Abtak Media Google News

સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ ગામોમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં સરકારની સફળતા એક ઉચ્ચ કોટિની સિદ્ધિથી જરા પણ કમ નથી!!!

પહેલું સુખ જાતે નર્યા. બીજું સુખ ઘેર દીકરા. ત્રીજું સુખ ગુણવંતી નાર. અને ચોથું સુખ કહેવતમાં કોઠીએ જાર ને ગણવામાં આવે છે પરંતુ માત્ર જારહોય એટલે બધા સુખ મળી જતા નથી રોટલો રાંધવા માટે આગ અને પાણી બંને જરૂરી હોય છે

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા ગામો એવા હતા કે જ્યાં પીવાના પાણીની કાયમી સમસ્યા રહેતી હતી કચ્છ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ખાસ કરીને ઘેડ વિસ્તારમાં કરાય એવા ગામો હતા કે જે ચોમાસાના ચાર મહિના સિવાય આઠ મહિના પાણીની વતે ઓછે અંશે ખેંચ રહેતી હતી સૌરાષ્ટ્ર-ગુજરાતના ઘણા એવા ગામો હતા તે જ્યાં મહિલાઓને આખો દિવસ બે ત્રણ ચાર કિલોમીટર દૂર જઈને પીવાનું પાણી ભરી લાવવું પડતું હતું આ કારણે એવા ઘણા ગામો હતા કે જ્યાં રાજાના કુંવર જેવો મૂર્તિઓ હોવા છતાં કોઈ દીકરી દેવા તૈયાર ન હતું હવે સમય અને સ્થિતિ બદલાઈ ગઈ છે સરકારના લાંબાગાળાના પ્રયત્નોથી રાજ્યમાં એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં પાણીની પરિસ્થિતિ ખરાબ હોય હવે તો નાલ સે જલ જેવી યોજનાઓ થકી એક પણ ઘર પાણી વગરનું ન રહે ઝૂંપડી બાંધીને રહેતા પરિવારને પણ પાણીની ખેંચ ન પડે તેની વ્યવસ્થા કરવા માટે પ્રયત્નો નહીં કામ થઇ રહ્યું છે ગુજરાતમાં સરકાર દ્વારા પાણીની સમસ્યા સંપૂર્ણપણે દૂર કરવા માટે જે પ્રયત્નો થઇ રહ્યા છે તે ગુજરાતની સામાજિક વ્યવસ્થા માટે મોટો આશીર્વાદરૂપ બની રહેશે સરકાર દરેક નાગરિકને પાણીની સુવિધા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે નાગરિકોએ પણ પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવી પડશે પાણીની અછતથી ગામના છોકરાઓ ને દીકરીઓ દેવા પણ કોઈ તૈયાર ન હતું તેવી પરિસ્થિતિ હવે નથી હવે દરેક ગામમાં પાણી ની પૂરેપૂરી સગવડતા થઈ ગઈ છે અને અને કોઈપણ ગામ પાણી વગર રહેવાનું નથી તેવી સારી સગવડ તો હોવી એ પણ એક ના આશીર્વાદ રૂપ ગણાય ગુજરાતમાં પાણીની અછત ન રહે તેવા પ્રયાસો ખરેખર આશીર્વાદરુપ ગણાય દરેક ઘર સુધી પાણી પહોંચતું થાય તેવા સરકારના પ્રયત્નો વચ્ચે પાણીનો વપરાશ કરનારા લોકોએ પણ પાણી નો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ જન વિના જીવન નથી અને કુદરતની આ જિંદગી નો કરકસર કર્યો ઉપયોગ કરવો જોઈએ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.