Abtak Media Google News

નવરાત્રીમાં માં દુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આજે આપણે વાત કરીશુ માતાના ત્રીજા રૂપ ‘ચંદ્રઘંટા’ વિશે.

ચંદ્રઘંટાનું સ્વરૂપ :

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત સુંદર, મોહક અને અલૌકિક છે. ચંદ્રની સમાન સુંદર માતાનું આ રૂપ દિવ્ય સુગંધિઓ અને દિવ્ય ધ્વનિઓનો આભાસ કરાવે છે. માતાનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તકમાં ઘંટના આકારનો અર્ધચંદ્ર છે, તેથી જ તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે.

શરીરનો રંગ સોના જેવો :

તેમના શરીરનો રંગ સોના જેવો ચળકદાર છે. તેમના દસ હાથ છે. તેમના દશે હાથોમાં શસ્ત્રો, બાણ, અસ્ત્રો વગેરે છે. તેમનું વાહન સિંહ છે. તેમની પૂજા નિમ્નલિખિત મંત્રથી શરૂ કરવી જોઈએ.

વીરતા અને નિર્ભયતા :

આ દેવીની ઉપાસના કરવાથી સાધકમાં વીરતા અને નિર્ભયતાની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે. પરિણામે આપણે મન, વચન અને કર્મ સાથે શરીરને માતાના ચંદ્રઘંટાના ચરણોમાં સમર્પિત કરી તેમની ઉપાસના કરવી જોઈએ. તેનાથી તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે અને પરમ સુખની પ્રાપ્તિ થાય છે.

આ શ્લોકથી કરો માતાની પૂજા :

સમસ્યાઓના સમાધાન અને ઉકેલ માટે માતા ચંદ્રઘંટાની આ શ્લોક દ્વારા પૂજા કરવી જોઈએ.

या देवी सर्वभू‍तेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता।

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.