Abtak Media Google News

મનુષ્યના જીવનમાં આરામદાયક  નિંદ્રા માટે પથારીની સાચી પસંદગી અત્યંત મહત્વપૂર્ણ

 

Advertisement

ટીમ અબતક

અબતક, રાજકોટ

મનુષ્યના જીવનમાં આહાર અને નિંદ્રા નું ઘણું મહત્વ રહ્યું છે. નીંદર ની મહત્વતા મનુષ્ય જીવન પર ખૂબ અસર કરે છે. ત્યારે સમજ્યા વગર ની પથારી એ મનુષ્યની પથારી ફેરવી નાખે છે.પથારી ના પ્રકાર ઘણા છે જેમાં આપણી ગ્રામ્ય જીવન ની પાથરી જે જમીન પર રૂના ગાદલા કે ગોદડા ની હોય છે જેમાં શરીરી ને આરામ મળે છે. સમય સાથે પાથરી ના પ્રકારો પણ બદલાય છે આજે મનુષ્ય હોટલ કે રિસોર્ટ માં જાય છે ત્યાંની પથારી વિવિધ ફોર્મ ની બનેલી હોય છે. એ પાથરી પર આમર ટૂંકા ગાળા માટે હોય છે. લમ્બો સમય આવી પાથરી પર મનુષ્ય આરામ કરે તો ઘણી વખત શરીરી ને જુદી જુદી સમસ્યાઓ થતી હોય છે.

મનુષ્ય ની નિંદર ને ખલેલ પોહચે તો ઘણી તકલીફો થતી હોય છે જેમ કે બેક પૈન, શરીરી જકડાઈ જવું સરખી નિંદ્રા ન થવી એવા પ્રશ્ન રહેતા હોય છે.

ત્યારે મનુષ્ય એ પથારી ના પ્રકાર સમજવા જરૂરી છે.ઘણા પ્રકાર ની પાથરી હાલ બજાર માં મળી રહે છે. પાથરી ખરીદી વખતે વિવિધ ફોર્મ અને ડેસ્ટિન ની માહતી ગ્રાહકે લેવી અત્યંત ફાયદાકારક નીવડે છે. હાલ બજાર માં અત્યાધુનિક ટેકનોલોજી ની પાથરીઓ આવી ગઈ છે. જેવી કે કુલ જેલ ફોર્મ લેયર જેમાં એક ખાસ પ્રકાર નું લેયર મૂકેલું હોય છે હિટ એબઝોક્સન ટેક્નોલોજી જે શરીર ની ગરમી એબઝોક્સ કરી શરીર ને કુલિંગ આપે છે. પાથરી માં હાર્ડ અને સોફ્ટ પાથરી મનુષ્ય ને આરામ માં તેની પસંદ મુજબ આરામ માટે ખરીદી કરે છે. માર્કેટ માં ફોર્મ ના ગાદલા લોકો ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે.તેમજ માર્કેટ માં ફોર્મ,કાઠી, બોન્ડેડ અને સ્પ્રિંગના ગાદલા મળી રહે છે. સૌરાષ્ટ્ર માં ફોર્મ ના ગાદલા વધુ ચાલે છે.24 કલાક ના સમય માં આપણા માટે 8 કલાક ની ઊંઘ મહત્વની છે.

 

મેમરી ફોર્મ મેટ્રેસ હેલ્થ માટે ફાયદાકારક : વિમલાબેન પટેલ

મેટ્રેસ માં ખરેખર તો ફોર્મ જોવાનું હોય છે તેમાં ક્યુ ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે.માર્કેટ માં મેટ્રેસ 10,000 થી 1,50,000 સુધી મળે છે. ખાસ તો મેમેરી ફોર્મ નું મેટ્રેસ ઘણું મહતવું નું હોય છે આ ફોર્મ બોડી ના શેપ પ્રમાણે એડજસ્ટ થઈ જાય છે.મેમરી ફોર્મ મેટ્રેસ હેલ્થ માટે ખૂબ ઉપયોગી બને છે.જે શિયાળામાં ગરમ(હૂંફ) આપે છે.તેમજ ઉનાળામાં ઠંડક આપે છે.ફોર્મ માં ઘણી બધી વેરાયટી આવે છે.32 ડેન્સીટી મીડીયમ ફોર્મ અને 40 ડેન્સીટી હાર્ડ ફોર્મ માં હોય છે બેક પેઈન માં હાર્ડ ફોર્મ વપરાય છે. આ સિવાય રેઝિટિક ફોર્મ આવે છે આ ફ્રોમ માં રબર નો ભાગ હોય છે જેના કારણે તેની ડ્યુરેબલિટી

