Abtak Media Google News

એમબીબીએસ માટે નીટની પ્રવેશ પરીક્ષા ફરજિયાત બનતા ખાનગી કોલેજોમાં ફી વધારો

ખાનગી મેડીકલ કોલેજોમાં ઉંચી ફી વસુલી વિદ્યાર્થીઓને ધકકામારી પાસ કરી દેવાતા શિક્ષણની ગુણવતા ઘટી રહી છે. ભારતમાં એમબીએ માટે ૬૦ હજાર સીટો જ છે. જેના પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપવી પડે છે. તો ૬૦ હજારની સીટોમાં ૪ લાખ વિદ્યાર્થીઓ કઈ રીતે બેસે છે? ખાનગી મેડીકલ કોલેજોએ આ શકય કરી બતાવ્યું છે. આવી કોલેજો ઉંચી ફી વસુલી કરી નબળા વિદ્યાર્થીઓને પણ ચલાઉ પાસ કરી દેતા હોય છે. ખાનગી શાળાની ફી રૂ.૬૪ લાખ તો સરકારી મેડીકલ કોલેજની ૪ લાખ રૂપીયા હોય છે. પરંતુ ખાનગી કોલેજોનાં ટોપરોની સરખામણીએ સરકારી કવોટામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું શિક્ષણ વધુ ગુણવત્તા ધરાવતું છે. ખાનગી કોલેજોનાં સરકારી કવોટામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ વધુ હોશિયાર છે. ડોકટરોને ભગવાન કહેવામાં આવે છે. ત્યારે લાલચ રાખી લાલીયાવાડી કરનારી મેડીકલ કોલેજોને કારણે આપણાં સૌ કોઈને જીવ જોખમમાં છે જો અન્ય કોઈ ક્ષેત્રમાં ધકકાપાસ થયેલા લોકોને કશુ નડતુ નથી.

Advertisement

પણ જો ડોકટરો જ ચલાઉ પાસ હોય તો દર્દીઓએ શું સમજવું? જોકે ‘નીટ’ બાદ પ્રવેશ મેળવવાને કારણે ગુણવતા સુધરી છે. અને ગરીબ તેમજ મધ્યમવર્ગનાં હોશિયાર વિદ્યાર્થીઓને સફળતા મળે છે. નીટની પરીક્ષાના કાયદાબાદ ઘણી ખાનગી કોલેજોની ફીમાં વધારો થયો છે. યુનિવર્સિટી ઓફ હેલ્થ એન્ડ સાઈન્સના ડોકટરે જણાવ્યું હતુ કે કેન્દ્રે વધુ સરકારી મેડીકલ કોલેજો ખોલવાની આવશ્યકતા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.