Abtak Media Google News

ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં અમેરિકાની ક્રૂડની ઈન્વેન્ટરીમાં ઘટાડો થતાં શું અસર થયી??

ભારતમાં 16 મહિનાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે અમેરિકામાં ગયા સપ્તાહે ક્રૂડ ઇન્વેન્ટરીમાં મોટો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં ગયા સપ્તાહે ક્રૂડ ઇન્વેન્ટરીઝમાં લગભગ 6 અબજ બેરલનો ઘટાડો જોવા મળ્યો હતો.

ક્રૂડની ઈન્વેન્ટરીમાં થયેલા આ ઘટાડા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેનાથી તેની કિંમતોમાં વધારો થશે, પરંતુ અંદાજથી વિપરીત બુધવારે યુએસમાં તેની કિંમતમાં ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, આજે, ગુરુવાર, 17 ઓગસ્ટે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના બેઝિક રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ રીતે દેશમાં આજે 498માં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.

દેશમાં 16 મહિનાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે કે 16 મહિનાથી વધુ સમયથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. અગાઉ, સરકારી તેલ કંપનીઓએ ગયા વર્ષે 6 એપ્રિલ 2022ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. આ પછી, કેન્દ્ર સરકારે 22 મે 2022 ના રોજ પેટ્રોલ પરની કેન્દ્રીય એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો.

આ છે દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવનો આજનો દર

હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો દર

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ફરી એકવાર મામૂલી ઘટાડો નોંધાયો છે. WTI ક્રૂડ ઘટીને બેરલ દીઠ $79.38 અને બ્રેન્ટ ક્રૂડ $83.45 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.