વધારે સારી રહે છે. મેટ્રેસ 4ઇંચ થી લઈ ને 6ઇંચ સુધીના આવે છે. હાલ 6ઇંચ ના મેટ્રેસ વધારે સારા રહે છે.રેઝિટિક ફોર્મ અત્યાર નું શ્રેષ્ઠ ફોર્મ છે. સ્લીપવેલ ની બધી પ્રોડકટ નિમફ્રેશ સાથે આવે છે.નિમફ્રેશ માં લીમડાનું કેમિકલ ઉપયોગ માં લેવાય છે અને ફ્રેશ એ ઑસ્ટ્રેલિયા ની કમ્પની છે.જેનું કેમિકલ સ્લીપવેલ ની બધી પ્રોડક્ટ માં ઉપયોગ થાય છે. મેટ્રેસ નું આપણા જીવન માં ઘણું મહત્વ છે. 24 કલાક ના સમય માં આપડે 8 કલાક માટે ની ઊંઘ લેવી જરૂરી છે તયારે તમારા શરીર ને પૂરતા પ્રમાણમાં આરામ મળે તે માટે તમારી બેડ આરામ દાયક હોવું જરૂરી છે જેથી તમે આરામ કરી ને જાગો તો એકદમ ફ્રેશ થઈ ને ઉઠો એટલે મેટ્રેસ ની પસંદગી યોગ્ય કરવી જરૂરી. સ્લીપવેલ માં પોકેટ સ્પ્રિંગવેલ મેટ્રેસ આવે છે

એ પણ ખૂબ સારું હોય છે જેમાં એક-એક સ્પ્રિંગ ને પોકેટ  કરેલી હોય છે.જેમાં સાઇડ વોલ માં ફોર્મ હોય અને મેમરી ફોર્મ માં હોય છે. એ વસ્તુ ખૂબ સારી હોય છે સ્પ્રિંગ મેટ્રેસ બાઉન્સ ઇફેક્ટ આપે છે. સ્લીપવેલ માં બેકપેઈન ના પ્રોબ્લમ્સ માટે બેક સપોર્ટ મેટ્રેસ આવે છે. ખાસ જેને સ્પાઇન ના પ્રોબ્લમ્સ હોય તેમના માટે બોન્ડેડ ફોર્મ નો ઉપયોગ કરવામાં આવે છે.બોન્ડેડ ફોર્મ માં બધા ફોર્મનું બાઇડિંગ કરી ને એક ફોર્મ કરેલું હોય છે 100 ડેન્સીટી ની આસપાસ નું હોય છે જેના કારણે ફોર્મ નું આયુષ્ય લાઈફટાઈમ રહે છે. જેથી સ્પાઇન સીધી રહે અને સ્પાઇન ની એલાઈમેન્ટ ખૂબ સારી રહે છે જેના લીધે કમર ના દુ:ખાવાની સમસ્ય ઓછી થાય છે.

 

કૂલ જેલ ફોર્મ લેયર મેટ્રેસ નવી ટેક્નોલોજી થી સજ્જ :  આનંદભાઈ રાઠોડ

છેલ્લા પચીસ વર્ષ થી અમે મેટ્રેસ અને ફોર્મના વ્યવસાય સાથે જોડાયાલ છીએ. હાલ માર્કેટ માં ઓર્થોપેડિક મેટ્રેસ વધુ ચાલી રહ્યા છે. સોફ્ટ મેટ્રેસ કરતા હાર્ડ મેટ્રેસ વાપરું શરીર માટે ફાયદાકાર  છે.રીબોન્ડેડ ફોર્મ મેટ્રેસ સારા આવે છે. મેટ્રેસ માં જેટલી ડેન્સીટી સારી એટલી એની લોન્ગ લાઈફ સારી રહે છે. ઓર્થો મેટ્રેસ માં 40 થી 65 ડેન્સીટી નું ફોર્મ ઉપયોગમાં લેવાય છે.જેમાં રીબોન્ડેડ ફોર્મ માં 2 ઇંચ નું કવરિંગ કરી લેયર બનાવામાં આવે છે. ડયુરોફ્લેક્ષ ના ઓર્થો મેટ્રેસ માં 5 ઝોન લેયર આવે છે જે ફુલ બોડી સપોર્ટ આપે છે. માર્કેટ માં 6 થી 8 ઇંચ ના મેટ્રેસ વધુ ચાલે છે.મેટ્રેસ માં નવી ટેકનોલોજી આવી ગઈ છે જેમાં કૂલ જેલ ફોર્મ લેયર આવે

