Abtak Media Google News
  • હજારોની સંખ્યામાં દ્વારકા પહોંચશે ભાવિકો

દર વર્ષે ફાગણ મહિનાની પૂનમ ભરવા લાખોની સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રીઓ દ્વારકા ચાલીને જાય છે. અમદાવાદ અને રાજકોટ જિલ્લાના પદયાત્રીઓ કટારીયા ચોકડી પાસે પહોંચ્યા ભજન કીર્તન ની રમઝટ સાથે   મોટી સંખ્યામાં લોકો પગપાળા દ્વારકાધીશને શીશ નમાવવા પહોંચે છે.

There Is A Lot Of Commotion Among The Pedestrians To Greet Dwarkadish With Dust On The Occasion Of Hutasani Festival.
There is a lot of commotion among the pedestrians to greet Dwarkadish with dust on the occasion of Hutasani festival.

ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળીના દિવસે આ સંઘો દ્વારકા પહોંચે છે. રાજકોટથી દ્વારકા આખા રસ્તે અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ આ લોકોની સેવા માટે કેમ્પો લગાવતા હોય છે.જેમાં ખાણીપીણીની લઈને સૂવાની અને નાહવાની સુવિધાઓ તેઓ આપતા હોય છે.માનવામાં આવે છે કે પગપાળા દ્વારકા જતા લોકોની સેવા કરવાથી પુણ્ય મળે છે.

જેથી મોટી સંખ્યામાં આખા રસ્તે સેવાભાવી સંસ્થાઓ સેવા કરતી હોય છે.પગપાળા દ્વારકા જતા શ્રદ્ધાળુઓ માટે  રાજકોટ પોલીસ પણ આગળ આવે છે અને પદયાત્રીઓ માટે સેવા અને સલામતી કેમ્પનું આયોજન કરવા માં આવે છે.

જેમાં રહેવા તથા જમવાની સુવિધા,મેડિકલ સુવિધા,ચા – પાણી,ફ્રૂટ તથા જ્યુસ અને સરબતની વ્યવસ્થા,બપોર તથા રાત્રિ દરમિયાન રોકનાર અર્થે સુવા અને બેસવાની વ્યવસ્થા,વધુમાં અકસ્માતના બનાવ અટકાવવા માટે સલામતીનું યોગ્ય સૂચન આપવામાં આવે છે,

There Is A Lot Of Commotion Among The Pedestrians To Greet Dwarkadish With Dust On The Occasion Of Hutasani Festival.
There is a lot of commotion among the pedestrians to greet Dwarkadish with dust on the occasion of Hutasani festival.

આ ઉપરાંત કેમ્પ પર પદયાત્રીઓને જરૂરિયાત મુજબ મેડિકલ સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ પણ હાજર રાખવામાં આવે છે.ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા માટે શ્રદ્ધાળુ યાત્રા કરીને દ્વારકા પહોંચે છે

દ્વારકાધીશ મંદિરે બાવન ગજની ધ્વજા ચડાવાશે બાવળા સંઘ

હોળીના તહેવારમાં સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ યાત્રા સંઘો દ્વારકાધીશના દર્શન માટે પગપાળા જતા હોય છે. બાવળા સંઘ છેલ્લા ત્રણ વર્ષથી હોળીમાં દ્વારકાધીશના દર્શનાર્થે જાય છે. ગત 8મી માર્ચથી તેઓએ પોતાની પદયાત્રા શરૂ કરી છે. જે 7 દિવસ દ્વારકા પહોંચશે. જ્યાં તેઓ દ્વારકાધીશના દર્શન કરી 52 ગજની ધજા ચડાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.