Abtak Media Google News

હવામાન વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા: ઉનાળાનું મહત્તમ અને શિયાળાનું લઘુતમ તાપમાન વધશે

રાજકોટ અને મધ્ય સૌરાષ્ટ્ર ઉપર કલાઈમેટ ચેન્જની માઠી અસર અત્યારે તો જોવા મળી જ રહી છે. પરંતુ ૨૦૯૯ સુધીમાં હવામાનમાં ગંભીર ફેરફારો જોવા મળશે. સૌરાષ્ટ્રની ગરમીમાં ૫ ડિગ્રી અને વરસાદમાં ૧૪ ટકાનો તોતીંગ વધારો થશે તેવું હવામાન વિભાગે તૈયાર કરેલા રિસર્ચ પેપરના આંકડાથી ફલીત થયા છે.

સંશોધકોના જણાવ્યાનુસાર આવતા ૯ દસકામાં ઉનાળાનું મહતમ તાપમાન ૩.૩ ડિગ્રી સેલ્સીયસ સુધી વધી જશે જયારે શિયાળાનું લઘુતમ તાપમાન ૪.૫ ડિગ્રી સુધી વધશે. જેનો ર્અથ એ થયો કે, જેટલું ગરમ તાપમાન રહેશે તેટલો વરસાદ વધુ પડશે. આ સમયમાં સરેરાશ વરસાદમાં ૧૧ થી ૧૪ ટકા જેટલો તોતીંગ વધારો જોવા મળશે.

સંશોધન પત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના તાપમાનમાં આગામી સમયમાં ભયંકર ફેરફાર જોવા મળશે. અમદાવાદ ખાતેના હવામાન વિભાગના અધિકારી જયંત સરકાર અને જે.આર.ચીચોલીકર દ્વારા આ સર્વે તૈયાર કરવામાં મદદ ઈ છે. આ રિસર્ચ સાત ગ્લોબલ કલાઈમેટ ચેન્જના મોડેલના માધ્યમી કરાયું છે.

વિગતોનુસાર હવામાન વિભાગે ૨૦૧૧ થી ૨૦૩૦, ૨૦૪૬ થી ૨૦૬૫ તા ૨૦૮૦ થી ૨૦૯૯ એમ ત્રણ તબકકે સર્વે હાથ ધર્યો હતો. જેમાં આ ત્રણેય તબકકામાં હવામાનમાં નાર ફેરફારનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જેના અનુસાર ઉનાળાનું મહત્તમ તાપમાન ૦.૭, ૧.૭ અને ૩.૩ ડિગ્રી સુધી વધી શકે છે. ઉપરાંત વરસાદ પણ સરેરાશ અનુક્રમે ૨ ટકા, ૧૧ ટકા તેમજ ૧૪ ટકા સુધી વધશે.

અહીં ઉલ્લેખનીય છે કે, કલાઈમેટ ચેન્જની સૌથી વધુ અસર રાજકોટને થશે. રાજકોટના વાતાવરણમાં સૌથી વધુ ફેરફાર જોવા મળશે. ઉનાળા અને શિયાળા દરમિયાન લઘુતમ તેમજ મહત્તમ તાપમાન એકાએક ઉંચુ ચઢશે. ઉપરાંત ગરમી વધતા વરસાદના પ્રમાણમાં પણ વધારો થશે તેવું હવામાન વિભાગનું માનવું છે. માઈક્રોલેવલે નારા કલાઈમેટ ચેન્જ કચ્છ પંકને પણ અસર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.