Abtak Media Google News

પદયાત્રી માટે ઠેર-ઠેર સેવાની સરવાણી: ચા, નાસ્તો, ભોજન દવા, માલિશ જેવી વિવિધ સેવા માટે અમદાવાદ રાજકોટ જામનગરના સેવાભાવીઓનો પડાવ

જગત મંદિર દ્વારકા ના રાજાધિરાજ દ્વારકાધીશ ના જગત મંદિરમાં વર્ષોથી ફૂલડોલ મહોત્સવ ઉજવવામાં આવતો હોય શ્રદ્ધાળુઓ આ મહોત્સવ માં સહભાગી થવા અનેરી શ્રધ્ધા સાથે હજારો હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોળી ધુળેટી પર્વ પરના ફૂલડોલ મહોત્સવમાં સહભાગી થવા જબરી સંખ્યામાં ઉમટી પડે છે

Advertisement

Screenshot 6 6

શૌકાઓથી ઉજવાતા આ મહોત્સવમાં સામેલ થવા જગત મંદિરે જતા હજારો યાત્રાળુઓ પૈકી મોટાભાગે યાત્રાળુઓ પદયાત્રા જ કરે છે દાયકાઓ પૂર્વે પદયાત્રા મારફતે જતા યાત્રાળુઓ ભોજન માટે નું ભાથૂ પોટલામાં વીંટી માથા પર રાખી હાથમાં લાકડીઓ રાખી અને અને કિલોમીટરો ની યાત્રા પગપાળા કરતા હતા પૂર્વકાલીન સમયમાં માર્ગમાં કયાંય પણ સેવા કેમ્પો અસ્તિત્વમાં ના હોવાથી યાત્રાળુઓ નદીના કિનારે વૃક્ષના છાયડા હેઠળ કે કોઈ મંદિરમાં વિશ્રામ કરતા હતા અને કઠોર પરિશ્રમ દ્વારા પદયાત્રા કરવામાં આવતી હતી. દૂર દૂરથી આવતા યાત્રાળુઓની પરાકાષ્ઠા ને ધ્યાને લઈ વિવિધ સેવા ભાવીઓ, દ્વારા માર્ગમાં જરૂરિયાતની તમામ વસ્તુઓ આપવા માટે તથા યાત્રાળઓની સેવા માટે સેવા કેમ્પ ખોલવામાં આવે છે

જ્યારે આગામી હોળી પર્વ પર ના ફૂલડોલ મહોત્સવમાં પહોંચવા માટે ઐતિહાસિક જનમેદી રેકોર્ડ બ્રેક સંખ્યામાં ઉમટીપડી છે. શ્રધ્ધાળુ ને પણ કેટલી શ્રધ્ધા કે ગૂજરાત ના દૂર દૂર ના વિસ્તાર થીયાત્રાળુ ઓ ભરપૂર ઉત્સાહ સાથે ફુલડોલ માં પૂહોચયા છે યાત્રાળુઓ ના જુસ્સો જહેમત અને અપરંપાર તપ ના કારણે 150 કિ, મી આગળ આવેલા જામનગર થી છેક દ્વારકા સૂધી અસંખ્ય સેવા કેમ્પ ધમધમે છે કેમ્પો મા ચા પાણી નાસ્તા ની સુવિધા તો સ્વાભાવિક છે પરંતુ દવા પાટા બૂટ મોજા જેવી સગવડતા પણ ઉપલબ્ધ કરવામાં આવે છેસદભાગીઓ પુણ્યનૂ ભાથૂ બાંધવા ખંભાળિયા, અમદાવાદ, રાજકોટ ,જામનગર થી આવી સેવા કેમ્પો ના પડાવ નાંખેછે. આ વખતે આટલી મોટી સંખ્યા મા યાત્રાળુ ઓ ઉમટી પડશે એ કલ્પના પણ નહતી પરંતુ જીલ્લા પોલીશ વડા નીતિશકુમાર પાંડે તથા તેઓની ટીમ ને આગવી કુનેહ થી અંદાજ આવી જવાથી દવારકા જીલ્લા પોલીસ દ્વારા તથા રિલાયન્સ કંપની દવારા અત્યાધુનિક સુવિધા સાથે સેવા કેમ્પો શરૂ કરી મેનેજમેન્ટ ના જીવંત ઉદાહરણ પેશ કરવામા આવ્યા હતા.

