Abtak Media Google News

અમરેલી જીલ્લાના ચાર કોંગી ધારાસભ્યો બન્યાં આક્રમક: ખેડુતોના વિવિધ પ્રશ્ર્ને સરકારની ઝાટકણી.

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત ખેડૂત મહાસંમેલન દામનગર ના નારણગઢ મુરલીધર કોટન ખાતે ખેડૂત સંમેલન માં પાંચ હજાર કરતા વધુ ખેડૂતો ની હાજરી માં સરકાર નીતિ ઓ ની ઝાટકણી કાઢતા કોંગ્રેસ ના  ધારાસભ્યો કૃષિ બજેટ વધારો કૃષિ સબસિડી પાક વીમો કૃષિ ઉપજ પર જી એસ ટી રદ કરવી  વેપારી ઓ ને ચોર ગણવા  બંધ કરો વીજળી પાણી રોજ ભૂંડ  ના ત્રાસ થી મુક્તિ પોષણક્ષમ નાના ખેડૂતો ને બી પી એલ કાર્ડ કૃષિ ઓઝાર કરવેરા મુક્તિ સરળ પ્રોસેસ થી કૃષિ ધિરાણ સેટેલાઇટ માપણી રદ કરવા સહિત ના મુદ્દે નિષ્ફળ નીવડશે.

સરકાર ની નીતિ ઓ ની ઝાટકણી કાઢતા ધારા સભ્ય શ્રી ઠુંમર પ્રતાપભાઈ દુઘાત પરેશભાઈ ધાનાણી જે વી કાકડીયા પૂર્વ ધારા સભ્ય ઠાકરશીભાઈ મેતલીયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત ના અગ્રણી ઓ દ્વારા ખેડૂત હિત માં અનેકો મુદા અંગે વિવિધ અગવડો સરકાર ની અણઆવડત થી ખેડૂતો ની આત્મહત્યા ઓ ના વધતા કિસ્સા વીજળી ના દંડ તાર ફેન્સીગ યોજના નું બાળ મરણ  ગૃહિણી ઓ નું બજેટ ખોરવ્યુ  ગેસ ભાવ વધારો પાટીદાર આંદોલન ગુજરાત ના દરેક તાલુકા માં ઉપવાસ છાવણી વચ્ચે સરકાર સંવેદના ની વાતો કરે છે.

Img20180909183701આ કેવી ? સંવેદના ?  માલધારી ઓ ને ગૌચર પ્રશ્ને આંદોલનો કરવા પડે ? પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવ શિક્ષિત  બેરોજગારો ની ફોજ  ડોલર સામે નબળો પડતો રૂપિયો લોકશાહી નું હનન કરતી વ્યવસ્થા મગફળીકાંડ નલિયાકાંડ કાયદો વ્યવસ્થા કથળતી સ્થિતિ વાહન ચાલકો પાસે  હપ્તા ઓ વસૂલી  બીટકોઈન સહિત ના મુદ્દે આક્રમક વક્તવ્ય આપતા ધારાસભ દ્વારા સરકાર ની  નિષ્ફળતા વીણી વીણી ગણાવી હતી મુરલીધર કોટન જીન માં અકડેઠઠ જન મેદની હજારો ખેડૂતો મજુરું ઉદ્યોગ પતિ ઓ રત્નકલાકારો ની વિશાળ હાજરી માં ખેડૂત મહાસંમેલન યોજાયું.

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેડૂત મહાસંમેલન માં જિલ્લા ના ચાર ધારા સભ્યો  ગુજરાત વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી વિરજીભાઈ ઠુંમર પ્રતાપભાઈ દુધાત જે વી કાકડીયા જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયતો ના પ્રમુખ નગર પાલિકા પ્રમુખ જિલ્લા પંચાયત ના વિવિધ સમિતિ ઓ ના ચેરમેન તાલુકા પંચાયત ના ચેરમેન કોંગ્રેસ સંગઠન ના સેલ મોરચા ના કાર્યકરો ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રી ઓ મહિલા અગ્રણી ઓ સહિત ભાવનગર જિલ્લા ગારીયાધાર પાલીતાણા શિહોર ગઢડા સ્વામી ના બોટાદ અનેકો તાલુકા માંથી  કાર્યકરો ની વિશાળ હાજરી જોવા મળી હતી.

અમરેલી જિલ્લા કોંગ્રેસ ભવન કાર્યાલય ના નિર્માણ માટે ઉદ્યોગપતિ જનકભાઈ તળાવીયા એ રૂપિયા પાંચ લાખ નો ચેક અર્પણ કર્યા હતો અને શક્તિ પ્રોજેકટ માં જોડાવા આહવાન કરાયું હતું દરેક ધર કોંગ્રેસ નું ધર બને તેવી અમરેલી જિલ્લા કોંગ્રેસ ની અપીલ કરતા ગુજરાત વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી એ કોંગ્રેસ જીંદાબાદ નો નારો બુલંદ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.