જેમાં એક ખાસ પ્રકાર નું લેયર મૂકેલું હોય છે હિટ એબઝોક્સન ટેક્નોલોજી જે શરીર ની ગરમી એબઝોક્સ કરી શરીર ને કુલિંગ આપે. ગ્રાહક ખરીદી વખતે જોતા નથી ક્યુ ફોર્મ કય ડેન્સીટી વાપરવામાં આવી છે જેના કારણે ભાવ ને લય પ્રશ્નો ઉભા થતા હોય છે. ગ્રાહક ને જો સાચી માહિત આપી મેટ્રેસ વિશે ની તો ક્યાર પણ ભાવના પ્રશ્નો ઉભા  ન થયા તેમજ તેઓ ને ખરીદી કરવાનું આસન થઈ રહે.

 

મેટ્રેસ ખરીદતા પેહલા ફોર્મ વિષેની માહિતી મેળવી જરૂરી :  બ્રિજેશ ગજેરા

માર્કેટમાં ઘણી બધી કંપનીના મેટ્રેસ મળી રહે છે. ઘણી વખત ખરીદી કરતી વખતે આપણને ઘણા પ્રશ્ન થતા હોય છે કે કયા પ્રકારનું મેટ્રેસ લેવું કેવું લેવું 4 થી 12 સુધીના ઘણા બધા કેટલા ઇંચ નું લેવું 4ઇંચ થી12ઇંચ સુધીના આવતા હોય છે. એ પણ એક પ્રશ્ન ઉદભવતો હોય છે ત્યારે આપણે આપણા બેડની સાઈઝ મુજબનું મેટ્રેસ લેવું જરૂરી છે. અને ખાસ તો આપણો બેડ કેટલો નીચે છે એ જોવું પડતું હોય છે 14 ઇંચ નું હોય તો 6 ઈંચનું મીટર લેવું કમ્ફર્ટેબલ રહેતું હોય છે. 18 થી 24 સુધી નો બેડ કમ્ફર્ટેબલ રહે છે 14ઇંચ નું હોય તો સામે 6 ઇંચનું મેટ્રેસ પણ રાખી શકાય છે. મેટ્રેસ માં 4 ઈંચ થી 12 ઇંચ સુધીના મળે છે.મેટ્રેસ માં મુખ્યત્વે

બે ફોર્મ આવતા હોય છે. ઇંછ ફોર્મ અને ઙઞ ફોર્મ આવે છે. ઇંછ ફોર્મ એટલે હાઈ રિઝોલ્યુશન ફોર્મ માં આવે છે આ નવી ટેકનોલોજી માં આવે છે. આમ ઘણી બધી ડેનસીટી 32 ડેન્સીટી 40 ડેન્સીટી 23 ડેન્સીટી 28 ડેન્સીટી જેમાં આપણે કય ડેન્સીટી વધારે ઉપયોગ માં લેવી એ જોવાનું હોય છે. મેટ્રેસ માટે જો આપણે 4 ઇંચ ની ગાદલું લેવાના હોય તો તેમાં 32 ડેન્સીટી ઉપયોગી બને છે. હાર્ડનેશ માટે જોતી હોય તો 40ડેન્સીટી જરૂરી છે. જો 6ઇંચ નું ગાદલું લેવાનું હોય તો 40ડેન્સીટી સાથે 1ઇંચ તેમજ 2ઇંચ સોફ્ટ રાખી શકાય છે. સળંગ 4,5,6 ઇંચ મેટ્રેસ આવે જેમાં 4ઇંચ માથે 2ઇંચ સોફ્ટ લગાડવાથી વધારે કમ્ફર્ટટેબલ રહેતું હોય છે. મેટ્રેસ માં ઘણી બધી કમ્પની આવે છે જેમ કે કર્લોન, સ્લીપ વેલ, સેન્ચ્યુરી લોકલ મેટ્રેસ પણ આવે છે. મટીરીયલ થિકનેશ માં રેગ્યુલર 32 અને 40 ડેન્સીટી આવે છે.મોટા ભાગ ના બધા 32 અને 40 ડેન્સીટી ઉપયોગ છે. 32 ડેન્સીટી થોડુંક સોફ્ટ અને 40 ડેન્સીટી થોડુંક હાર્ડ આવે છે