Screenshot 5 7

ફૂલડોલ મહોત્સવમાં પોલીસ તંત્ર ખડે પગે

જામનગરથી દ્વારકા સૂધી નો દોઢસો કિ, મી, હાઈવે પર જબરી સંખ્યામાં અને હદે માનવસમૂદાય ઉમટી પડ્યો છે કે સમૂહ માહોલ ઉત્સાહથી આગળ સંવેદનશીલ બની રહયો હોય જેથી જીલ્લા પોલીસ વડા નિતેષકૂમાર પાંડૈ દ્વારા તમામ વાહન ચાલકો ને,વાહન ધીમા ચલાવવા ભરચકક ગદીઁમા વાહન સ્ટોપ કરવુ એકાએક ટોપ નહિં મારવાતથા પદયાત્રીઓ સેવાભાવી ને ડાબી સાઈડ મા ચાલવા આગળ પાછળ ધ્યાન કેન્દ્રિત કરવા તેમજ યોગ્ય સમયે વિશ્રામ કરવા તથા કોઈ મૂંઝવણ જણાયતો તૈનાતપોલીસ ને જાણ કરવા  અપીલ કરી છે આરધનાધામ માં પોલીસ દ્વારા યોજવામાં આવેલ કેમ્પ મા નિરંતર સેવા આપી રહ્યા છે.

જામનગર-ખંભાળીયા હાઈવે રોડ આરાધના ધામનીસામેના ભાગે ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે દેવભૂમિ દ્વારકા જ્લ્લિા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદશર્ન મુજબ પો.ઈન્સ. કે.કે.ગોહિલ તથા પો.સ.ઈ. બી.એમ. દેવમુરારીનાઓની રાહબરી હેઠળસેવા કેમ્પનું આયોજન કરી સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવેલ છે.આ કેમ્પમાં છેલ્લા 24 કલાક દરમ્યાન પદયાત્રીઓ માટે નીચે મુજબની સેવા પુરી પાડી ધન્યતા અનુભવેલ છે. રાત્રીના 1000 થી1200 માણસોએ ભોજનનોલાભ લીધેલ છે. આજરોજ સવારના  7000 થી  8000 માણસોએ ચા-પાણી નાસ્તાનોલાભ લીધેલ છે. 1000 પદયાત્રીઓએ મસાજનોલાભ લીધેલ છે. છેલ્લા 24 કલાકની અંદર 10,000થી વધુ માણસોએ ચા -પાણી નાસ્તાનો લાભ લીધેલ છે.

પદયાત્રીઓની સેવા કરી પુણ્ય ભાથુ બનતા દિવુભાઈ સોની

અંક સમયે આવા સેવા કેમ્પ મારફતે પરાકાષ્ઠા વેઠતા પદયાત્રીઓ ની સેવા કરવા અંગે જયારે કોઈ નેખ્યાલ આવતો નહતો ત્યારે દ્વારકાધીશ પદયાત્રીઓ કેમ્પ દિવૂભાઈ સોની અશોકભાઈ કાનની ના સંકલન મા ત્રેવીસ દિવસ થીસેવા આનંદ કેમ્પ દસ દિવસ થી તથા બોમ્બે મિનરલ કંપની આસપાસના એરીયા વાસીઓ સહિત અનેક સેવાભાવી ઓ  પી, એમ ગઢવી,બલૂગઢવી,આર એન રાજયગૂરૂ જેવા અગૃણીઓ વાહન દોડાવી સેવા કરે છે છેક જામનગરથી દ્વારકા સૂધી નો દોઢસો કિ, મી, હાઈવે પર જબરી સંખ્યામાં અને હદે માનવસમૂદાય ઉમટી પડ્યો છે પાંચસો વ્યકિતને આરામ માટે પાગરણ કેમ્પ પાછળ ન્હાવા માટે અને એ માટે ટુવાલ રૂમાલ સાબુ ટુથપેસ્ટ આગળ પાછળ પ્રકાશિત થાય એવી પાચસોટોઁચ થેલા થેલી મેડીસીન મોજા લાકડી અને અવિરત પણે ચા કોફી ની સવલત અને પી આઈ સહિત ત્રીસ જેટલા પોલીશ કમીઁ સેવા માટે સમર્પિત કરવામા આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.