Abtak Media Google News

દરેક ઘરમાં ભગવાનની તસવીરો જોવા મળે છે. ધર્મ ભલે કોઈપણ હોય, પરંતુ ઘરમાં ધાર્મિક પ્રતીક રાખવું તે દરેક ધર્મોમાં શુભ મનાય છે. હિંદુઓના ઘરમાં દેવી દેવતાઓની, મુસ્લિમોના ઘરમાં મક્કા-મદીનાની, શીખોના ઘરમાં વાહેગુરુની તો ખ્રિસ્તી પરિવારોમાં જીસસની તસવીરો જોવા મળતી હોય છે. તમને એવો વિચાર આવે છે ખરા કે ઘરમાં શા માટે ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવતી હોય છે?

Why-Are-Gods-Photos-Kept-In-The-House
why-are-gods-photos-kept-in-the-house

તેના પાછળ મનોવૈજ્ઞાનિક કારણ કામ કરે છે. ઘરમાં ભગવાનની મૂર્તિઓ લગાવવાથી અને તેની નિયમિત રીતે પૂજા અર્ચના કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં નાના નાના ફેરફારો કરીને તમે માનસિક શાંતિ મેળવી શકો છો.

ઘરમાં તસવીરો કે મૂર્તિ તો બધાં સામાન્ય રીતે મૂકતાં હોય છે, પરંતુ તેને યોગ્ય દિશામાં મૂકતાં ફાયદો થઈ શકે છે. યોગ્ય દિશામાં મૂકેલ મૂર્તિ કે તસવીર તમને સતત અહેસાસ કરાવે છે કે ઘરમાં ભગવાન વસેલાં છે. તસવીરો અજાણ રીતે પણ તમને આત્મશક્તિ પૂરી પાડે છે. ઘરમાં રહેલ ભગવાનની મૂર્તિ તમને ખોટાં કામો કરતાં અટકાવે છે.

Why-Are-Gods-Photos-Kept-In-The-House
why-are-gods-photos-kept-in-the-house

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.