાસમાં લખાયા હતા. આમ છતાં સ્ટીવને કશું ઘટતું હોય તેવું લાગતા તેણે ચીનમાં ટાઇટેનીક અંગેની શોધ કરી ત્યારે તેને જાણ થઇ કે છ ચીની લોકો પણ ટાઇટેનીકમાં બચી ગયા હતા. પણ તે જેટલું તેને શોધવાના પ્રયાસો કરતો. તેને એટલા જ બંધ દરવાજા મળ્યા, સતત પ્રયત્નો બાદ તેમણે ધ સીકસ લોન્ચ કરવાનો નિર્ણય લીધો, તેણે સાદી એવે ‘વેલસાઇટ હુ આર ધ સીકસ’ બનાવી, ઘણા ચીની લોકોને પણ જાણ ન હતી કે ટાઇટેનીકમાં ૮ ચીની લોકો પણ સવાર હતા જેનાથી ૬ બચી ગયા હતા. ફિલ્મ નિર્માતાએ વધુ શોધખોળ કરતા તેને થર્ડ કલાસ કમ્પાર્ટમેન્ટની ટીકીટો પણ મળી હતી આલીશાન ટાઇટેનીકમાં ચીની લોકોને જાનવરની માફક બેસાડવામાં આવ્યા હતા. પરંતુ ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં તેમને સારુ સ્થાન મળ્યું છે રસપ્રદ વાત તો એ છે કે ર૦મી સદીમાં ચીનમાં ચાલી રહેલા વિવાદને કારણે લોકોએ ઘણી મુશ્કેલીઓ વેઠી છે માટે બચી ગયેલા ૬ લોકો માટે ટાઇટેનીક એક મોટી ઘટના નહી પણ એક હાઇસો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.