Abtak Media Google News

દીનપ્રતિદીન પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે બહારનું વાતાવરણ પણ દૂષિત થયુ રહ્યું છે જેને રોકવું આપણા નિયંત્રણમાં નથી પરંતુ આપણા ઘરના વાતાવરણને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ જેના માટે આજે હું તમને એવી સરળ ટિપ્સ જણાવીશ જેનાથી તમારુ ઘર સ્વચ્છ તેમજ પ્રદૂષણ મુક્ત રહેશે.

– ઘરમાં દિવસમાં બેથી ત્રણ વખત સ્ત્રીઓ પોતું લગાવતી હોય છે અને ઘરને સ્વચ્છ રાખવાની કોશિશ કરતી હોય છે હવે તમારે માત્ર પોતું કરવાનું હોય ત્યારે તે પાણીમાં મીઠું ઉમેરવાનું છે. જો તમારે લાકડાનું ફ્લોર હોય કે પછી ટાઇલ્સ હોય તો આ ઉપાય તમારે માટે બેસ્ટ છે. જેનાથી લાંબો સમય સુધી ઘર સાફ અને ફ્રેશ રહે છે

– પ્રકૃતિને તેની પોતાની સુંદરતાની ભેટ છે ઘરમાં સુંગધિત ઝાડ, છોડ રાખવાથી સ્વચ્છતા તેમજ સ્વાસ્થ્ય બંને જળવાઇ રહે છે ઘરમાં સુંગધિત છોડ વાવવાથી વાતાવરણ પણ સારુ રહે છે આ ઉપરાંત મની પ્લાન્ટ, એલોવેરા, લીલી, રોઝ જેવા ઝાડ ઘરમાં વાવી શકો છો જે ઘરના દેખાવને પણ સુંદર બનાવશે અને વાતાવરણને સ્વચ્છ રાખશે.

– ઘરમાંથી નકારાત્મક ઉર્જા કાઢવા માટે તુલસીના પાન બેસ્ટ રીમેડી છે તુલસીના પાનનું સેવન કરવાથી અનેક રોગોથી છૂટકારો મળે છે રસોઇ ઘરમાં દરરોજ બે તુલસીના પાન રાખવાથી સકારાત્મક અને આધ્યાત્મિક ઉર્જાનો સ્ત્રોત વધે છે.

– રસોઇ ઘરમાં સારુ વાતાવરણ હોય તો રસોઇ પણ સ્વાદિષ્ટ અને ગુણકારી બને છે જે આખા ઘરમાં તેમજ ઘરના સભ્યોમાં સકારાત્મકતા ફેલાવે છે માટે રસોઇ ઘરમાં ફૂલના ફોટા અથવા સાચા છોડ વાવવાથી સારુ આઉટલૂક આવે છે.

– જો ઘરમાં ઇલેક્ટ્રોનિક આઇટમ જેમ કે વાયર, લેપટોપ, જેવી વસ્તુઓ ન ચાલતી હોય એમ ત છતા પડી હોય તો તેને ઘરમાંથી દૂર કરો કારણ કે બંધ ઇલેક્ટ્રોનિક ઉપકરણો નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે માટે સારા કામ કરવા હોય તો આ વસ્તુને ઘરમાંથી ફેંકી નાખો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.