Abtak Media Google News

ઘણી મહિલાઓ હેરફોલ કમ કરવા માટે મોંઘીદાટ પ્રોડક્ટસનો ઉપયોગ કરતી હોય છે એમ છતા ફેર પડતો નથી પરંતુ હું આયુર્વેદીક ઉપચારો ખૂબ જ  અસરકારક છે જે તમને વાળ વધારવામાં મદદરુપ થશે.

– ૧- જોજોબા ઓઇલ :

Jojoba Oil
JOJOBA OIL

જોજોબા તેલ એક સામાન્ય વસ્તુ છે જે તમારા તાળવાને નરીશ કરશે અને વાળ વધારવામાં મદદરુપ થશે. જોજોબા તેલથી રોજ માલિશ કરવાથી પુરતી ઉંઘ પણ મળે છે, આ ઉપરાંત થાક પણ ઘટે છે અને તે વાળને મુળમાંથી મજબૂત બનાવે છે.

 

 

 

-અશ્ર્વગંધા :

Aswagandha
ASWAGANDHA

અશ્ર્વગંધામાં એન્ટીઓક્સીડેન્ટસ રહેલા હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને શરીરમાંથી ઝેરી પદાર્થ પણ ઘટાડે છે.

 

 

– આમળા :

Amla
amla

લોહીન શુદ્વ કરવા માટે આમણાં ઉત્તમ છે. જે વિટામિન-સી થી ભરપુર છે. તો એમાં એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ રહેલા હોય છે. આમળા વાળને કાળા અને ઘાટા બનાવે છે તમે મેથી પાઉડર અને આમળાના પાઉડરને મિક્સ કરી લગાવી શકો છો અને તેમાં દહી પણ ઉમેરી શકો છો. આ પેકને એક કલાક માટે વાળમાં લગાવી રાખો બાદમાં માઇલ્ડ શેમ્પુથી વોશ કરો.

 

 

– જટામાસી :

Jatamansi
jatamansi

વાળના ટોનીક માટે દરેક તેલમાં જટામાસીનો ઉપયોગ થતો હોય છે. તે એન્ટી ફંગલ એજેન્ટ ધરાવે છે. જે વાળના મુળ સુધી પહોંચી તેને મજબૂત કરે છે તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો અને તેને બદામના તેલ સાથે કરી શકો છો. અને તેને બદામના તેલ સાથે મિક્સ કરી લગાડવાથી તે વધુ અસરકારક બને છે.

 

– લીમડો :

Neem-Oil
Neem-Oil

વાળના મુળની નબળાઇ અને ડેંડરફથી વાળ ખરતા હોય છે. ત્યારે લીમડો લગાડવાથી તેમાં રહેલી એન્ટીબેક્ટેરીયલ પ્રોપર્ટીઝ વાળને મજબૂ બનાવે છે. તેના માટે ૧ કપ પાણીમાં લીમડાના પાંદ ઉકાળો હવે તે પાણીને શેમ્પુ બાદ એપ્લાય કરો આમ કરવાથી ખરતા વાળ અટકે છે. આ સિવાય તેમ લીમડાના તેલથી મસાજ પણ કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.