Abtak Media Google News

ખાંડાધારની મહિલા એ અધૂરા માસે બાળક ને જન્મ આપ્યો હતો: તબીબે નવજીવન આપ્યું

ગોંડલ તાલુકા ના ખંડાધાર ગામ ની મહિલા એ અધૂરા માસે માત્ર ૮૦૦ ગ્રામ વજનના બાળક ને જન્મ આપતા તેને સારવાર સાથે સંપૂર્ણ સ્વસ્થ કરી વજનદાર બનાવવો તબીબો માટે પડકાર બન્યો હોય જેને યુવા તબીબે સ્વીકારી ૪૦ દિવસ સારવાર આપી સંપૂર્ણ સ્વસ્થ કરી આપતા તબીબ ખરા અર્થમાં બાળ સખા બન્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ખંડાધાર ગામે રહેતા મીનાબા સંજય સિંહ રાઠોડ ઉંમર વર્ષ ૩૦ એ અધૂરા માસે માત્ર ૮૦૦ ગ્રામ ના બાળકને જન્મ આપતા તેની સારવાર કરવી તબીબો માટે પડકારરૂપ બની હતી આ પડકારને ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ના તબીબ ડો. કુલદીપ ગજેરા (MBBS , DCH, નિયોનેટલોજીસ્ટ) એ ઝીલ્યો હતો વેન્ટિલેટર, વોર્ઝર, સિપેપ વગેરે મશીનથી સારવાર કરી સતત ચાલીસ દિવસ સુધી કોરોના કાળમાં પણ નજર રાખી બાળકને તંદુરસ્ત કરતા ડીસ્ચાર્જ સમયે નવજાત શિશુનું વજન ૧ કિલો અને ૭૦૦ ગ્રામ થઇ જવા પામ્યું હતું જેના પરિણામે દંપતીના જીવનમાં કિલકિલાટ થવા પામ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ-મે માસ દરમિયાન કોરોના અતિ વિકટ બન્યો હતો અને કોઈપણ દવાખાનામાં ઉભુ રહેવાની પણ જગ્યા મળતી ન હતી ત્યારે ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબે સખત મહેનત કરી વેન્ટિલેટર રૂમ માં બાળકને બાળ સખા યોજના હેઠળ સારવાર આપી ખરા અર્થમાં તબીબી સેવા બજાવી હતી.

માત્ર ૮૦૦ ગ્રામના નવજાત શિશુને રોજિંદા એકથી બે એમએલ દૂધ પીવડાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું બાદમાં ધીમે ધીમે તેમાં વધારો કરાયો હતો વાટકી ચમચીથી દૂધ પીવડાવવાની સાથે છેલ્લે તેને માતાનું દૂધ પીવડાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું આ તકે તબીબે જણાવ્યું હતું કે ગર્ભવતી મહિલાઓએ નિયમિત પણે તેમનું ચેક અપ કરાવવું જોઇએ અને કોઈપણ તકલીફ અંગે તબીબની સલાહ મુજબ ચાલવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.