Abtak Media Google News

ગત વખતે 84 ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી જેની સામે આ વખતે 130: ભૂપતભાઇ બોદર

અબતક – રાજકોટ

ગુજરાત સરકાર દ્વારા સમરસ થનાર ગ્રામ પંચાયતોને વિશેષ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત અંતર્ગત ગત વર્ષની ચૂંટણીમાં રાજકોટ જિલ્લામાં 84 ગ્રામ પંચાયતો સમરસ થઇ હતી. જેની સામે આ વખતે 130 ગ્રામ પંચાયત સમરસ થયેલ હોય, રાજય સરકારની વિશેષ ગ્રાન્ટથી ગામોના વિકાસને વેગ મળશે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂતપભાઇ બોદરે જણાવ્યું હતું કે દેશ અને રાજયમાં વિકાસે હરણફાળ ભરી છે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમય, ખર્ચનો બચાવ થાય અને ગામના વિકાસને વેગ મળે અને ગ્રામજનોનું જીવન સુવિધા સભર બને તે માટે રાજયની ભાજપ સરકાર દ્વારા સમરસ થનાર ગ્રામ પંચાયતોને મળતી ગ્રાન્ટમાં વધારો જાહેર કરવામાં આવેલ તે અંતર્ગત 130 ગ્રામ પંચાયતો સમરસ થયેલ છે ત્યારે આ સમરસ થયેલ ગ્રામ પંચાયતના સરપંચને અભિનંદન પાઠવેલ હતા. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકાર ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રથી સર્વગ્રાહી વિકાસ દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરી રહી છે. ત્યારે  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં રાજયની ભાજપા સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓ સર્વસ્પર્શી અને સર્વવ્યાપી બની છે ત્યારે છેવાડાના ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓથી લઈ માળખાકીય અને આંતર માળખાકીય સુવિધાઓ સહજ રીતે પ્રાપ્ય બને તેવા આશયથી રાજયની ભાજપા સરકારે સમરસ થનાર ગ્રામ પંચાયતોની ગ્રાન્ટમાં વધારાની જાહેરાત કરેલ તેને 130 ગ્રામ પંચાયતો દ્વારા આવકાર અપાયો તે અંતર્ગત રાજકોટ રાજકોટ જિલ્લામાં 130 ગ્રામ પંચાયતો સમરસ થયેલ છે તે બદલ સરપંચો તેમજ ભાજપા સરકાર અને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરએ અભિનંદન પાઠવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.