Abtak Media Google News

૧ જીબીપીએસની સ્પીડ, વોઇસ નેવિગેશન, ફોર કે વિડિયો કવોલીટી અને અઘ્યતન ટેકનોલોજી સાથે જીયો કેબલ ઘુમ મચાવશે

રિલાયન્સ જીયો ગીગાફાઇબર પ્રથમ તબકકામાં ૯૦૦ શહેરોમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડની આધુનિક અને ઝડપી સુવિધા ઉપલબ્ધ કરાવવા કમર કસી રહ્યું છે. મુકેશ અંબાણીની રિલાયન્સ જીયોએ જાહેર કર્યુ હતું કે જીયો ગીગાફાઇબરના લાઇવ રજીસ્ટ્રેશન શરુ થઇ ચૂકયા છે. જીયોની આ સર્વિસ ‘ફાઇબર ટુ ધ હોમ’ની રહેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૧મી વાર્ષિક મીટીંગમાં જીયો બ્રોડબેન્ડ સર્વિસની જાહેરાત કરવામાં આવી હતી.

(૧) રિલાયન્સ ૧,૧૦૦ શહેરોમાં ફીકસ લાઇન બ્રોડબેન્ડ સર્વિસ ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્ય ધરાવે છે.

(ર) હાલ કંપનીએ ૯૦૦ શહેરોમાં જીયો ફાઇબરનું આગમન કરવાની તૈયારીમાં લાગ્યું છે જો કે રિલાયન્સ જીયો બ્રોડબેન્ડ આવતા લોકલ કેબલ ઓપરેટરો મુંઝાયા છે.

(૩) રિલાયન્સ જીયો ફી ઇન્ટરનેટ સર્વિસ આપી અત્યારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ધુમ મચાવી રહ્યું છે તેમ જીયો ગીગાફાઇબર પણ કેબલ ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતી લાવી શકે છે.

(૪) નિષ્ણાતોના મતે શહેરના દરેક ખુણામાં મીલો સુધી નેટ કનેકટીવીટી આપવું જીયો માટે પણ પડકારજનક છે. કારણ કે મોબાઇલ નેટવર્કમાં તો ટેલીકોમ કંપનીઓ ટાવરનો ઉપયોગ કરે છે

(પ) ત્યારે મીલો સુધી ફેલાયેલા ઘરોમાં બ્રોડબેન્ડને સફળ બનાવવું જીયો માટે મુશ્કેલ છે.

(૬) જીયો ગીગાફાઇબર દિવાળી સુધીમાં લોન્ચ થાય તેવી શકયતાઓ છે. જો કે કંપનીઓ કોઇપણ ઔપચારિક તાીરખ આપી નથી.

(૭) બંચ તરીકે જીયો તેનું પોતાનું ગીગા રાઉટર લાવશે. જે સ્માર્ટ રિમોટ અને વિડીયો કોલિંગ ફીચરને સપોર્ટ કરશે.

(૮) જીયો  ગીગાફાઇબર બંડલ સ્માર્ટ રિમોર્ટ છે. જે વોઇસ કમાન્ડને પણ સપોર્ટ કરે છે એક વખત પ્લગ ઇન કર્યા બાદ સેટ ટોપ બોકસથી વિડીયો કોલ કરી શકાશે! કંપની મુજબ સ્માર્ટ રિમોટ મલ્ટીયલ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. જેનું રજીસ્ટ્રેશન જીયોની વેબસાઇટ પર ચાલુ થઇ ચુકયું છે.

(૯) ૧ જીબીપીએસની સ્પીડ સાથે જીયો બ્રોડબેન્ડ ફોર કે વિડીયો અને વિઆર ગેમ્સની સુવિધા નેટવર્ક પર આપશે.

(૧૦) જીયો ગીગા ટીવી સેટ ટોપ બોકસ વોઇસ નેવિગેશનને સર્પોેટ કરે છે.

(૧૧) જીયો ગીગા ટીવીનું ઇન્સ્ટોલેશન ફી રાખવામાં આવ્યું છે. બ્રોડબેન્ડ લગાડવાનું પૈંસા ગ્રાહકો પાસેથી લેવાશે નહીં.

(૧ર) ગ્રાહકોએ સિકયોરીટી ડિપોઝીટ અમાઉન્ટ ભરવાનું રહેશે.

(૧૩) જીયો ગીગા ફાઇબરનું માસિક પેકેજ રૂ. ૫૦૦/- થી શરુ થશે  (૧૪) રિલાયન્સ જીયો લોકલ ઓપરેટરો કરતાં પ૦ ટકા સસ્તા ભાવમાં બ્રોડબેન્ડની સુવિધા આપશે. (૧પ) જે વિસ્તારમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન થયા હશે તે વિસ્તારમાં વહેલા ધોરણે જીયો ગીગાફાઇબરની અમલવારી કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.