Abtak Media Google News

અમારા આંગણે પંચાયત મંત્રીની મુલાકાત રાજકોટ જિલ્લા પંચાયત માટે ઐતિહાસિક ઘડી: ભુપત બોદર

અબતક, રાજકોટ

દેશના  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી સતાને સેવાનું સાધન માની દેશની તકદીર અને  તસ્વીર બદલી રહ્યા ત્યારે રાજ્યના  .મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટિલનાં માર્ગદર્શન હેઠળ ની રાજ્ય સરકાર સતત  પ્રજાની સુખાકારી અને અંત્યોદય ની ભાવના સાથે કામ કરી રહી છે.ત્યારે  ગુજરાત સરકારના  પંચાયત  મંત્રી બ્રિજેશ મેરાજાએ આજે રાજકોટ જિલ્લા પંચાયતની  શુભેચ્છા મુલાકાત લીધી હતી,પંચાયત  મંત્રીની આ શુભેચ્છા મુલાકાત રાજકોટ જિલ્લા પંચાયત માટે ઐતિહાસિક અને સ્મરણીય બની રહી છે, કારણે છેલ્લા 25 વર્ષમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં પંચાયત  મંત્રી ખુદ  મુલાકાતે આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના  છે, બ્રિજેશ મેરજાએ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત  બોદરની ચેમ્બરની મુલાકાત કરી હતી, ત્યારબાદ જીલ્લા પંચાયત ના વિવિધ સમિતિ ના ચેરમેનો ની પણ રુબરુ ચેમ્બર માં જઇ મુલાકાત લીધી તેમજ મિટિંગ રૂમમાં જિલ્લા પંચાયતના પદ્દાધિકારીઓ અને અધિકારીઓ સાથે  શુભેચ્છા બેઠક કરી હતી,

બેઠકમાં મંત્રીએ રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસ અંગે કરવામાં આવતી  અસરકારક વેક્સિનેશનની કામગીરી અંગે તાગ મેળવ્યો હતો અને કામગીરી સંતુષ્ટ થઈ  સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા,આ તકે મંત્રીએ જિલ્લા પંચાયતના નવા અધ્યતન ભવનના નિર્માણ અંગે સરકાર દ્રારા નાણાંકીય સહિતની બાબતોમાં કોઈ કચાસ નહીં રહે તેવી બાહેંધરી આપી  હતી, આ ઉપરાંત વિકાસના કોઇપણ કામો નાણાંના વાંકે ક્યારેય નહીં અટકે તે અંગે પણ મંત્રીએ ખાત્રી આપી  હતી,પંચાયત મંત્રીનો શુભેચ્છા મુલાકાત બદલ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે આભાર  વ્યક્ત કર્યો હતો.

આ તકે મંત્રી  બ્રિજેશભાઈ મેરજા એ જીલ્લા પંચાયત ના વિવિધ વિભાગો ની કામગીરી ની વિગતો મેળવી કામગીરી થી સંતોષ ની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ભૂપતભાઈ બોદર પ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ,ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી,કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, ડી.ડી.ઓ. શ્રીદેવ ચોધરી, સિંચાઇ સમિતિ ચેરમેન જેન્તીભાઇ બરોચિયા, જિલ્લા ભાજપ મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, રાજાભાઈ ચાવડા , ભાજપ અગ્રણી કેયુરભાઈ ઢોલરીયા, નાથાભાઈ વાસાણી,નિલેશભાઈ ખૂંટ, મનોજભાઈ અકબરી, હરિભાઈ બોદર દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.આ પ્રસંગે ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખ ભાર્ગવભાઈ આદિપરા , કીશોર ભાઈ આદીપરા તથા ડેપ્યુટી ડીડીઓ ગમારા  તથા કાલરીયા,આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.