Abtak Media Google News

રિલાયન્સ જીયોએ માર્કેટમાં ફ્રિ સર્વિસ આપીને પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે ત્યારે પ્રજાસત્તાક દીન નિમિતે વધુ લોકોને જીયો પ્રેમી બનાવવા રિલાયન્સે પ્લાન રજૂ કર્યો છે. જીયોએ માત્ર ૯૮ રુિ૫યામાં ૨૮ દિવસો માટે અનલિમિટેડ પ્લાનની સાથે ૫૦% વધુ ડેટા અન્ય કં૫નીઓ કરતા આપવાની ઓફર બનાવી છે. નવા ટેરિફ મુજબ ૨૬મી જાન્યુઆરીથી નવા વર્ષે જીયો તેના ગ્રાહકોને નવી ઉપલબ્ધી કરાવશે. આ ધમાકેદાર ઓફર અંતર્ગત ગ્રાહકોને ૨૮ દિવસની સમય મર્યાદામાં ફ્રિ વોઇસ કોલ તેમજ અનલિમિટેડ ઇન્ટરનેટર ડેટા મળી રહેશે.

Advertisement

રિલાયન્સ જીયોએ દાવો કર્યો છે કે તેની કંપનીના પ્લાન અન્ય ટેલિકોમ કંપનીઓ કરતા ૫૦ રૂપિયા સસ્તા છે. આ ઉપરાંત લોકોને વધુ ૫૦% ડેટા આપવામાં આવી રહ્યાં છે વર્તમાન સમયમાં જીયો તેના ગ્રાહકોને રોજના ૧ જીબી અને વધીવધીને રોજના ૧.૫ જેવી ઇન્ટરનેટની સેવા આપે છે. ત્યારે તેને નવી ઓફર બાદ બે જીબી પ્રતિદીન મોબાઇલ ડેટા આપવામાં આવશે. રૂપિયા ૯૯ની કિંમતમાં જીયોએ પ્રથમ વખત યોજના બનાવી છે. રૂપિયા ૩૯૯ની કિંમતની સ્કિમો પણ યથાવત છે. પરંતુ તેમાં પણ ગ્રાહકોને ફાયદો આપવામાં આવશે. જીયો ફ્લેગશિપ ૩૯૯ રુપિયાવાળા પ્લાનમાં હવે ૮૪ દિવસમાં ફ્રી વોઇસ કોલ, અનલિમિટેડ ડેટા, અનલિમિટેડ મેસેજ તેમજ જીયો એપનું પ્રિમિયમ સબસ્ક્રિપશન આપશે. આ રીતે અન્ય ટેલીકોમ કંપનીઓને પ્રજાસત્તાક દીને ફંફાવવાની તૈયારી દર્શાવી છે. જેનો જીયો ગ્રાહકોને ચોક્કસથી લાભ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.