ઇંછ ફોર્મ માં 40 ડેન્સીટી થોડુક સોફ્ટ અને ઙઞ ફોર્મ માં 40 ડેન્સીટી થોડુંક હાર્ડ આવે છે. થિકનેશ માટે ના મોટાભાગ ના રેગ્યુલર બેડ માં 4ઇંચ યોગ્ય છે. ઘણા લોકો 6ઇંચ રેગ્યુલર કરે છે જેમાં 4ઇંચ અને 2ઇંચ સોફ્ટ ની સિટ લગાડે છે જેના કારણે બને બાજુ કમ્ફર્ટેબલ રહે છે લોકો ને હાર્ડ અને સોફ્ટ બને ની કવોલિટી મળી રહે છે.

 

મેટ્રેસ પસંદગી માટે ગ્રાહકને ટેસ્ટ સ્લીપ મેટ્રેસ આપવાનું શરૂ

કર્યું : દિલીપભાઈ ધનેશા (કેવલ ફોર્મ સ્લીપવેલ, કેશોદ)

અમે ટેસ્ટ સ્લીપ માટે મેટ્રેસ આપી લોકો ને તેમની મનપસંદ મેટ્રેસ લેવાની તક આપી છીએ.મેટ્રેસ ની પસંદગી સુવાની ટેવ મુજબ ની કરવી જરૂરી. વૈજ્ઞાનિક પધ્ધતિ દ્વારા અમારે ત્યારે ફોર્મ માંથી મેટ્રેસ બનાવમાં આવે છે જે ગ્રાહક ની સુવાની ટેવ મુજબ અમે બનાવી આપી છીએ.બેઝિક 4ઇંચ નું ફોર્મ હોય જેમાં અમે અલગ અલગ 7 પ્રકાર માં ફોર્મ જાતે પ્રોડકશન કરીછી. હાર્ડ અને સોફ્ટ મેટ્રેસ બનવવા ઉપરથી અલગ ફોર્મ વાપરવું પડે છે. થિકનેશ માં 4 ઇંચ ના ગાદલા રેગ્યુલર ચાલે છે ત્યારે બાદ 5 થી 7 ઇંચ સુધી ના ગાદલા નો ઉપયોગ થતો હોય છે. સામાન્ય રીતે બાળકો માટે સોફ્ટ ગાદલું અને 40 થી ઉપર ની વ્યક્તિઓ માટે હાર્ડ ગાદલું

સુવા માટે ઉપયોગ કરવું જરૂરી છે. મેટ્રેસ ની કિંમત કરતા લોકો તેમની સુવાની ટેવ મુજબ ની ખરીદી કરે તો ફાયદાકારક નીવડે. એકજ મેટ્રેસ માં હાર્ડ અને સોફ્ટ મેટ્રેસ આપવાની ગ્રાહકો ને શરૂઆત કરી છે. માર્કેટ માં ફોર્મ ના ગાદલા લોકો ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે.તેમજ માર્કેટ માં

ફોર્મ,કાઠી, બોન્ડેડ અમે સ્પ્રિંગના ગાદલા મળી રહે છે. સૌરાષ્ટ્ર માં ફોર્મ ના ગાદલા વધુ ચાલે છે.કમરના દુખાવા અને સ્પાઇન માટે ઓર્થોપેડિક,મેડિકલ એચડી જે થોડુંક કડક મેટ્રેસ હોય તદઉપરાંત શ્રીલંકા નું લેટેક્સ કરી ને ફોર્મ આવે છે જે વૃક્ષ માંથી બનાવમાં આવે છે.લોકો એ કડક ગાદલું સુવા માં વાપરું જે શરીર માટે ફાયદાકારક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.