Abtak Media Google News

દેશ, રાજય, જિલ્લો, શહેર, તાલુકો કે ગ્રામ્ય વિસ્તારના પ્રજાના પ્રતિનિધિ કે જેને લોકોએ ખોબે અને ધોબે મતો આપી અને સેવાની બહુ મોટી જવાબદારી સોંપી અને અને વિકાસ વર્તન માનવતા વગેરે વગેરે જેવા કાર્યો દ્વારા પ્રજાનું હીત અને અને વિકાસ થાય તેવી અપેક્ષાઓ સેવતી પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવા સેતુ બની પત્રકારો પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે પ્રજાના અમુક પ્રતિનિધિઓ પોતાનો હોદો અને સત્તાના મદમાં પત્રકારો સાથે પણ અણછાતજુ વર્તન કરી ગર્વ અનુભવતા હોય તેવા કિસ્સાઓ છાશવારે ચમકતા હોય છે આવો જ એક કિસ્સો તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે બનવા પામ્યો છે.

Advertisement

Img 20210529 104325 ગત તા.ર૪ મેના રોજ સુરેન્દ્રનગર સંયુકત નગરપાલિકાના પદ ગ્રહણ સમારોહ બાદ સુરેન્દ્રનગર જીલ્લાના સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરાએ જુના સમાચાર પ્રસિઘ્ધ કરવા બાબતે પત્રકાર વિરેન ડાંગરેચા સાથે ઉગ્ર બોલાચાલી, અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પત્રકાર આલમમાં રોષની લાગણી પ્રવર્તી હતી. પ્રજાના પ્રતિનિધિની મોટી મોટી જવાબદારી વહન કરતા સાંસદના પત્રકાર સાથેનું અશોભનિય વર્તનને જો કે પત્રકારોએ વખોડયું છે જે સાથે સાથે ચોટીલા પત્રકાર એસો.ના અમિત તુરખીયા, ‘અબતક’ના રીપોર્ટર રણજીતસિંહ ધાંધલ, પુનીતભાઇ ઠકકર, જીગ્નેશભાઇ, હેમલ શાહ, લખુભાઇ ધાંધલ, ઝાલા સહીતના પત્રકારોએ સાંસદ ડો. મહેન્દ્રભાઇ મુંજપરા સામે પોલીસ ફરીયાદ નોંધવાની હુકમ કરવા ડે. કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે. પત્રકાર એસો. દ્વારા આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો આશ્ર્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.

Img 20210529 104403

સુરેન્દ્રનગરમાં સાંસદના વિરોધમાં રેલી યોજે તે પૂર્વે પત્રકારોની ધરપકડ: ભારે રોષ

સુરેન્દ્રનગર શહેરમાં મીડિયા કર્મીઓ દ્વારા સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા સામે રેલીનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આંબેડકર ચોક માંથી રેલીને હજુ પ્રસ્થાન થાય તે પહેલાં મુખ્ય ગણાતા રેલીના સંચાલકોને સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા ધરપકડ કરવામાં આવતા પત્રકારોમાં ભારે રોષ સાથે વિરોધ જોવા મળી રહ્યો છે. સાંસદ મુંજપરાએ ભાનભૂલી મીડીયા કર્મીઓ સાથે કરેલા વાણીવિલાસ બાદ છ દિવસ વિત્યા છતા પોલીસ તંત્રએ ફરિયાદ ન લીધી. ન્યાય માટે પત્રકારોએ રેલીનું આયોજન કર્યું પણ સાંસદના ઈશારે પોલીસે ચાર પત્રકારોની અટકાયત થતાં બનાવ વધુ ઉગ્ર બન્યો છે.

Img 20210529 104309

સુરેન્દ્રનગર જિલ્લાની ચોથી જાગીર ગણાતા પત્રકાર હાલમાં આ સરકારમાં પત્રકારોનું અપમાન અને સત્યતાદબાવવા ના પ્રયાસો આ સરકારમાં થઈ રહ્યા છે ત્યારે વધુ રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક માંથી સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના પત્રકારો ભેગા મળી અને કાળા વાવટા સાથે રેલી યોજી અને સૂત્રોચ્ચાર કરે તે પહેલાજ જેને સુરેન્દ્રનગર શહેરમાંથી અને પત્રકાર ક્ષેત્રમાંથી અપમાનિત કરી અને ન્યાય ન મળતા આજે રેલી કાઢે તે પહેલા આ ઘટનાના મુખ્ય વિરેન ડાંગરોચા તેમજ મયુરભાઈ સંધિ વિજયભાઈ ભટ્ટ તેમજ કૃણાલભાઈ રાવલ સહિતના ચાર પત્રકારોની એ ડિવિઝન પોલીસ મથકે રેલી નીકળે એ પહેલા ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે આમ છતાં પણ સુરેન્દ્રનગર શહેરના જિલ્લાના અને તાલુકાના પત્રકારો પોતે ન્યાય માટે રેલીનું આયોજન થયું છે રેલી નીકળવાની છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક વિસ્તારમાંથી સાથી મિત્રો દ્વારા રેલીનું આયોજન ફરી અને રેલી કાઢવાનું પણ જણાવ્યું છે ત્યારે આ લોકોને પણ વઢવાણ બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.