Abtak Media Google News

તાજેતરમાં ક્રિકેટથી નિવૃત્તિ લેનારા બોલર Ashish Nehra હવે કોમેન્ટેટરના રૂપમાં પોતાની નવી ઇનિંગની શરૂઆત કરશે. ન્યુઝીલેન્ડ સામે દિલ્હીમાં પ્રથમ ટી-૨૦ ના રૂપમાં પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર આશિષ નહેરા ભારત અને શ્રીલંકાની વચ્ચે આજથી કોલકાતામાં થનારી પ્રથમ ટેસ્ટ મેચમાં કોમેન્ટેટરી ક્ષેત્રમાં ડેબ્યુ કરશે.

આ સીરીઝના બ્રોડકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સે એક ટ્વીટમાં તેમની જાણકારી આપી હતી. તેમને ટ્વીત જણાવ્યું હતું કે, “વીરેન્દ્ર સહેવાગ અને આશિષ નેહરાની જોડી હવે કોમેન્ટેટરી બોક્સમાં જોવા મળશે. વીરેન્દ્ર સહેવાગે પણ ડાબા હાથના આ ઝડપી બોલરને શુભકામનાઓ આપી છે.

વીવીએસ લક્ષ્‍મણે ટ્વીટ કરી જણાવ્યું છે કે, “ક્રિકેટ મેદાન પર અમારુ મનોરંજન કર્યા બાદ નેહરાજી હવે માઈક પર અમારુ મનોરંજન કરવા માટે તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.