Abtak Media Google News

ધાર્મિક માન્યતા મુજબ ભગવાનને પ્રસાદ ધરવાની ઘણી જૂની પરંપરા છે.  ઘણા લોકો રોજ ભગવાનની વિધિ મુજબ પુજા નથી કરતાં હોતા પરંતુ ભગવાનને પ્રસાદ ચઢાવે છે.

આ પરંપરા પાછળનું ધાર્મિક કારણ એ છે કે શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે જોઈ ભક્ત પ્રેમપૂર્વક મને ફૂલ, ફળ, અનાજ, પાણી વગેરે અર્પણ કરે છે તે હું પોતે પ્રગટ થઈને ગ્રહણ કરું છું.

ભગવાનને પ્રસાદ ધારાવ્યા બાદ ભોજન કરવાના વૈજ્ઞાનિક ફાયદા પણ છે :

ભગવાનને પ્રસાદ ધરાવીને ભોજન કરવાથી ભોજનનો દોષ અને વિકાર દૂર થાય છે તે માત્ર કલ્પના નથી. ભગવાનની કૃપાથી જે પાણી અને અનાજ આપણને પ્રાપ્ત થાય છે. એ ભગવાન ને અર્પિત કરવું જોઈએ. એવી માન્યતા છે કે ભોગ ચઢાવ્યા પછી ગ્રહણ કરેલું અનાજ દિવ્ય થઇ જાય છે. ભોગમાં તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. જૂની પરંપરા મુજબ તુલસીને ભોગમાં રાખવામાં આવે છે. અને આ તુલસીના પાનમાં અનેક ગુણો રહેલા છે. તુલસી અનેક ઔષધીય ગુણો ધરાવે છે. અને આ તુલસીના પાન વાળું ભોજન ગ્રહણ કરવાથી શારીરિક ઘણા ફાયદા થાય છે. તુલસી સ્વાસ્થ્ય વર્ધક છે તુલસીનો છોડ મલેરીયા જેવા રોગો સામે રક્ષણ આપે છે .

તુલસી પર કરેલા પ્રયોગોથી સિદ્ધ થયું છે કે તુલસી બ્લડ પ્રેશર અને ડાયજેસ્ટિવ સિસ્ટમમાં તેમજ માનસિક રોગોમાં લાભદાયક છે. તેથી ભગવાન ને ભોગ ચઢાવવાની સાથે જ એમાં તુલસી નાખીને પ્રસાદ ગ્રહણ કરવાથી ભોજન અમૃત રૂપ માં શરીર સુધી પહોંચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.